“જો હું ચોર છું તો દુનિયામાં કોઇ ઇમાનદાર નથી” અરવિંદ કેજરીવાલ બોલ્યા કે તપાસના નામ પર લોકોને પરેશાન કરવામાં આવી રહ્યા છે

Delhi Liquor Policy, Arvind Kejriwal : અરવિંદ કેજરીવાલે કહ્યું કે સીબીઆઈ, ઈડીએ દારુ નીતિ મામલે કોર્ટમાં ખોટું એફિડેવિડ દાખલ કર્યું છે.

Written by Ankit Patel
Updated : April 15, 2023 14:05 IST
“જો હું ચોર છું તો દુનિયામાં કોઇ ઇમાનદાર નથી” અરવિંદ કેજરીવાલ બોલ્યા કે તપાસના નામ પર લોકોને પરેશાન કરવામાં આવી રહ્યા છે
અરવિંદ કેજરીવાલ ફાઇલ તસવીર

અરવિંદ કેજરીવાલે નરેન્દ્ર મોદી સરકાર ઉપર હુમલો કર્યો હતો. તેમણે મીડિયાને સંબોધિત કરતા કહ્યું હતું કે મનિષ સિસોદિયા પર આરોપ છે કે તેમણે 14 ફોન તોડી દીધા, પછી ઇડી કહી રહી છે કે તેમાંથી 4 ફોન તેમની પાસે છે. સીબીઆઈ કહી રહી છે કે 1 ફોન તેની પાસે છે. જો તેમણે ફોન તોડ્યા છે તો તેમની પાસે ફોન કેવી રીતે આવ્યા. આ લોકોએ ખોટું બોલીને કેસ બનાવ્યા અને કહ્યું કે દારુ કૌભાંડ થયું છે.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે સીબીઆઈ, ઈડીએ દારુ નીતિ મામલે કોર્ટમાં ખોટું એફિડેવિડ દાખલ કર્યું છે. તે મનીષ સિસોદિયા અને મારી વિરુદ્ધ જુબાની આપવા માટે લોકોને પરેશાન કરી રહી છે. તેમણે કહ્યું કે ઇડી, સીબીઆઈએ 100 કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે. તેમણે 400થી વધારે દરોડા પાડ્યા હતા. પરંતુ આ રકમ મળી નહીં. કેજરીવાલે વધુમાં જણાવ્યું કે આબકારી નીતિ ઉત્કૃષ્ટ હતી. પરંતુ ભ્રષ્ટાચાર ખતમ કરી દીધી.

દિલ્હીના મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે મેં દિલ્હી વિધાનસભામાં જે દિવસે ભ્રષ્ટાચાર સામે બોલ્યા હતા એ દિવસે હું જાણી ગયો હતો કે આગામી નંબર મારો હશે. છેલ્લા 75 વર્ષોમાં કોઈપણ પાર્ટીને AAPની જેમ નિશાન નહીં બનાવવામાં આવી. અમે સારા શિક્ષણની આશા વ્યક્ત કરી છે. તે આ આશાને ખતમ કરવા માંગે છે.

આ દરમિયાન અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો કરતા કહ્યું હતું કે, આટલું એક્શન હોવા છતાં પણ પૈસા મળ્યા નથી. તેમણે કહ્યું કે 17 સપ્ટેમ્બરે સાંજે 7 વાગ્યે મેં નરેન્દ્ર મોદીને એક હજાર કરોડ રૂપિયા આપ્યા હતા. તેમને પણ પકડી લો. આવી સ્થિતિમાં તો આ દેશમાં કોઈપણ કંઈ કહી દેશે. હું કહી રહ્યો છું કે નરેન્દ્ર મોદીને સાંજે સાત વાગ્યે એક હજાર કરોડ રૂપિયા આપ્યા હતા. આ આધાર પર નરેન્દ્ર મોદીને પકડી પાડો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ