MCD Election 2022: દિલ્હી નગર નિગમ ચૂંટણીમાં બીજેપીના પરાજય પછી પ્રદેશ અધ્યક્ષ આદેશ ગુપ્તાએ (Adesh Gupta)પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. જાણકારી પ્રમાણે આદેશ ગુપ્તાએ રવિવારે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. બીજેપીએ રાજીનામાનો સ્વીકાર કર્યો છે.
આદેશ ગુપ્તાના રાજીનામા પછી વર્તમાનમાં દિલ્હી ભાજપા ઉપાધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાને આગામી વ્યવસ્થા સુધી કાર્યકારી અધ્યક્ષ નિયુક્ત કર્યા છે. આ નિયુક્તિ તત્કાલ પ્રભાવથી લાગુ થશે. પાર્ટી અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા પછી આદેશ ગુપ્તાએ કહ્યું કે નિગમ ચૂંટણીમાં પાર્ટી અધ્યક્ષને પરિણામ મળ્યા નથી, પરાજયની નૈતિક જવાબદારી લેતા મેં દિલ્હી પ્રદેશ અધ્યક્ષના પદેથી રાજીનામું આપ્યું છે.
MCD ચૂંટણીમાં બીજેપીએ જીતી 104 સીટો
એમસીડી ચૂંટણીમાં 250 વોર્ડમાંથી બીજેપીનો 104 સીટો પર વિજય થયો હતો. આમ આદમી પાર્ટીએ 134 સીટો પર જીત મેળવી છે. કોંગ્રસને 9 અને અન્યને 3 સીટ મળી છે.
આ પણ વાંચો – નાગપુરમાં વંદે ભારત ટ્રેન, મેટ્રો અને AIIMSનું પીએમ નરેન્દ્ર મોદીએ કર્યું ઉદ્ઘાટન
એમસીડી ચૂંટણીમાં ભાજપ આદેશ ગુપ્તાના વિસ્તારમાં સીટો જીતી શકી ન હતી. આ પછી દિલ્હી ભાજપ પર સવાલ ઉઠી રહ્યા હતા. તેના પર આદેશ ગુપ્તાએ કહ્યું હતું કે વિસ્તાર તો સાંસદો અને ધારાસભ્યના હોય છે. આદેશ ગુપ્તા એમસીડીના વોર્ડ નંબર 141ના રાજેન્દ્ર નગરમાં રહે છે. અહીંથી આમ આદમી પાર્ટીની આરતી ચાવલાએ જીત મેળવી છે.
તેમણે આ પહેલા કહ્યું હતું કે એમસીડીમાં મેયર આમ આદમી પાર્ટીનો બનશે અને બીજેપી સદનમાં મજબૂત વિપક્ષની ભૂમિકા ભજવશે. જો આમ એમસીડીમાં ભ્રષ્ટાચાર કરશે તો બીજેપીના કોર્પોરેટર તેનો વિરોધ કરશે.