/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/02/Delhi-MCD.jpg)
દિલ્હી નગર નિગમની સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણીમાં બીજેપી અને આમ આદમી પાર્ટી વચ્ચે બબાલ (Express)
દિલ્હી નગર નિગમની સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણીમાં બીજેપી અને આમ આદમી પાર્ટી વચ્ચે બબાલ થઇ છે. બન્ને પાર્ટીના કાઉન્સિલરો વચ્ચે ઘણો હંગામો થયો હતો. બીજેપીનો દાવો છે કે ચૂંટણી પંચના અધિકારીઓએ સ્ટેન્ડિંગ કમિટીમાં બન્ને પાર્ટીઓના 3-3 સભ્યોને પસંદ કર્યા હતા પણ મેયર શૈલી ઓબેરોય એક વોટ અવૈધ જાહેર કરવા પર અડેલા છે. આ કારણે હંગામો થયો છે. હંગામા પછી એમસીડીના મેયર શૈલી ઓબેરોયે સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી 27 ફેબ્રુઆરીએ કરવાની જાહેરાત કરી છે. ત્યાં સુધી હાઉસને સ્થગિત કરી દીધું છે.
એમસીડીમાંથી આવેલી તસવીરોમાં બન્ને પાર્ટીઓના કાઉન્સિલરો એકબીજા પર પ્રહાર કરતા જોવા મળી રહ્યા છે. એમસીડી હાઉસમાં થયેલી ઝપાઝપીમાં કેટલાક કાઉન્સિલરોને ઇજા થવાની વાત પણ કહેવામાં આવી રહી છે.
બન્ને દળોના કાઉન્સિલરોએ હિંસા માટે એકબીજાને જવાબદાર ગણાવ્યા
આમ આદમી પાર્ટી અને બીજેપી બન્ને દળોના કાઉન્સિલરોએ હિંસા માટે એકબીજાને જવાબદાર ગણાવી રહ્યા છે. આપના ધારાસભ્ય આતિશીએ બીજેપીને હિંસા માટે જવાબદાર ગણાવી. બીજી તરફ બીજેપીએ આતિશીનો એક વીડિયો જાહેર કરીને કહ્યું કે તેમણે જ આમ આદમી પાર્ટીના કાઉન્સિલરોને હિંસા માટે ઉફસાવ્યા છે.
Watch | As a physical fight broke out between #BJP and #AAP councillors inside the Delhi civic centre, several women members were reportedly injured.
Follow Live Updates: https://t.co/CzuG9a5aXKpic.twitter.com/SlsrSoVhZX— The Indian Express (@IndianExpress) February 24, 2023
બીજેપીએ શું કહ્યું
બીજેપીએ ટ્વિટ કરીને કહ્યું કે સ્થાયી સમિતિની ચૂંટણીમાં કેજરીવાલના ઇશારે આપના મેયરની તાનાશાહી અને ગુંડાગર્દી ફરી સામે આવી છે. જ્યારે ઇલેક્શન કમિશનની ટીમે રિપોર્ટ આપી દીધો છે કે 3 બીજેપીના અને 3 આપના ઉમેદવાર ચૂંટણી જીતે છે, તો પછી મેયરે હજુ સુધી પરિણામને કેમ રોકી રાખ્યા છે?
આપના ધારાસભ્ય આતિશીએ કહ્યું કે એમસીડી હાઉસમાં બીજેપીએ પોતાની ગુડાગર્દી અને લફંગઇનું વધુ એક પ્રમાણ દેશ સામે રાખ્યું. સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણીમાં વોટિંગ શાંતિપૂર્ણ રીતે થયું પણ જેવું તેમને લાગ્યું કે ચૂંટણી હારી રહ્યા છે તો તેમણે મેયર પર હુમલો કર્યો હતો. બીજેપીના કોર્પોરેટરે તેમના પર સદનની બહાર પણ હુમલો કર્યો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us