દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત, બસ અને કાર વચ્ચે ટક્કર – 6 ના મોત

Delhi-Meerut Expressway accident : દિલ્હી-મેરઠ એક્સપ્રેસ-વે પર ગાઝિયાબાદ (Ghaziabad) પાસે કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં ખાટુ શ્યામ જઈ રહેલા પરિવારના 6 લોકોના મોત નિપજ્યા.

Written by Kiran Mehta
Updated : July 11, 2023 10:56 IST
દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત, બસ અને કાર વચ્ચે ટક્કર – 6 ના મોત
દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માતમાં એક જ પરિવારના 6ના મોત

Delhi-Meerut Expressway accident : ગાઝિયાબાદમાં દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર મંગળવારે વહેલી સવારે એક ભયાનક અકસ્માત થયો હતો. બસ અને કાર વચ્ચે અથડામણમાં 6 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં 8 વર્ષનું બાળક પણ ગંભીર રીતે ઘાયલ થયું છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ, TUV-300 અને બસની ટક્કર થઈ હતી. આ ઘટના ક્રોસિંગ પોલીસ સ્ટેશન વિસ્તારની ઘટના માનવામાં આવી રહી છે. અકસ્માત એટલો ભયાનક હતો કે મૃતદેહો કારમાં જ ફસાઈ ગયા હતા. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે કાર કાપી લાશો બહાર કાઢી હતી.

મળતી માહિતી મુજબ એક સ્કૂલ બસ ખોટી દિશામાંથી આવી રહી હતી. તો, મેરઠથી દિલ્હી તરફ જઈ રહેલા પરિવારની કારની આ બસ સાથે સીધી ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, લોકોના મૃતદેહ કારમાં જ ફસાઈ ગયા હતા. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ભારે જહેમત બાદ લાશને બહાર કાઢી હતી. આ અકસ્માતમાં એક બાળક ઘાયલ થયું છે, જેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવુંયો છે. કહેવામાં આવી રહ્યું છે કે, પરિવાર ખાટુ શ્યામના દર્શને જઈ રહ્યો હતો.

ગાઝિયાબાદના એડીસીપી (ટ્રાફિક) રામાનંદ કુશવાહાએ જણાવ્યું કે, આ દુર્ઘટના સવારે લગભગ 6 વાગે થઈ હતી. ગાઝીપુરથી સીએનજી ભરીને બસનો ડ્રાઈવર રોન્ગ સાઈડમાં જઈ રહ્યો હતો. કાર સવાર પરિવાર મેરઠથી ગુડગાંવ તરફ જઈ રહ્યા હતા.

આ પણ વાંચો‘શિક્ષક બનતા જ બાળકોને છોડીને હેડમાસ્તર સાથે પત્ની ભાગી ગઈ’! પતિએ નોંધાવી FIR

સીએમ યોગીએ દુઃખ વ્યક્ત કર્યું

દિવંગત આત્માની શાંતિની કામના સાથે શોકગ્રસ્ત પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવા અને ઘાયલોને યોગ્ય સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પણ કામના કરી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ