Delhi : દિલ્હી બનશે ખાલિસ્તાન… મેટ્રો સ્ટેશનો પર દેશ વિરોધી લખાણ, G20 સમિટ પહેલા દિલ્હીમાં માહોલ બગાડવાનું ષડયંત્ર

Delhi Banega Khalistan : દિલ્હીના પાંચ મેટ્રો સ્ટેશનની દિવાલો પર ખાલિસ્તાન ઝિંદાબાદના લખાયા છે, જે શિખ ફોર જસ્ટિસ સંગઠને લખ્યા હોવાનું મનાય છે. દિલ્હીમાં G20 સમિટમાં વિદેશી મહેમાનો આવી રહ્યા છે એવા સમયે આ ષડયંત્ર રચાયુ સમયે છે

Written by Ajay Saroya
August 27, 2023 14:03 IST
Delhi : દિલ્હી બનશે ખાલિસ્તાન… મેટ્રો સ્ટેશનો પર દેશ વિરોધી લખાણ, G20 સમિટ પહેલા દિલ્હીમાં માહોલ બગાડવાનું ષડયંત્ર
દિલ્હીના મેટ્રો સ્ટેશન પર ભારત વિદેશી લખાણ.

SFJ Quotes Delhi Banega Khalistan AT Delhi Metro Stations : દિલ્હીમાં G20 સમિટની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે બીજી બાજુ ખાલિસ્તાન સમર્થન જૂથો માહોલને બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. G20 સમિટમાં હાજર આપવા વિદેશ-દેશમાંથી મોટી સંખ્યામાં મહેમાનો દિલ્હી આપવવાના છે, એવા સમયે દેશ વિરોધી તત્વોએ રાજધાનીમાં વાતાવરણ બગાડવાનું ષડયંત્ર શરૂ કર્યું છે. દિલ્હીના પાંચ મેટ્રો સ્ટેશનની દિવાલો પર ખાલિસ્તાન ઝિંદાબાદના નારા લખવામાં આવ્યા છે.

દિલ્હીના મેટ્રો સ્ટેશન પર લખ્યું – દિલ્હી બનશે ખાલિસ્તાન, ખાલિસ્તાન ઝિંદાબાદ (SFJ Delhi Banega Khalistan, Khalistan Zindabad)

દિલ્હીમાં G20 સમિટની પહેલા દેશને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. દિલ્હીના 5થી વધુ મેટ્રો સ્ટેશનો પર ‘દિલ્હી બનશે ખાલિસ્તાન’ અને ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’ લખવામાં આવ્યું છે. દિલ્હી પોલીસ આ મામલે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. પોલીસે કહ્યું કે G20 સમિટ પહેલા શીખ્સ ફોર જસ્ટિસ (SFJ) એ દિલ્હી મેટ્રો સ્ટેશનના ફૂટેજ જાહેર કર્યા છે. તેમાં ખાલિસ્તાન તરફી નારા લખેલા છે. એસએફજે સંગઠનના કાર્યકર્તાઓ દિલ્હીના શિવાજી પાર્કથી પંજાબી બાગ સુધીના કેટલાક મેટ્રો સ્ટેશનો પર ખાલિસ્તાન તરફી સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા.

દિલ્હીવાસીઓને અગવડ પડશે, પરંતુ G20ને સફળ બનાવવી પડશે: મોદી (G20 Summit In Delhi)

આ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીવાસીઓને G20 સમિટને સફળ બનાવવામાં મદદ કરવા અપીલ કરી છે, જોકે આવતા મહિને અહીં કેટલાક દેશોના નેતાઓની હાજરીને કારણે અસુવિધા થઈ શકે છે. બે દેશોની મુલાકાત બાદ પીએમ નરેન્દ્રો મોદી શનિવારે દિલ્હી પરત ફર્યા હતા. એરપોર્ટ પર જનતાને સંબોધતા તેમણે કહ્યું કે, “સંપૂર્ણ ભારત દેશ G20 સમિટનો યજમાન છે, પરંતુ મહેમાનો દિલ્હી આવી રહ્યા છે.” આ સમિટને સફળ બનાવવી એ દિલ્હીવાસીઓની વિશેષ જવાબદારી છે. દેશની પ્રતિષ્ઠાને સહેજ પણ ખરડાય નહીં તેની તેમણે ખાતરી કરવી પડશે.

ખાલિસ્તાન સમર્થકોએ દિલ્હીના શિવાજી પાર્ક, મહારાજા સૂરજમલ સ્ટેડિયમ, ગવર્નમેન્ટ સર્વોદય બાલ વિદ્યાલય નાંગલોઇ, માદીપુર, પશ્ચિમ બિહાર, ઉદ્યોગ નગર, પંજાબી બાગ અને નાંગલોઇ મેટ્રો સ્ટેશન પર દેશ વિરોધી લખાણ લખ્યા છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર જે મેટ્રો સ્ટેશનો પર ખાલિસ્તાની સમર્થક લખાણ લખવામાં આવ્યા છે ત્યા પોલીસ પહોચી ગઇ છે અને આવા લખાણ ભૂંસવાની કામગીરી થઇ રહી છે. મેટ્રો પોલીસનું કહેવુ છે કે, આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે. ઘટના બાદ શિખ ફોર જસ્ટિસના ભાગેડુ આતંકી ગુરપતવંત સિંહ પન્નુનો એક વીડિયો જારી કરવામાં આવ્યો છે, જેમાં ઘણા મેટ્રો સ્ટેશનોની દિવાલ પર દેશ વિદેશી લખાણ દેખાય છે.

આ પણ વાંચો |  G-20 વિદેશ મંત્રીઓની બેઠક પછી કોઈ સંયુક્ત સંદેશા વ્યવહાર નહી: બે વિવાદિત ફકરા શું હતા?

શીખ ફોર જસ્ટિસ સંગઠન (Sikh For Justice)

શીખ ફોર જસ્ટિસ સંગઠનની શરૂઆત અમેરિકામાં વર્ષ 2007માં થઇ હતી. આ સંગઠનની એક ઓફિસ કેનેડામાં છે. બ્રિટન સહિત કેટલાંક અન્ય સ્થળોએ પણ આ સંગઠનના લોકો રહે છે. આ અલગતાવાદી સંગઠનનો ઉદ્દેશ્ય પંજાબમાં અલગ ખાલિસ્તાન બનાવવાનો છે. અમેરિકામાં વિકલ ગુરપંતવંત સિંહ પન્નુ SFJના પ્રમુખ બહેરા છે જે સતત ભારત વિરોધી ગતવિધિઓના પગલે ચર્ચામાં રહે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ