Delhi-Mumbai Expressway : લોકસભા ચૂંટણી 2024 પહેલા કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ હાઈવે મંત્રી નીતિન ગડકરી દેશને વધુ એક ભેટ આપવા જઈ રહ્યા છે. નીતિન ગડકરીએ શનિવારે આ અંગે માહિતી આપી હતી. બીજેપી નેતાએ કહ્યું કે, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે ફેબ્રુઆરી 2024 સુધીમાં તૈયાર થઈ જશે. બંને મેટ્રો શહેરો વચ્ચેનો મુસાફરીનો સમય ઘટીને 12 કલાક થઈ જશે
દેશમાં રોડ રૂટના વિસ્તરણનું વર્ણન કરતાં ગડકરીએ કહ્યું, “આપણા દેશમાં 65 લાખ કિલોમીટરનું રોડ નેટવર્ક છે. અમે કાશ્મીરથી કન્યાકુમારી સુધી રોડ બનાવી રહ્યા છીએ. અમે દરેક હાઇવે અને એક્સપ્રેસ વે પર પૈસા બચાવ્યા છે. અમારી પાસે એકલા દિલ્હીમાં 65,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ છે.” તેમણે કહ્યું, “પિથોરાગઢથી માનસરોવર સુધીના રસ્તાનું 90% કામ પૂર્ણ થઈ ગયું છે. પંજાબના અમૃતસરથી ગુજરાતના ભાવનગર સુધીનો પ્રોજેક્ટ વિશાળ છે. આ રોડ મનાલીથી શરૂ થશે અને તેમાં પાંચ ટનલ હશે.
ભવિષ્યમાં ઈ-વાહનોની કિંમતમાં ઘટાડો થશે
કેન્દ્રીય મંત્રીએ કહ્યું, ‘અમે સુરતથી નાશિક, નાસિકથી અહેમદનગર અને ત્યાંથી સોલાપુર સુધી નવો ગ્રીન હાઈવે બનાવી રહ્યા છીએ. અમે મ્યાનમાર, બાંગ્લાદેશ અને ભૂતાન માટે રસ્તાઓ બનાવી રહ્યા છીએ. અમે નેપાળ જવા માટે પણ એક રસ્તો પણ બનાવી રહ્યા છીએ.” ઈ-વાહનોનો ઉલ્લેખ કરતાં ગડકરીએ કહ્યું, “જો તમે પેટ્રોલ અને ડીઝલ વાહનો પર દર મહિને રૂ. 30,000 ખર્ચો છો, તો તમે ઇલેક્ટ્રિક વાહન પર રૂ. 2,000 ખર્ચી શકો છો. આવનારા દિવસોમાં ઈ-વાહનોની કિંમતમાં ઘટાડો થશે.”
દ્વારકા એક્સપ્રેસ હાઈવે પર CAG ના રિપોર્ટ પર પૂછવામાં આવેલા પ્રશ્ન પર ગડકરીએ કહ્યું, ‘આ 29 કિમીનો હાઈવે છે. તેમાં 6 લેન ટનલ છે. તેના ટેન્ડરો જે નીકાળવામાં આવ્યા હતા તે 206 કરોડ પ્રતિ કિલોમીટરના હતા. આ સમગ્ર પ્રોજેક્ટમાં અમે ખર્ચમાં 12 ટકાનો ઘટાડો કર્યો છે. તે સંપૂર્ણ 563 કિમીનો સિંગલ લેન રોડ છે. હું તમને અને વિપક્ષના નેતાઓને પડકાર આપું છું કે, એકવાર તમે સાબિત કરો કે, આમાં ભ્રષ્ટાચાર છે, પછી તમે જે કહેશો તે હું કરીશ.
આ પણ વાંચો – Chandrayaan-3 & Luna 25 : ચંદ્રયાન-3 અને લુના 25 ચંદ્ર પર ઉતરવા તૈયાર, તમારા મનના – બે મહત્ત્વના પ્રશ્નો અને જવાબો
‘ભ્રષ્ટાચાર મળે તો હું કોઈપણ સજા ભોગવવા તૈયાર છું’
ગડકરીએ કહ્યું કે, મને મોદીજીના નેતૃત્વમાં 50 લાખ કરોડનું કામ કરવાનો મોકો મળ્યો, જો ક્યાંય પણ ભ્રષ્ટાચાર જોવા મળે તો હું કોઈપણ સજા ભોગવવા તૈયાર છું. આ એક્સપ્રેસ વેમાં ત્રણ લેવલ ઇન્ટરચેન્જ છે. આના માટે તો અમને કેગ દ્વારા પ્રમાણપત્ર મળવું જોઈએ. ગડકરીએ કહ્યું કે, દ્વારકા એક્સપ્રેસ વે 563 કિલોમીટરનો સિંગલ લેન રોડ છે. જો ડબલ લેન ગણીએ તો તેની અડધો થાય. હું દિલ્હીમાં 65 હજાર કરોડનું કામ કરી રહ્યો છું. દ્વારકા એક્સપ્રેસ હાઇવે આગામી 3-4 મહિનામાં ખુલશે. લોકો આને 100 વર્ષ સુધી ભૂલી શકશે નહીં.





