દિલ્હી વટહુકમ: કેજરીવાલ સાથે કેસીઆરએ પણ મોદીને વટહુકમ પાછો ખેંચવા કહ્યું: 'આ મને કટોકટીની યાદ અપાવે છે'

Delhi ordinance : દિલ્હીમાં વટહુકમ મામલે ભાજપ (BJP) ને સબક શિખવાડવા આપ સરકાર અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) અન્ય રાજકીય પાર્ટીનું સમર્થન મેળવવા ભારતના પ્રવાસે છે. ત્યારે બીઆરએસ (BRS) ચીફ કે ચંદ્રશેખર રાવ (K Chandrashekhar Rao) સાથે મુલાકાત કરી, કેસીઆરએ કેજરીવાલને સમર્થન આપવાનું કહ્યું.

Delhi ordinance : દિલ્હીમાં વટહુકમ મામલે ભાજપ (BJP) ને સબક શિખવાડવા આપ સરકાર અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) અન્ય રાજકીય પાર્ટીનું સમર્થન મેળવવા ભારતના પ્રવાસે છે. ત્યારે બીઆરએસ (BRS) ચીફ કે ચંદ્રશેખર રાવ (K Chandrashekhar Rao) સાથે મુલાકાત કરી, કેસીઆરએ કેજરીવાલને સમર્થન આપવાનું કહ્યું.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Delhi ordinance

દિલ્હી વટહુકમ મામલો

શ્રીનિવાસ જનિયાલા : રાષ્ટ્રીય રાજધાનીમાં વહીવટી સેવાઓના નિયમન માટે કેન્દ્રના વટહુકમને લઈને આમ આદમી પાર્ટી (AAP) અને ભાજપ વચ્ચે વધતી જતી તકરાર વચ્ચે, દિલ્હીના મુખ્ય પ્રધાન અને AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલે શનિવારે તેલંગાણાના મુખ્ય પ્રધાન અને ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) સાથે મુલાકાત કરી હતી. ચીફ કે ચંદ્રશેખર રાવ - કેસીઆરે કહ્યું, આ વટહુકમ "ઇન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી કટોકટીના સમયની યાદ અપાવે છે".

Advertisment

કેસીઆરએ કેજરીવાલ સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વટહુકમ પાછો ખેંચવા વિનંતી કરું છું. તે કટોકટી પહેલાના દિવસો જેવું લાગે છે. મોદી સરકાર દિલ્હી રાજ્યના લોકોનું અપમાન કરી રહી છે અને આમ આદમી પાર્ટીની લોકપ્રિય લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારનું ગળું દબાવી રહી છે. આવા વટહુકમો લોકશાહી માટે ખતરો છે, લોકશાહી માટે પડકાર છે." આ પીસીમાં પંજાબના સીએમ ભગવંત માન અને તેમના અન્ય પક્ષના સાથીદારો સંજય સિંહ અને રાઘવ ચઢ્ઢા પણ હતા.

અમે સંસદમાં આવા વટહુકમ વિરુદ્ધ લડીશું. જો ભાજપ આ અલોકતાંત્રિક પ્રવૃત્તિઓ કરવાનું બંધ નહીં કરે તો જનતા તેમને પાઠ ભણાવશે. કર્ણાટકમાં લોકોએ ભાજપને પાઠ ભણાવ્યો છે. દેશના લોકો આ બધુ જોઈ રહ્યા છે," રાવે કહ્યું, BRS વટહુકમ સામેની લડાઈમાં AAPને સમર્થન કરશે. તેમણે અન્ય ભાજપ વિરોધી પક્ષોને પણ સમર્થન આપવા વિનંતી કરી હતી.

ભાજપ સરકાર પર પ્રહાર કરતા કેસીઆરે આરોપ લગાવ્યો કે, “મોદી સરકાર હેઠળ લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી રાજ્ય સરકારો પર હુમલો કરવા સાથે ઉત્પીડન, અવાજ દબાવવા એજન્સીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. AAP સરકારને એક નહીં પરંતુ ત્રણ વખત સારી બહુમતી મળી છે, પરંતુ કામ કરવા દેવામાં આવી રહ્યું નથી. મોદી સરકારે દિલ્હી પર વટહુકમ લાવીને સુપ્રીમ કોર્ટના નિર્ણયને પલટી નાખ્યો છે અને લાગે છે કે, આપણે ઈમરજન્સીના કાળા દિવસો તરફ જઈ રહ્યા છીએ.

Advertisment

કેજરીવાલે કહ્યું કે, તેઓ વટહુકમ સામે સમર્થન મેળવવા વિપક્ષી નેતાઓને મળવા દેશવ્યાપી પ્રવાસ પર છે. “આ લોકશાહી બચાવવાની લડાઈ છે, બંધારણ બચાવવાની લડાઈ છે. રાજ્યસભામાં ભાજપ પાસે બહુમતી નથી અને જો તમામ બિન-ભાજપ પક્ષો એક થાય તો અમે રાજ્યસભામાં વટહુકમને હરાવી શકીએ છીએ અને આનાથી આખા દેશને સંદેશ જશે કે, ભાજપને હરાવી શકાય છે, મોદીને હરાવી શકાય છે. આ વટહુકમને રદ્દ કરવાની લડાઈ 2024ની ચૂંટણી પહેલા સેમીફાઈનલ હશે અને જો આપણે આ વટહુકમને હરાવીશું તો ભાજપને પણ હરાવી શકીશું. મોદી સરકાર સુપ્રીમ કોર્ટના ચુકાદાને પણ માન આપતી નથી,” એવો તેમણે આરોપ લગાવ્યો.

દિલ્હીના સીએમએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, મોદી સરકાર કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ "બિન-ભાજપ શાસિત રાજ્ય સરકારોને આતંકિત કરવા અથવા ચૂંટાયેલી સરકારોને ઉથલાવી પાડવા માટે અને ધારાસભ્યોને ખરીદવા" કરી રહી છે. તેમણે કહ્યું, 'વડા પ્રધાનને લાગે છે કે તમામ રાજ્યોના રાજ્યપાલોથી દેશ ચલાવી શકાય છે, તો પછી વિધાનસભા ચૂંટણી કરાવવાની પણ શું જરૂર છે? રાજ્યપાલોની દખલગીરીને કારણે ભાજપ કોઈપણ બિન-ભાજપ સરકારને સરળતાથી ચાલવા દેતી નથી.

આ પણ વાંચો - સંસદમાં સ્થાપિત થનાર ‘સેંગોલ’ના સર્જક વુમ્મિડી પરિવારનું સમ્માન કરાશે, મદ્રાસથી નહેરુને મોકલવામાં આવેલી ખાસ ભેટનો રસપ્રદ ઇતિહાસ

શનિવારે દિલ્હીમાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં ઘણા બિન-ભાજપ મુખ્ય પ્રધાનો સામેલ ન થયા તેનો ઉલ્લેખ કરતા, સીએમ માને જણાવ્યું હતું કે "કેન્દ્રએ તેમના વચનો પાળ્યા નથી." તેમણે કહ્યું, 'કેન્દ્રની ભાજપ સરકાર બેઠકો કરે છે પરંતુ, કરે છે એજ જે તે કરવા માંગે છે. તેમણે છેલ્લી મીટિંગ પછી પંજાબને કંઈ જ જાહેર કરવામાં આવ્યું નથી."

ડિસક્લેઈમર : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, ઓરિજનલ કન્ટેન્ટ વાંચવા માટે અહીં ક્લિક કરો

દિલ્હી ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ અરવિંદ કેજરીવાલ Express Exclusive દેશ આપ ભાજપ PM Narendra Modi