Delhi Ordinance : કોંગ્રેસ અને AAP એકમત થયા, તો પણ રાજ્યસભામાંથી પાસ થઈ શકે છે 'દિલ્હી વટહુકમ', સમજો આખું ગણિત

Delhi Ordinance : સંસદ ચોમાસુ સત્ર (Parliament Monsoon Session) માં ભાજપ (BJP) દિલ્હી વટહુકમ પસાર કરી શકે છે. આ મામલે આપ (AAP)ને કોંગ્રેસ (Congress) સહિત કેટલીક પાર્ટીનું સમર્થન મળ્યું છે. તો જોઈએ ભાજપ અને વિપક્ષ કોણ રાજ્યસભા અને લોકસભા બંને ગૃહમાં મજબુત સ્થિતિમાં.

Delhi Ordinance : સંસદ ચોમાસુ સત્ર (Parliament Monsoon Session) માં ભાજપ (BJP) દિલ્હી વટહુકમ પસાર કરી શકે છે. આ મામલે આપ (AAP)ને કોંગ્રેસ (Congress) સહિત કેટલીક પાર્ટીનું સમર્થન મળ્યું છે. તો જોઈએ ભાજપ અને વિપક્ષ કોણ રાજ્યસભા અને લોકસભા બંને ગૃહમાં મજબુત સ્થિતિમાં.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Delhi Ordinance | BJP | AAP | Congress | Rajya Sabha | Lok Sabha

ભાજપ દિલ્હી વટહુકમ સંસદ ચોમાસુસત્રમાં પસાર કરાવી શકે છે, આપ-કોંગ્રેસ શું કરશે? (ફોટો - અમિત શાહ ટ્વીટર)

Delhi Ordinance : દિલ્હી વટહુકમને લઈને આમ આદમી પાર્ટી અને ભાજપ સામ સામે આવી ગયેલા છે. દિલ્હીના અધ્યાદેશને લઈને આમ આદમી પાર્ટીને કોંગ્રેસનું સમર્થન મળ્યું છે. હવે કેન્દ્ર સરકાર આ વટહુકમને મોનસૂન સત્રમાં જ સંસદમાં પસાર કરાવવા માટે લાવી શકે છે. ભાજપ પાસે લોકસભામાં બહુમતી છે, પરંતુ રાજ્યસભામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જો કે તે બીજુ જનતા દળ અને YSR કોંગ્રેસ પાર્ટીના સ્ટેન્ડ પર પણ ઘણુ નિર્ભર રહેશે. આમ આદમી પાર્ટીએ અનેક વિપક્ષી પાર્ટીઓના નેતાઓને મળ્યા અને વટહુકમ પસાર ન થાય તે માટે તેમનું સમર્થન માંગ્યું. અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે, તેમને ઘણી પાર્ટીઓનું સમર્થન મળ્યું છે.

Advertisment

રાજ્યસભામાં સમીકરણ બદલાશે

રાજ્યસભાની 11 બેઠકો પર 24 જુલાઈએ મતદાન થવાનું છે. ભાજપની સીટો 92 થી વધીને 93 થશે જ્યારે કોંગ્રેસની સીટો 31 થી ઘટીને 30 થશે. ભાજપ અને સહયોગીઓની બેઠકો મળીને 105 થશે. રાજ્યસભાની કુલ 245 બેઠકોમાંથી 24 જુલાઈ પછી 7 બેઠકો ખાલી રહેશે. જમ્મુ અને કાશ્મીરમાંથી ચાર, નામાંકિતની બે અને ઉત્તર પ્રદેશમાંથી એક બેઠક ખાલી પડશે. એટલે કે 24 જુલાઈ પછી ગૃહની સંખ્યા 238 અને બહુમતનો આંકડો 123 થઈ જશે. હવે જો વાત દિલ્હીના વટહુકમની કરીએ તો, ભાજપને પાંચ નામાંકિત અને બે નિર્દલિય સભ્યોનું સમર્થન મળવાનુ પણ નક્કી છે. આ આંકડો પણ જોડી દઈએ તો ભાજપ સરકારના પક્ષમાં 112 સાંસદ છે.

જો આવું બને તો પાસ થઈ જશે વટહુકમ?

કેન્દ્ર સરકાર દિલ્હી વટહુકમ અંગે બીએસપી, જેડીએસ અને ટીડીપીના એક-એક સાંસદના સમર્થનની પણ અપેક્ષા રાખી રહી છે. બધાની નજર BJD અને YSR કોંગ્રેસ પર છે. તેમના મત ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. બંને પક્ષો પાસે 9-9 સભ્યો છે. બીજેડીનું કહેવું છે કે, ચર્ચા છે કે આ બંને પક્ષો ગૃહમાંથી બહાર નીકળી ગયા હતા, જેના કારણે કેન્દ્ર સરકારની મુશ્કેલીઓ ઓછી થઈ છે. એટલું જ નહીં, બે નામાંકિત સાંસદોની જગ્યાઓ પણ ખાલી છે. જો સરકાર આના પર પણ બે સભ્યોની નિમણૂક કરે તો સરકારની તરફેણમાં સંખ્યા 114 પર પહોંચી જશે.

દિલ્હી ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ Express Exclusive દેશ આપ congress ભાજપ