Live

Chaitanya Anand Swami : દિલ્હી પોલીસે ચૈતન્યાનંદની આગ્રા માંથી ધરપકડ કરી, 17 મહિલાની જાતીય સતામણીનો આરોપ

Chaitanya Anand Swami Case : ચૈતન્યાનંદ સરસ્વતી પર દિલ્હીની એક સંસ્થાની 17 વિદ્યાર્થીનીઓ સાથે યૌન શોષણ કરવાનો આરોપ છે. અદાલતે ચૈતન્યાનંદની અગ્રીમ જમાનત અરજી પણ ફગાવી દીધી છે.

Written by Ajay Saroya
Updated : September 29, 2025 11:13 IST
Chaitanya Anand Swami : દિલ્હી પોલીસે ચૈતન્યાનંદની આગ્રા માંથી ધરપકડ કરી, 17 મહિલાની જાતીય સતામણીનો આરોપ
Chaitanya Anand Swami Arrested : ચૈતન્યાનંદ સ્વામીની ધરપકડ કરવામાં આવી છે. (Express Photo)

Chaitanya Anand Swami Arrested : દિલ્હી પોલીસે ગઈકાલે મોડી રાત્રે આગ્રાથી ચૈતન્યાનંદ સરસ્વતી ઉર્ફે પાર્થ સારથીની ધરપકડ કરી હતી. ચૈતન્યાનંદ પર ઇડબ્લ્યુએસ શિષ્યવૃત્તિ હેઠળ પીજીડીએમ અભ્યાસક્રમો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓની છેડતી અને છેતરપિંડી કરવાનો આરોપ છે. ચૈતન્યાનંદ સ્વમી પર 17 મહિલાઓની જાતીય સતામણી કરવાનો આરોપ મૂકાયો છે.

સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, દિલ્હી પોલીસે ચૈતન્યાનંદની રાત્રે આગ્રાની એક હોટલમાંથી ધરપકડ કરી હતી. પોલીસની ટીમ તેને દિલ્હી લાવી રહી છે. ચૈતન્યાનંદ દિલ્હી પહોંચતાની સાથે જ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

દિલ્હી પોલીસે બેંક ખાતા પણ ફ્રીઝ કર્યા

આ પહેલા શુક્રવારે દિલ્હી પોલીસે ચૈતન્યાનંદ સરસ્વતી સાથે સંબંધિત લગભગ આઠ કરોડ રૂપિયાની લેવડદેવડ અટકાવી દીધી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે આ રકમ 18 બેંક ખાતા અને 28 ફિક્સ્ડ ડિપોઝિટના રૂપમાં છે.

તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર, આ પૈસા સરસ્વતીએ સ્થાપેલા ટ્રસ્ટના છે. પોલીસે જણાવ્યું હતું કે ખાતાઓ દ્વારા ટ્રાન્ઝેક્શન પર પ્રતિબંધ આરોપીઓના નાણાકીય વ્યવહારોની તપાસનો એક ભાગ છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ ટ્રાન્ઝેક્શનને છુપાવવા માટે વિવિધ નામો હેઠળ ઘણા બેંક ખાતાઓનો ઉપયોગ કર્યો હતો.

આરોપીની અદાલતમાં આગોતરા જામીન માટે અપિલ

ચૈતન્યાનંદ ઉપર આક્ષેપો સામે આવ્યા ત્યાર બાદ તે ગુમ હતો. તેણે શુક્રવારે દિલ્હીની એક કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી પણ કરી હતી, પરંતુ કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી.

આ કેસની સુનાવણી કરતા એડિશનલ સેશન્સ જસ્ટિસ હરદીપ કૌરે જણાવ્યું હતું કે, હાલના કેસની તપાસ હજી પ્રારંભિક તબક્કામાં છે અને તપાસ અધિકારીને છેતડી, છેતરપિંડી, ષડયંત્ર અને ભંડોળના દુરુપયોગની સંપૂર્ણ સાંકળ શોધવા માટે અરજદાર/આરોપીની કસ્ટોડિયલ પૂછપરછની જરૂર છે. તપાસ અધિકારીના જણાવ્યા અનુસાર, અરજદાર / આરોપી તેના આપેલા સરનામાં પર ઉપલબ્ધ નથી અને તેનો મોબાઇલ ફોન બંધ છે. ”

જસ્ટિસ હરદીપ કૌરે કહ્યું કે, આક્ષેપોની ગંભીરતા અને ગુનાને ધ્યાનમાં રાખીને કોર્ટે અરજદાર / આરોપીને અગ્રીમ જમાનત આપવાના પક્ષમાં નથી. આથી હાલની જામીન અરજી ફગાવી દેવામાં આવે છે. ”

ચૈતન્યાનંદ વિરુદ્ધ શું આરોપ છે?

ચૈતન્યાનંદ પર દિલ્હીની એક ખાનગી મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના 17 વિદ્યાર્થીઓ સાથે જાતીય સતામણી કરવાનો આરોપ પણ નોંધવામાં આવ્યો છે.

દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે તેની તપાસમાં બહાર આવ્યું છે કે ચૈતન્યાનંદે કથિત રીતે સંસ્થા પર પોતાનું નિયંત્રણ મજબૂત કર્યું હતું અને જગદગુરુ શંકરાચાર્ય મહાસંસ્થાનમ દક્ષિણનામનામાય શ્રી શારદા પીઠમની સંપત્તિ આર્થિક લાભ માટે ખાનગી કંપનીઓને ભાડે આપી હતી.

એક અધિકારીએ જણાવ્યું કે, તેણે કથિત રીતે આ પૈસાનો ઉપયોગ મોંઘા વાહનો ખરીદવા માટે કર્યો હતો. ”

પોલીસે જણાવ્યું હતું કે ચૈતન્યાનંદ પાસેથી અત્યાર સુધીમાં બે કાર મળી આવી છે જેમાં નકલી ડિપ્લોમેટિક નંબર પ્લેટ ’39 યુએન 1′ રજિસ્ટર્ડ છે અને માર્ચમાં તેણે ખરીદેલી બીએમડબલ્યુ છે. (ઇનપુટ્સ – એએનઆઈ / એએનઆઈ ભાષા)

Live Updates
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ