પ્રગતિ મેદાન ટનલ લૂંટ કેસ : સાત આરોપીઓની ધરપકડ, 5 લાખ રૂપિયા મળી આવ્યા, ત્રણ દિવસ કરી હતી રેકી

Pragati Maidan Tunnel Robbery : લૂંટ માટે આ જગ્યાને એટલા માટે પસંદ કરવામાં આવી હતી કારણ કે તેમને વિશ્વાસ હતો કે ટનલની અંદર બીજી ગાડીઓ રોકાશે નહીં

Pragati Maidan Tunnel Robbery : લૂંટ માટે આ જગ્યાને એટલા માટે પસંદ કરવામાં આવી હતી કારણ કે તેમને વિશ્વાસ હતો કે ટનલની અંદર બીજી ગાડીઓ રોકાશે નહીં

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Delhi Pragati Maidan Tunnel Robbery, Delhi, Pragati Maidan Tunnel Robbery

શનિવારે (24 જૂન) દિલ્હીના પ્રગતિ મેદાન નજીક એક ટનલમાં ડિલિવરી એજન્ટની લૂંટના મામલે સાત લોકોની ધરપકડ કરવામાં આવી (photo – ANI)

Delhi Pragati Maidan Tunnel Robbery : શનિવારે (24 જૂન) દિલ્હીના પ્રગતિ મેદાન નજીક એક ટનલમાં ડિલિવરી એજન્ટની લૂંટના મામલે સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને આરોપીઓ પાસેથી 5 લાખ રૂપિયા પણ મળી આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર આ લૂંટનો માસ્ટર માઈન્ડ બુરારીનો રહેવાસી 25 વર્ષીય ઉસ્માન છે. તે દેવામાં ડૂબી ગયો હતો અને તેણે લૂંટથી મોટી રકમ વસૂલવાની યોજના બનાવી હતી.

Advertisment

પિતરાઇ ભાઇની પણ ગુનામાં મદદ લીધી

દિલ્હીના સ્પેશિયલ સીપી ક્રાઈમ બ્રાન્ચ રવિન્દર યાદવે જણાવ્યું હતું કે આ કામમાં તેણે પોતાના પિતરાઈ ભાઈ ઈરફાનની પણ મદદ લીધી હતી. આ સિવાય લોની, બાગપતના પણ ઘણા લોકો હતા. ડીજેબી આદર્શ નગરમાં કામ કરતો મિકેનિક અનુજ મિશ્રા ઉર્ફે સનકી અને શાકભાજી વેચનાર સુમિત ઉર્ફે આકાશ પણ આ ષડયંત્રમાં સામેલ હતો.

આ પણ વાંચો - 22 સેકન્ડ, 4 લૂંટારું.. દિલ્હીમાં પ્રગતિ મેદાન ટનલમાં ધોળા દિવસે ફિલ્મી સ્ટાઇલમાં લૂંટ, જુઓ video

ત્રણ દિવસ સુધી રેકી કરી હતી

પોલીસના મતે ઘટનાના અન્ય માસ્ટરમાઇન્ડ પ્રદીપ અને બાલાની પૂર્વી યુપીથી ધરપકડ કરી હતી. ઘટનાને અંજામ આપવા માટે આરોપીઓએ ત્રણ દિવસ સુધી રેકી કરી હતી. લૂંટ માટે આ જગ્યાને એટલા માટે પસંદ કરવામાં આવી હતી કારણ કે તેમને વિશ્વાસ હતો કે ટનલની અંદર બીજી ગાડીઓ રોકાશે નહીં.

Advertisment

ઘટના પછી સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે મોટરસાઇકલ સવાર ચાર લુટારા ચાંદની ચૌક સ્થિત ઓમિયા ઇન્ટરપ્રાઇઝના ડિલિવરી એજન્ટ અને તેના સહયોગીની કેબને રોકે છે અને બન્ને પાસે બંદૂકની અણીએ રૂપિયાથી ભરેલી બેગ લઇને ભાગી જાય છે. આ ઘટનાને ત્યારે અંજામ આપવામાં આવ્યો હતો જ્યારે બન્ને રૂપિયા આપવા માટે કેબથી ગુરુગ્રામ જઈ રહ્યા હતા. વધી રહેલા લૂંટ અને ગુનાની ઘટના પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ચિંતા વ્યક્ત કરતા ઉપ રાજ્યપાલ વિનય સક્સેનાના રાજીનામાની માંગણી કરી હતી.

દિલ્હી ટ્રેન્ડિંગ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ દેશ