Delhi rain alert: દિલ્હીમાં વરસાદે 41 વર્ષનો રેકોર્ડ તોડ્યો, રાજસ્થાનમાં ચારના મોત, હિમાચલ પ્રદેશમાં રેડ એલર્ટ

IMD Monsoon rain alert: ભારતીય હવામાન વિભાગના જણાવ્યા વેર્સ્ટ ડિસ્ટર્બન્સને અને વરસાદી પવોને કારણે દેશના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં ભારેથી અતિ બારે વરસાદ પડી રહ્યો છે.

Written by Ajay Saroya
July 09, 2023 14:08 IST
Delhi rain alert: દિલ્હીમાં વરસાદે 41 વર્ષનો રેકોર્ડ તોડ્યો, રાજસ્થાનમાં ચારના મોત, હિમાચલ પ્રદેશમાં રેડ એલર્ટ
દિલ્હીમાં ભારે વરસાદ બાદ રોડ રસ્તાઓ પર પાણી ભરાયા (Express photo by Praveen Khanna)

rain alert IMD weather update : સમગ્ર દેશમાં ચોમાસાની અસર જોવા મળી રહી છે. ઘણા રાજ્યોમાં ભારે વરસાદ સ્વરૂપે આભમાંથી આફત વરસી રહી છે. શનિવારે ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા ભાગોમાં ભારે વરસાદ થયો હતો. રાજસ્થાનમાં વરસાદના કારણે અલગ-અલગ ઘટનાઓમાં ચાર લોકોના મોત થયા છે. ઉત્તર પ્રદેશમાં વીજળી પડવાથી 3 લોકોના મોત થયા છે અને 3 લોકો ઘાયલ થયા છે. ઘાયલોની સારવાર ચાલુ છે. મૃતકોના પરિજનોને 4-4 લાખ રૂપિયા આપવામાં આવશે.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા વેર્સ્ટ ડિસ્ટર્બન્સને અને વરસાદી પવોને કારણે દેશના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. રાજસ્થાનના ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે, જેનાથી 24 કલાકમાં અલગ-અલગ ઘટનાઓમાં 4 લોકોના મોત થયા છે.

ભારે વરસાદથી કુલ્લુ-મનાલી માર્ગ પર ઘણા સ્થળોએ પથ્થરો પડવાથી અને રામશિલાની નજીક વ્યાસ નદીમાં જળસ્તર વધવાથી કુલ્લુ અને મનાલીથી અટલ ટનલ અને રોહતાંગ તરફ વાહનોની અવરજવર સંપૂર્ણ બંધ થઇ ગઇ છે.

રાજસ્થાનમાં 4ના મોત

રાજસ્થાનમાં ભારે વરસાદ પડી રહ્યો છે. પોલીસે જણાવ્યું કે, ચિત્તોડગઢમાં વીજળી પડવાથી એક મહિલા અને એક પુરુષનું મોત થયું હતું, જ્યારે સવાઈ માધોપુરમાં અલગ-અલગ ઘટનાઓમાં બે લોકો ડૂબી ગયા હતા. ચિત્તોડગઢ જિલ્લામાં, સમેલિયા માજરા ગામના હીરાલાલ ભીલ અને પાલખેડી ગામના કેસર બાઈનું વીજ કરંટથી મૃત્યુ થયું હતું. પોલીસે માહિતી આપી છે કે સવાઈ માધોપુર જિલ્લાના સલેમપુર ગામના બ્રહ્મ ગુર્જર શનિવારે ગંગાપુર શહેરમાં પાણી ભરેલા રેલવે અંડરપાસમાં ડૂબી ગયા હતા. બીજી તરફ શુક્રવારે સાંજે ઇસરડા ડેમમાં ન્હાવા જતા રામપ્રકાશ ગુર્જરનું ડૂબી જવાથી મોત થયું હતું.

કયા રાજ્યોમાં વરસાદ અને એલર્ટ

હવામાન વિભાગે રવિવારે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. સોમવાર સુધી જમ્મુ અને કાશ્મીરમાં છૂટાછવાયા સ્થળોએ અને પૂર્વ રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પંજાબમાં રવિવાર સુધી ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે.

કાશ્મીરના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ છે. જેના કારણે થોડાંક જ કલાકોમાં ઝેલમ નદી અને તેની સહાયક નદીઓનું જળસ્તર ઝડપથી વધી ગયું. આ દરમિયાન વહીવટી તંત્રે નદીની આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને નદીની પાસે ન જવા સૂચના આપી છે.

દિલ્હીમાં વરસાદે 31 વર્ષનો રેકોર્ડ તોડ્યો

દિલ્હીમાં ભારે વરસાદથી આફત સર્જાઇ છે. દિલ્હીમાં રવિવાર સવારે 8.30 કલાક સુધીના 24 કલાકમાં 153 એમએમ વરસાદ પડ્યો છે. જો કે 1982 બાદ જુલાઇ મહિનામાં એક દિવસમાં રેકોર્ડબ્રેક વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે એલર્ટ આપતા દિલ્હી સરકાર એક્શન મોડમાં છે.

ભારે વરસાદથી ઘણા સ્થળોએ પાણી ભરાઇ ગયા છે, સ્થિતિને ગંભીરતાને ધ્યાનમાં રાખી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યુ છે. જેમાં કેજરીવાલે કહ્યુ કે,’કાલે દિલ્હીમાં 126 એમએમ વરસાદ પડ્યો છે. ચોમાસાની સીઝનના કુલ વરસાદનો 15 ટકા માત્ર એક જ દિવસમાં વરસ્યો છે. આજે દિલ્હીના તમામ મંત્રી અને મેયર સમસ્યાવાળા વિસ્તારોનું ઇન્સ્પેક્શન કરે. તમામ વિભાગના અધિકારીઓની રવિવારની રજા રદ, ગ્રાઉન્ડ પર જવાનો આદેશ..’

સતત વરસાદતી દિલ્હીમાં એક ગંભીર ઘટના બની છે. દિલ્હીમા માછલી માર્કેટની નજીક એક મકાનનું ધાબુ પડ્યુ હતુ. આ ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટનામાં 2 બાળકો ઘાયલ થયા હતા તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ