દેવરિયામાં બે પરિવાર વચ્ચે ધીંગાણુ, પાંચ લોકોની હત્યાથી હડકંપ, શું છે સમગ્ર મામલો? ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું

deoria 6 people killed UP : ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના દેવરીયા જિલ્લાના રુદ્રપુર ગામ (Rudrapur Village) માં બે પરિવાર વચ્ચે જમીન વિવાદને લઈ લોહીયાળ ખેલ ખેલાયો, જેમાં છ લોકોના મોત થયા છે. ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું.

Written by Kiran Mehta
Updated : October 02, 2023 15:12 IST
દેવરિયામાં બે પરિવાર વચ્ચે ધીંગાણુ, પાંચ લોકોની હત્યાથી હડકંપ, શું છે સમગ્ર મામલો? ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું
ઉત્તર પ્રદેશના દેવરિયામાં 6 લોકોની હત્યાનો મામલો (ફોટોઃ સોશિયલ મીડિયા)

UP Crime : ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લામાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે. જ્યાં જમીનના વિવાદમાં થયેલા લોહિયાળ સંઘર્ષમાં છ લોકોની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે. મૃત્યુ પામેલાઓમાં એક પૂર્વ જિલ્લા પંચાયત સભ્યનો પણ સમાવેશ થાય છે. હાલમાં, પોલીસતંત્રએ પાંચ લોકોના મોતના આંકડા અંગે કંઈ કહ્યું નથી. આ મામલો રૂદ્રપુર કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારના ફતેહપુર ગામનો છે. જ્યાં જમીન બાબતે ગામમાં પરિવારો વચ્ચે જૂની લડાઈ ચાલી રહી હતી અને તે લોહિયાળ સંઘર્ષમાં પરિણમી હતી. બંને તરફથી તીક્ષ્ણ હથિયારોથી હુમલા થયા, પથ્થરો ફેંકાયા અને આ દરમિયાન ઘણા લોકો માર્યા ગયા.

શું છે સમગ્ર મામલો

આ મામલો જૂના જમીન વિવાદ સાથે જોડાયેલો છે. આજે સવારે ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાના ફતેહપુર પાસેના રૂદ્રપુર ગામમાં ફરી એકવાર વિવાદને લઈને બંને પરિવારો સામસામે આવી ગયા અને સંઘર્ષ એટલો લોહિયાળ બન્યો કે 5 લોકોએ જીવ ગુમાવ્યા. આ ઘટનાનો સમગ્ર પ્રદેશને પડઘો પડ્યો છે અને જમીન વિવાદને લઈને લાંબા સમયથી ચાલતી દુશ્મનાવટ ફરી શરૂ કરી છે.

આ ઘટના ઉભરતા જમીન વિવાદની પૃષ્ઠભૂમિ સામે પ્રગટ થઈ હતી અને છ લોકોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી, ત્યારે તણાવ એક દુ:ખદ પરાકાષ્ઠા પર પહોંચ્યો હતો. આ ભયાનક ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છે અને વધતા તણાવને જોતા ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ મામલાની સંપૂર્ણ તપાસ કરવા માટે સ્થળ પર પહોંચી ગયા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું પ્રસરી ગયું છે અને ગામમાં અશાંતિ અને તંગદિલીનો માહોલ છે.

બીજી તરફ, રવિવારે યુપીના શાહજહાંપુર જિલ્લાના જલાલાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં, એક વૃદ્ધ મહિલાને નજીવી તકરાર બાદ યુવક દ્વારા કથિત રીતે લાકડી વડે માર મારવામાં આવ્યો હતો, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને બાદમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. અધિક પોલીસ અધિક્ષક (ગ્રામીણ) સંજીવ વાજપેયીએ જણાવ્યું કે, જલાલાબાદ પોલીસ સ્ટેશન હેઠળના સરાય સાધૌ ગામની રહેવાસી સાવિત્રી (70) સવારે કોઈ કામ માટે રજત નામના વ્યક્તિના ઘરે ગઈ હતી, આ દરમિયાન થોડી બોલાચાલી થઈ હતી. જેના કારણે રજતે મહિલાને લાકડીઓ વડે માર માર્યો હતો.

આ પણ વાંચોTamilnadu Bus Accident : તમિલનાડુમાં ઉટીથી ઉપડેલી બસ ખાડામાં પડી, 8 ના મોત, 35થી વધુ હોસ્પિટલમાં દાખલ

તેમણે કહ્યું કે, ઘાયલ મહિલાને પોલીસ દ્વારા જલાલાબાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાંથી તેને મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવી હતી, આજે સાંજે તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. તેમણે કહ્યું કે, પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. કેસની તપાસ ચાલી રહી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ