જમ્મુ અને કાશ્મીરના ડીજી હેમંત કુમાર લોહિયાની ઘાતકી હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં ‘આતંકવાદી’ એંગલના કોઇ સંકેત નથી અને ઘરનો નોકર જ મુખ્ય આરોપી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસે રાતોરાત સર્ચ ઓપરેશન હાથ ધરી આરોપી યાસિરની ધરપકડ કરી તેની પૂછપરછ આરંભી છે.
DG હેમંત કુમાર લોહિયાનો હત્યારો નોકર
ડીજીની હત્યાની ઘટના અમિત શાહના ત્રિદિવસીય પ્રવાસ દરમિયાન સામે આવી છે. પોલીસે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, તપાસમાં રામબનનો રહેવાસી યુવક યાસિર અહમદ મુખ્ય આરોપી હોવાનો ખુલાસો થયો છે. આ સાથે પોલીસે વિગતવાર જણાવ્યું હતું કે, ઘટના સ્થળે લગાવેલા CCTVમાં આરોપી ગુનાને અંજામ આપી ફરાર થતો નજરે પડ્યો હતો.
DGP દિલબાગ સિંહનું નિવેદનસમગ્ર ઘટના બાદ જમ્મુ અને કાશ્મીરના DGP દિલબાગ સિંહએ DGનો મૃતદેહ મળ્યો હતો તે સ્થળની મુલાકાત લીધી હતી. જે બાદ DGP દિલબાગ સિંહએ કહ્યું કે, લોહિયા થોડા સમયથી તેના મિત્રને ઘરે જ રહેતા હતા અને રાત્રે ભોજન લીધા બાદ તેઓ રૂમમાં ચાલ્યાં ગયા હતા.
જાણો સમગ્ર ઘટના વિશેDGP દિલબાગ સિંહે જણાવ્યું હતું કે, લોહિયાને પગના ભાગમાં ઇજા પહોંચી હતી. જેનો આરોપી નોકરે મલમ લગાવવાની તકે તેના રૂમમાં પ્રવેશ કર્યો હતો. ત્યાર બાદ આરોપીએ રૂમ અંદરથી લોક કરી લોહિયા પર હુમલો કર્યો હતો. તેમજ આરોપીએ DG લોહિયાની હત્યા કરવા માટે કપડામાં આગ લગાવી હતી. જ્યારે આ ઘટના અંગે લોકોને ખ્યાલ આવ્યો તેઓએ તુરંતજ દરવાજો તોડી રૂમની અંદર જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં લોહિયાનો મોત થઇ ગયું હતું.
આ પણ વાંચો: જમ્મુ કાશ્મીરઃ DG જેલ એચકે લોહિયાની ગળું કાપીને હત્યા, લાશને સળગાવવાની કોશિશ
લોહિયાનો હત્યારો માનસિક અસ્થિરઘટનાને અંજામ આપનાર મુખ્ય આરોપી યાસિર અહમદ વિશે DGPએ જણાવ્યું હતું કે, આરોપી યુવક માનસિક રૂપે સ્થિર નથી. આ સાથે તે ડિપ્રેશનનો પણ સામનો કરી રહ્યો છે. આ સિવાય તેનો સ્વભાવ ગુસ્સાવાળો અને આક્રમક છે. પોલીસે વધુમાં જણા્વ્યું હતું કે, યાસિર છેલ્લા છ મહિનાથી અહીંયા કામ કરતો હતો.
આ પણ વાંચો: ગરબા રમી રહેલા 35 વર્ષના યુવકનું મૃત્યુ, આધાતથી પિતાનું પણ કરુણ મોત
હત્યામાં ઉપયોગમાં લેવાયેલ હથિયાર જપ્તજમ્મુના ADGP મુકેશ સિંહે કહ્યું હતું કે, સમગ્ર ઘટનાને લઇ શંકા તો નોકર પર છે. જે હાલ ફરાર છે. જોકે અમે હત્યામાં ઉપયોગમાં લેવામાં આવેલા હથિયારો જપ્ત કરી લીધાં છે. જેના પરથી અનુમાન લગાવવામાં આવ્યું છે કે, આરોપી માનસિક બીમારીનો સામનો કરી રહ્યો છે. હાલ સમગ્ર ઘટના સંદર્ભે વધુ તપાસ શરૂ છે.





