Dhruvastra Missile : ધ્રુવસ્ત્ર મિસાઈલ ચીન-પાકિસ્તાન બોર્ડર પર તૈનાત થશે, શું છે તેની ખાસિયત અને કેટલી ખતરનાક છે?

Dhruvastra Missile : ધ્રુવસ્ત્ર મિસાઈલ ભારતીય સેનામાં જોડાવા જઈ રહી છે, આ ચીન અને પાકિસ્તાન બોર્ડર પર મુકવામાં આવશે. આ મિસાઈલની વિશેષતા અને તેની રેન્જ પણ જબરદસ્ત છે. તો જોઈએ કેવી રીતે ભલ ભલા દુશ્મનના હથિયારને ભુક્કા બોલાવી દેશે.

Dhruvastra Missile : ધ્રુવસ્ત્ર મિસાઈલ ભારતીય સેનામાં જોડાવા જઈ રહી છે, આ ચીન અને પાકિસ્તાન બોર્ડર પર મુકવામાં આવશે. આ મિસાઈલની વિશેષતા અને તેની રેન્જ પણ જબરદસ્ત છે. તો જોઈએ કેવી રીતે ભલ ભલા દુશ્મનના હથિયારને ભુક્કા બોલાવી દેશે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Dhruvastra Missile, Specialty, Range, Indian Army

ધ્રુવસ્ત્ર મિસાઈલની વિશેષતા શું છે

Dhruvastra Missile: સેનાની તાકાત ટૂંક સમયમાં વધુ મજબૂત થવા જઈ રહી છે. ધ્રુવસ્ત્ર મિસાઈલને ભારતીય સેના અને વાયુસેનાના કાફલામાં સામેલ કરવામાં આવશે. સેના આ આધુનિક મિસાઈલને ચીન અને પાકિસ્તાનની સરહદ પર તૈનાત કરવાની છે. તે એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ છે. આ મિસાઈલ ફાઈટર જેટ અને હેલિકોપ્ટરમાં લગાવવામાં આવશે. ભારતીય સેના અને વાયુસેનાએ 24 કલાકમાં બે સફળ પરીક્ષણ કર્યા બાદ મિસાઈલને સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ધુવાસ્ત્ર મિસાઈલને હેલિના તરીકે પણ ઓળખવામાં આવે છે.

Advertisment

શું છે ધ્રુવસ્ત્ર મિસાઈલની ખાસિયત?

ધ્રુવસ્ત્ર મિસાઈલની વિશેષતા એ છે કે, તેને ફાયર કરવું અને તેને ભૂલી જવું. આ મિસાઈલ તેના લક્ષ્યને શોધી અને મારવા માટે જાણીતી છે. આ મિસાઇલ ઇન્ફ્રારેડ ઇમેજિંગ સીકરથી સજ્જ છે. સ્વદેશી ધ્રુવસ્ત્ર મિસાઈલ એ વિશ્વના સૌથી અદ્યતન એન્ટી-ટેન્ક હથિયારોમાંનું એક છે. આ મિસાઈલનું પરીક્ષણ વર્ષ 2021માં કરવામાં આવ્યું હતું. મિસાઇલને એડવાન્સ લાઇટ હેલિકોપ્ટરથી છોડવામાં આવી હતી. લોન્ચ દરમિયાન ડીઆરડીઓના વૈજ્ઞાનિકો પણ હાજર હતા. ડીઆરડીઓના વૈજ્ઞાનિકોએ આ મિસાઈલ બનાવી છે.

મિસાઈલની ક્ષમતા કેટલી છે?

ધ્રુવસ્ત્ર મિસાઈલ એ ટેન્ક રોધી મિસાઈલ છે. મિસાઈલની મહત્તમ રેન્જ 7 કિમી છે જ્યારે ન્યૂનતમ રેન્જ 500 મીટર છે. આ મિસાઈલ ફાયર એન્ડ ફોરગેટ ટેક્નોલોજી પર કામ કરે છે. એકવાર ટારગેટ નિર્ધારિત કર્યા પછી, મિસાઇલ તેના લક્ષ્યના ચોક્કસ રીતે ભૂક્કા બોલાવી દે છે. આ મિસાઈલનું વજન 45 કિલો છે અને લંબાઈ 6.1 ફૂટ છે. અને મિસાઈલનો વ્યાસ 7.9 ઈંચ છે. આ મિસાઈલ 8 કિલોગ્રામ સુધીના હથિયાર લઈ જવાની ક્ષમતા ધરાવે છે. ધ્રુવસ્ત્ર મિસાઈલ 828 કિમી પ્રતિ કલાકની ઝડપે દુશ્મન પર હુમલો કરે છે. આ મિસાઈલ કોઈપણ હવામાનમાં નોન-સ્ટોપ કામ કરી શકે છે. આ મિસાઈલ વાયુસેનાના ધ્રુવ અને રુદ્ર કોમ્બેટ હેલિકોપ્ટરમાં લગાવવામાં આવી છે.

આ પણ વાંચો - ભાઈને બચાવવા બહેન ‘કાળ’ સામે ભીડાઈ ગઈ – VIDEO, તેની હિંમત જોઈ સૌ કોઈ સલામ કરી રહ્યા

Advertisment

ભારતીય સેના 500 મિસાઈલ ખરીદશે

ભારતીય સેનાએ 500 ધ્રુવ મિસાઈલ ખરીદવાનો ઓર્ડર આપ્યો છે. આ સાથે 40 લોન્ચરનો ઓર્ડર પણ આપવામાં આવ્યો છે. આ મિસાઈલને પાકિસ્તાન અને ચીનની સરહદ પર મૂકવાની તૈયારીઓ થઈ રહી છે. ભારતીય સેના પાસે પહેલાથી જ 5 કિમીની રેન્જ ધરાવતી નાગ મિસાઈલ છે. ધ્રુવસ્ત્રને નાગ મિસાઈલનું અપડેટેડ વર્ઝન ગણાવવામાં આવી રહ્યું છે.

Indian army ભારત ચીન સંઘર્ષ ગુજરાતી ન્યૂઝ પાકિસ્તાન ટ્રેન્ડિંગ ન્યૂઝ india ભારતીય વાયુસેના Express Exclusive દેશ