Digital Personal Data Protection Bill: ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલને કેબિનેટની મંજૂરી, સાયબર ક્રાઇમની વધતી ઘટનાઓ વચ્ચે આ બિલ કેમ મહત્વપૂર્ણ છે? જાણો

Digital Personal Data Protection Bill: ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ ગ્રાહક અને કંપનીઓ બંને માટે તૈયાર કરવામાં આવ્યું છે. ડેટા ચોરીના કિસ્સામાં 500 કરોડ રૂપિયા સુધીનો તોતિંગ દંડ કરવાની જોગવાઇ પણ છે.

Written by Ajay Saroya
July 05, 2023 22:29 IST
Digital Personal Data Protection Bill: ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલને કેબિનેટની મંજૂરી, સાયબર ક્રાઇમની વધતી ઘટનાઓ વચ્ચે આ બિલ કેમ મહત્વપૂર્ણ છે? જાણો
ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્સન બિલને કેબિનેટની મંજૂરી મળી છે.

Digital Personal Data Protection Bill: આજનો યુગ એ ટેકનોલોજીનો યુગ છે. ઇન્ટરનેટની ક્રાંતિએ સમગ્ર વિશ્વમાં વ્યાપક ફેરફારો અને સુધારાઓ કર્યા છે જેનાથી મનુષ્યને ઘણો ફાયદો થયો છે પણ સાથે સાથે તેનો દુરૂપયોગ પણ થઇ રહ્યો છે. ડિજિટલ ક્રાંતિમાં આપણે ઘમી વખત ડેટા ચોરીના સાયબર ક્રાઈમના સમાચાર સાંભળીયે છીએ. ડેટા ચોરી જેવી સાઇબર ક્રાઇમની ઘટનાઓને રોકવા માટે ભારત સરકારે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ બનાવ્યુ છે, જેને કેબિનેટમાંથી મંજૂરી મળી ગઈ છે. હવે તેને કાયદો બનાવવા માટે સંસદમાં રજૂ કરવામાં આવશે. લોકોના પર્સનલ ડેટાની સુરક્ષા કેવી રીતે કરવી, આ બાબત તે બિલમાં ખૂબ જ મહત્વપૂર્ણ હોવાનું કહેવાય છે.

ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ શું છે?

ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ ગ્રાહકો અને કંપનીઓ બંને માટે તૈયાર કરવામાં આવ્યું છે. જો આ બિલનું એક પાસું ડિજિટલ નાગરિકો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, તો બીજી એવી બિઝનેસ કંપનીઓને આવરી લે છે જેને સામાન્ય લોકોના ડેટાની જરૂર હોય છે. આ જ વાતને ધ્યાનમાં રાખીને આ બિલના 6 મહત્વપૂર્ણ સિદ્ધાંતો રાખવામાં આવ્યા છે.

પ્રથમ નિયમ – લોકોનો પર્સનલ ડેટા કેવી રીતે એકત્રિત કરવામાં આવે છે. એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે જો કોઈ પણ કંપની લોકોનો પર્સનલ ડેટા એકત્ર કરે છે તો તેણે કાયદાનું સંપૂર્ણ પાલન કરવું જોઈએ. આ ઉપરાંત, કંપનીએ તે ડેટાને કોઈપણ કિંમતે સુરક્ષિત રાખવાની જવાબદારી લેવી પડશે.

બીજો નિયમ – જો લોકોનો પર્સનલ ડેટા એકત્રિત કરવામાં આવી રહ્યો છે, તો તેના માટે કોઈ નક્કર કારણ હોવું જોઈએ. વ્યક્તિઓના પર્સનલ ડેટા ફક્ત જરૂરી હોય ત્યાં સુધી જ સંગ્રહિત થવો જોઈએ.

ત્રીજો નિયમ – ફક્ત તેવા જ લોકોનો ડેટા એકત્રિત કરવા જોઈએ, જેની જરૂરી છે. દરેક ડેટા લેવો, તેને તમારી પાસે સંગ્રહ કરવો એ ખોટી વાત છે.

ચોથો નિયમ – જો કોઈ પણ પરિસ્થિતિમાં લોકોનો પર્સનલ ડેટા ચોરાઈ જાય, અથવા તેનો દુરુપયોગ થાય, તો તેની જવાબદારી કોણ લેશે. જો ડેટા ચોરી જેવી કોઇ ઘટના બને તો તાત્કાલિક ડેટા પ્રોટેક્શન બોર્ડને તેની જાણ કરવી જરૂરી છે.

ડેટા ચોરી થાય તો કંપની કે આરોપીને થશે 500 કરોડનો દંડ

આ બિલનું એક મહત્વનું પાસું એ છે કે જો કોઈપણ પ્રકારનો ડેટા ચોરાય તો પણ જે-તે જવાબદાર કંપની અથવા આરોપી વ્યક્તિને 500 કરોડ રૂપિયા સુધીનો તોતિંગ દંડ કરવાની જોગવાઇ છે. એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે કે જો કોઈનો પર્સનલડેટા લેવામાં આવે છે તો સૌથી પહેલા તેની સંમતિ લેવી જરૂરી છે.

અગાઉ આ બિલનો વિરોધ થયો હતો

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ગયા વર્ષે નવેમ્બરમાં જ સરકારે આ બિલનો ડ્રાફ્ટ રજૂ કર્યો હતો. તે ડ્રાફ્ટ પણ અગાઉના બિલને બદલીને રજૂ કરાયો હતો. હકીકતમાં, આ પહેલા પણ સરકારે ડેટા પ્રોડક્શનને લઈને બિલ લાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વિપક્ષે અમુક સુધારાઓની માંગણી કરી હતી, આથી નવેસરથી આ બિલ તૈયાર કરવામાં આવ્યો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ