ભારત લાંબી દૂરીની એક ડિફેન્સ સિસ્ટમ તૈયાર કરવા જઈ રહી છે. આ સિસ્ટમ 350 કિમીની દૂરી સુધી આવનારા સ્ટીલ્થ લડાકુ વિમાનો, વિમાનો, ડ્રોન, ક્રૂઝ મિસાઈલ અને સટીક નિર્દેશિત હથિયારોને શોધીને તેને નષ્ટ કરી શકે છે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટને ડીઆરડીઓ તૈયાર કરી રહ્યું છે. આ પ્રોજેક્ટની તુલના ઇઝરાયલના આયરન ડોમથી કરી શકાશે. આ પોજેક્ટ 2028-29 સુધી પુરો થવાની આશા છે.
કેવી રીતે કામ કરશે
આ એર ડિફેન્સ સિસ્ટમ 350 થી 400 કિમીના અંતરથી કોઈપણ મિસાઈલ અથવા હવાઈ ખતરાને શોધી કાઢશે. આ સિસ્ટમ ત્રણ લેયરની હશે. તે 400 કિલોમીટરની રેન્જમાં દુશ્મનના એરોપ્લેન, ફાઈટર જેટ, રોકેટ, હેલિકોપ્ટર અથવા મિસાઈલને મારવામાં સક્ષમ હશે. આ પહેલા ભારતે ઈઝરાયેલ સાથે મિડિયમ રેન્જની SAM મિસાઈલ બનાવી હતી. જેની રેન્જ 70 કિમી છે. ભારતમાં DRDO એ જમીનથી લોંચ કરવામાં આવતી અને યુદ્ધ જહાજથી લોન્ચ કરાયેલી એર ડિફેન્સ મિસાઇલો વિકસાવી છે.
S-400 પહેલેથી જ અસ્તિત્વમાં છે
તમને જણાવી દઈએ કે ભારત પાસે પહેલાથી જ S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ છે. ભારત પાસે આ રશિયન સંરક્ષણ પ્રણાલીની ત્રણ સ્ક્વોડ્રન છે. તેમને ચીન અને પાકિસ્તાન બોર્ડર પાસે તૈનાત કરવામાં આવ્યા છે. ટૂંક સમયમાં વધુ બે સ્ક્વોડ્રન ભારત આવશે.
આ પ્રોજેક્ટ 21 હજાર કરોડ રૂપિયાનો છે
માહિતી અનુસાર, આ સમગ્ર પ્રોજેક્ટની કિંમત લગભગ 21,700 કરોડ રૂપિયા છે. સંરક્ષણ મંત્રાલય તરફથી તેની મંજૂરી પણ મળી ગઈ છે. લાંબા અંતરની દેખરેખ અને ફાયર કંટ્રોલ રડાર સાથેના મોબાઇલ એલઆર-એસએએમમાં 150 કિમી, 250 કિમી અને 350 કિમીની રેન્જમાં દુશ્મનના લક્ષ્યોને જોડવા માટે રચાયેલ વિવિધ ઇન્ટરસેપ્ટર મિસાઇલો હશે. તમને જણાવી દઈએ કે અગાઉ 2018માં ભારતે રશિયા સાથે S-400 મિસાઈલ માટે 5.43 અબજ ડોલરમાં ડીલ કરી હતી. તે 380 કિમી સુધીના કોઈપણ હવાઈ હુમલાને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે.