e Passport Officially Launched in India : ભારત સરકારે વિમાન મુસાફરીને વધુ સુરક્ષિત અને સરળ બનાવવા માટે એક મોટું પગલું ભર્યું છે. ભારત સરકાર દ્વારા સત્તાવાર ઇ પાસપોર્ટ એટલે કે e-Passport લોન્ચ કરવામાં આવ્યું છે. જે જુના પાસપોર્ટ કરતા વધારે મોર્ડન, સુરક્ષિત અને ઝડપી છે. તેનાથી ન માત્ર એરલાઇન્સ પેસેન્જરની ઓળખ સુરક્ષિત રહેશે, સાથે સાથે એરપોર્ટ પર ઇમીગ્રેશનની પ્રક્રિયા પહેલા કરતા વધુ ઝડપી બનશે. અહીં ઇ પાસપોર્ટ માટે કોઇ અરજી કરી શકે છે, કેવી રીતે અરજી કરવી અને તેના ફાયદા વિશા જાણકારી આપવામાં આવી છે.
What Is e Passport : ઇ પાસપોર્ટ શું છે?
ઇ-પાસપોર્ટ પરંપરાગત ભારતીય પાસપોર્ટ જેવો જ દેખાવ ધરાવે છે, પરંતુ પાછળના કવર સાથે ઇલેક્ટ્રોનિક ચિપ જોડાયેલી છે. આ ચિપ પાસપોર્ટ ધારકની પર્સનલ અને બાયોમેટ્રિક માહિતીને સુરક્ષિત રીતે સ્ટોર કરે છે. જેમાં ફિંગરપ્રિન્ટ, ફેશિયલ રેકગ્નિશન ડેટા અને ડિજિટલ સિગ્નેચરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આ ટેકનોલોજી સુનિશ્ચિત કરે છે કે પાસપોર્ટ પર છપાયેલી માહિતી અને ચિપમાં એકીકૃત ડેટા સંપૂર્ણ રીતે સુસંગત થાય છે. આનાથી પાસપોર્ટની નકલ કરવી અથવા તેની સાથે ચેડાં કરવા લગભગ અશક્ય છે.
e-Passport ઓનલાઇન અરજી કરવાની રીત
e-Passport માટે અરજી કરવાની રીતે જુના પાસપોર્ટ જેવી જ છે. માત્ર 3 તબક્કામાં સંપૂર્ણ પ્રક્રિયા કરી ઇ પાસપોર્ટ મેળવી શકાય છે.
રજિસ્ટ્રેશન કરો : સૌથી પહેલા તમારા Passport Seva Portal (પાસપોર્ટ સેવા પોર્ટલ) પર રજિસ્ટ્રેશન કરાવો
ફોર્મ ભરો અને ફી ચૂકવો : ઇ પાસપોર્ટ માટે જરૂરી વિગત દાખલ કરવી પડશે, ત્યાર પછી નિર્ધારિત ફી ચૂકવો, પછી એપોઇન્મેન્ટ માટે તારીખ સિલેક્ટ કરો.
બાયોમેટ્રિક આપો : પાસપોર્ટ ઓફિસમાં એપોઇન્મેન્ટના દિવસે જઇ તમારા બાયોમેટ્રિક ડેટા આપો, જ્યાં તમારા ફોટા અને ફિંગરપ્રિન્ટના ડેટા લેવામાં આવશે.
જો કે, ઇ-પાસપોર્ટના કવર પર એક ખાસ ગોલ્ડન સિમ્બોલ હોય છે જેથી તેમને એરપોર્ટ અને બોર્ડર સિક્યોરિટી ચેકપોઇન્ટ પર સરળતાથી ઓળખી શકાય. પાસપોર્ટમાં આ ઇલેક્ટ્રોનિક ચિપ મુસાફરોની ઝડપી સ્કેનિંગ અને ચકાસણીની સુવિધા આપે છે. અને ઇમિગ્રેશન પ્રક્રિયા ઝડપી છે, જેથી મુસાફરોને લાંબી લાઇનમાં રાહ જોવી ન પડે.
ઇ પાસપોર્ટ માટે કોણ અરજી કરી શકે છે?
કોઈપણ ભારતીય જે નિયમિત પાસપોર્ટ મેળવી શકે છે તે પણ ઈ-પાસપોર્ટ માટે અરજી કરી શકે છે. શરૂઆતમાં આ સુવિધા પાસપોર્ટ સેવા કેન્દ્રો (પીએસકે) અને પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રો (પીઓપીએસકે) પર જ ઉપલબ્ધ છે.
e Passport Banefits : ઈ-પાસપોર્ટના ફાયદા શું છે?
ઇ પાસપોર્ટના ઘણા ફાયદા છે. આમાંની સૌથી મહત્વપૂર્ણ સારી સુરક્ષા, મુસાફરો માટે ઝડપી ઇમિગ્રેશન ક્લિયરન્સ અને દુનિયાભરમાં ભારતીય પાસપોર્ટની સ્વીકૃતિમાં વધારો છે.
ઇ પાસપોર્ટનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં રહેલી ઈલેક્ટ્રોનિક ચિપ ચોરાઇ જવાનું અથવા ડુપ્લિકેશનનું જોખમ ઘણી હદ સુધી ઘટાડે છે. આ ભારતીય નાગરિકો માટે આંતરરાષ્ટ્રીય મુસાફરીને પહેલા કરતા વધુ સુરક્ષિત બનાવે છે.
જેમ જેમ ઇ પાસપોર્ટ સુવિધાનો વ્યાપ વધતો જાય છે. મુસાફરો તપાસ કરી શકે છે કે આ સુવિધા તેમની નજીકની પાસપોર્ટ ઓફિસ અથવા સર્વિસ સેન્ટર પર ઉપલબ્ધ છે કે નહીં.
એકંદરે, ઇ પાસપોર્ટની આ પહેલ ભારત માટે સ્માર્ટ અને સુરક્ષિત ટ્રાવેલ ઇકોસિસ્ટમની દિશામાં એક ઐતિહાસિક પરિવર્તન છે જે આવનારા સમયમાં ભારતીય નાગરિકો માટે સમગ્ર વિશ્વમાં મુસાફરીને સરળ અને ડિજિટલ રીતે કાર્યદક્ષ બનાવશે.





