/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/Earthquake.jpg)
ભૂકંપ (પ્રતિકાત્મક તસવીર) photo - social media
Earthquake in Tamilnadu : મિચૌંગ વાવાઝોડાના કારણે તમિલનાડુ મચેલી તબાહીના દ્રશ્યો હજી પણ દેખાઈ રહ્યા છે ત્યારે વધુ એક ઝાટકો તમિલનાડુને લાગ્યો છે. તમિલનાડુના ચેંગલપટ્ટુ જિલ્લામાં શુક્રવારે સવારે 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ અંગેની જાણકારી નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ આપી હતી. આ ભૂકંપ ઉત્તરી TN જિલ્લામાં સવારે 7.39 વાગ્યે 10 કિમીની ઊંડાઈએ આવ્યો હતો.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા પ્રમાણે “3.2ની તીવ્રતાનો ભૂકંપ, 08-12-2023, 07:39:22 IST ના રોજ આવ્યો હતો…. ઊંડાઈ: 10 કિમી…,”. ભૂકંપમાં જાનમાલનું નુકસાન થયું હોવાના સમાચાર મળ્યા નથી.
Earthquake of Magnitude:3.2, Occurred on 08-12-2023, 07:39:22 IST, Lat: 12.50 & Long: 79.85, Depth: 10 Km ,Location: Chengalpattu, Tamil Nadu, India for more information Download the BhooKamp App https://t.co/W5OwSbf8cL@Indiametdept@ndmaindia@Dr_Mishra1966@KirenRijijupic.twitter.com/irkQDHzPYD
— National Center for Seismology (@NCS_Earthquake) December 8, 2023
ચેન્નાઈના પ્રાદેશિક હવામાન કેન્દ્ર દ્વારા આજે બહાર પાડવામાં આવેલા દૈનિક હવામાન બુલેટિન મુજબ, ચેન્નાઈ , તિરુવલ્લુર અને કાંચીપુરમ સાથે ચેંગલપટ્ટુમાં હળવો વરસાદ થવાની ધારણા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us