AAP ના સાંસદ સંજય સિંહની ઈડીએ ધરપકડ કરી, દિલ્હીના બીજેપી ચીફનો દાવો- આગામી નંબર કેજરીવાલનો

Sanjay Singh Arrest : બુધવારે સવારે ઈડીએ સંજય સિંહના આવાસ પર દરોડા પાડ્યા હતા અને ત્યારથી તેમની પૂછપરછ કરવામાં આવી રહી હતી. લાંબી પૂછપરછ બાદ સંતોષજનક જવાબ ન મળતા ઇડીએ સંજય સિંહની ધરપકડ કરી

Sanjay Singh Arrest : બુધવારે સવારે ઈડીએ સંજય સિંહના આવાસ પર દરોડા પાડ્યા હતા અને ત્યારથી તેમની પૂછપરછ કરવામાં આવી રહી હતી. લાંબી પૂછપરછ બાદ સંતોષજનક જવાબ ન મળતા ઇડીએ સંજય સિંહની ધરપકડ કરી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
AAP MP Sanjay Singh | Delhi excise policy case | ED

આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહ (Express Photo By Tashi Tobgyal)

Delhi excise policy case : આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહની ઈડીએ ધરપકડ કરી લીધી છે. બુધવારે સવારે ઈડીએ સંજય સિંહના આવાસ પર દરોડા પાડ્યા હતા અને ત્યારથી તેમની પૂછપરછ કરવામાં આવી રહી હતી. લાંબી પૂછપરછ બાદ સંતોષજનક જવાબ ન મળતા ઇડીએ સંજય સિંહની ધરપકડ કરી છે. સંજય સિંહની ધરપકડ બાદ દિલ્હી ભાજપના અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવાએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે સત્યને છુપાવી શકાતું નથી, હવે પછીનો નંબર કેજરીવાલનો છે.

Advertisment

ઇડી દિલ્હી દારૂ નીતિ કૌભાંડમાં મની લોન્ડરિંગ કેસની પણ તપાસ કરી રહી છે. થોડા દિવસો પહેલા આ કેસમાં દાખલ કરવામાં આવેલી ઈડીની ચાર્જશીટમાં આપ નેતા સંજય સિંહનું નામ પણ હતું. હવે આ મામલે ઈડીએ સંજય સિંહની ધરપકડ કરી લીધી છે.

સંજય સિંહની ધરપકડની માહિતી મળ્યા બાદ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તેમના નિવાસ સ્થાનની બહાર એકઠા થયા હતા. કાર્યકરોએ એજન્સીઓ અને મોદી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. સંજય સિંહ વિરુદ્ધ આ કાર્યવાહી પર વિપક્ષી દળોએ પણ મોદી સરકાર પર પ્રહાર કર્યો છે.

Advertisment

આ પણ વાંચો - પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું – કેસીઆર એનડીએ જોઇન કરવા માંગતા હતા, મેં અટકાવી દીધા

સંજય સિંહની ધરપકડ પર આપ સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે લગભગ પંદર મહિનાથી ભાજપ અમારા પર (આપ કાર્યકર્તાઓ) દારૂ કૌભાંડનો આરોપ લગાવી રહી છે. છેલ્લા 15 મહિનામાં ઈડી અને સીબીઆઈ દ્વારા 1000 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. કેટલાક લોકોની ધરપકડ પછી, 1000 સ્થળોએ તપાસ અને દરોડા પાડ્યા બાદ કોઈ પણ એજન્સીને એક પૈસો પણ મળ્યો ન હતો. આ હતાશ ભાજપ છે જે આગામી ચૂંટણીમાં હારવાની છે તેથી તેઓ ડરના માર્યા આવું કરી રહ્યા છે. જેના કારણે આજે અમારા પાર્ટીના સદસ્ય સંજય સિંહના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે. હું સ્પષ્ટ પણે કહેવા માંગુ છું કે ઇડીને એક પણ પૈસો મળ્યો નથી. તેમને કોઈ પુરાવા મળ્યા નથી કારણ કે જ્યારે કોઈ કૌભાંડ જ થયું નથી તો તેમને શું મળશે?

નવી દારૂ નીતિ કૌભાંડના આરોપી દિનેશ અરો઼ડાને આ કેસમાં તપાસની મુખ્ય કડી હોવાનું માનવામાં આવે છે. એક દિવસ પહેલા દિલ્હીની એક કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં વાયએસઆર કોંગ્રેસના સાંસદ શ્રીનિવાસુલુ રેડ્ડીના પુત્ર રાઘવ મગુંટા અને ઉદ્યોગપતિ દિનેશ અરોડાને સરકારી સાક્ષી બનવાની મંજૂરી આપી હતી.

દિલ્હી અરવિંદ કેજરીવાલ આપ