El Nino Monsoon effects : 7 વર્ષ બાદ અલ નીનો ફરી આવશે, વરસાદ - કૃષિ પાકને અસર થશે, ભારત માટે ચિંતાનું કારણ

El Nino monsoon warming : ચક્રવાતની ચિંતા વચ્ચે ચોમાસા અંગે માઠાં સમાચાર આવ્યા છે. અમેરિકાના હવામાન વિભાગે સાત વર્ષ બાદ ફરી અલ નીનો આવવાની ચેતવણી આપીતા કહ્યું કે પ્રશાંત મહાસાગરનું તાપમાન વધી રહ્યું છે.

El Nino monsoon warming : ચક્રવાતની ચિંતા વચ્ચે ચોમાસા અંગે માઠાં સમાચાર આવ્યા છે. અમેરિકાના હવામાન વિભાગે સાત વર્ષ બાદ ફરી અલ નીનો આવવાની ચેતવણી આપીતા કહ્યું કે પ્રશાંત મહાસાગરનું તાપમાન વધી રહ્યું છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
el nino monsoon

કેરળમાં કોચીન ખાતે આકાશમાં વાદળો ઘેરાયા, 8 જૂને દક્ષિણપશ્ચિમ ચોમાસાનું આગમન થયું. (નિર્મલ હરિન્દ્રન દ્વારા એક્સપ્રેસ ફોટો)

El Nino monsoon effects in india: ચોમાસાને લઇને એક ચિંતાજનક સમાચાર આવ્યા છે. વર્ષ 2016 બાદ એટલે કે સાત વર્ષ બાદ ફરી પ્રશાંત મહાસાગરમાં અલ - નીનો સર્જાઇ રહ્યું છે. યુએસ ફેડરલ એડમિનિસ્ટ્રેશન, નેશનલ ઓસનિક એન્ડ એટામોસ્ફિયરિક એસોસિએસને આ વાત જણાવી છે. જો કે આ વખતે અલ નીનો આવશે તેવી પહેલાથી જ આગાહી કરી દેવામાં આવી હતી. અલ નીનોની આ દસ્તક પછી સૌથી મોટો સવાલ એ છે કે ભારત પર તેની શું અસર થશે. ભારતીય હવામાન વિભાગે આ અંગે પહેલેથી જ ચેતવણી જાહેર કરી દીધી છે. IMD એ થોડા દિવસો પહેલા કહ્યું હતું કે, આ ચોમાસામાં અલ નીનોના આવવાની લગભગ 70 ટકા સંભાવના છે. જો IMDનું નિવેદન સાચું પડે છે તો તેની અસર દેશના ખરીફ ઉત્પાદન પર થઇ શકે છે.

Advertisment

અલ નિનો શું છે ?

જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા પવનો નબળા પડી જાય છે ત્યારે અલ-નીનોની સ્થિતિ સર્જાય છે. જેના કારણે તાપમાનમાં વધુ વધારો થાય છે અને પરિણામ દરિયાનું તાપમાન પણ 2-3 ડિગ્રી વધી જાય છે. આ ઘટનાને અલ-નીનો કહેવામાં આવે છે. ઓશન નિનો ઈન્ડેક્સ (ONI) પરથી વૈજ્ઞાનિકો અંદાજ લગાવે છે કે અલ-નીનો કેટલો શક્તિશાળી છે. 0.5 અને 0.9 ની વચ્ચેના આ ઇન્ડેક્સ પરના માપને નબળો અલ-નીનો ગણવામાં આવે છે અને 1 ઉપરના માપને મધ્યમ અલ-નીનો ગણવામાં આવે છે. પરંતુ જો આ ઇન્ડેક્સ 1.5 અને 1.9 ની વચ્ચે રહે તો તેને મજબૂત અલ-નીનો ગણવામાં આવે છે. NOAA (NIO) એ આ વખતે 1.5 થી વધુ ઇન્ડેક્સની ભવિષ્યવાણી કરી છે.

publive-image
વિષુવવૃત્તીય પેસિફિક મહાસાગરમાં સરેરાશ કરતાં વધુ તાપમાન જોવા મળે છે. (સ્રોત: NOAA)

અલ-નીનોથી ભારત પર કેવી અસર થશે?

ભારતના સંદર્ભમાં જો વાત કરીયે તો દેશને છેલ્લા સો વર્ષમાં 18 વખત દુષ્કાળનો સામનો કરવો પડ્યો છે. તેમાંથી અલ-નીનો 13 વખત દુષ્કાળની ઝપેટમાં આવી ગયો છે. જો ભારતમાં અલ-નીનો સર્જાય છે, તો સામાન્ય રીતે દેશમાં ઓછો વરસાદ પડે છે. વર્ષ 1900 થી 1950 સુધીમાં દેશમાં 7 વખત અલ-નીનો સર્જાયું છે. ભારતે 1951-2021 વચ્ચે 15 અલ નીનોનો સામનો કરવો પડ્યો હતો. જેમાં વર્ષ 2000 બાદ 4 વખત દુષ્કાળનો સામનો કરવો પડ્યો હતો. ભારતમાં વર્ષ 2015, 2009, 2004, 2002, 1997, 1991, 1987, 1969, 1965, 1969, 1965, 2004, 2002 1963, 1957, 1953 અને 1951માં અલ નીનો સર્જાયા હતા. જે સૂચવે છે કે, અલ નીનોની ઘટનાઓનું પુનરાવર્તન વધી રહ્યું છે. અલ નીના સર્જાય છે ત્યારે દેશમાં સરેરાશ કરતા ઓછો અત્યંત નહીંત વરસાદ પડે છે. જેની અસરે ખરીફ અથવા ઉનાળાની સિઝનમાં વાવેતર કરાયેલા કૃષિ પાકોના ઉત્પાદનમાં પણ ભારે ઘટાડો થયો અને તેના પરિણામે મોંઘવારી નોંધપાત્ર રીતે વધી ગઇ હતી.

Advertisment

આ પણ વાંચો- ચોમાસાની શરૂઆત શું છે, આવવામાં વિલંબ થાય એ જરૂરી નથી કે ખરાબ સમાચાર હોય, જાણો કેવી રીતે

ભારતે કેવા પગલાં લેવાની જરૂર છે?

કેન્દ્રીય હવામાન વિભાગે પહેલાથી જ રાજ્યોને કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિ માટે તૈયાર રહેવા માટે જણાવ્યું છે. જો ભારત હવે આ માટે તૈયારી નહીં કરે તો તેને પાછળથી ગંભીર સંકટનો સામનો કરવો પડી શકે છે. આ સ્થિતિનો સામનો કરવા માટે ભારતે ઘણા વ્યાપક અને વિસ્તૃત પગલાં લેવા પડશે. નિષ્ણાતોના મતે, ભારતે જોખમ ઘટાડવા માટે હવામાનની આગાહી, વહેલી ચેતવણી, જળ સંરક્ષણને પ્રોત્સાહન, દુષ્કાળ-પ્રતિરોધક પાક વિકસાવવા અને ખેડૂતોની ધિરાણ અને વીમા વિકલ્પોની પહોંચ વધારવાની જરૂર છે.

Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો

વેધર ન્યૂઝ ચોમાસું એક્સપ્રેસ એક્સપ્લેન ટ્રેન્ડિંગ ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ દેશ