ચૂંટણી પંચે સમાજવાદી પ્રમુખ અખિલેશ યાદવને સાર્વજનિક મંચો પર લગાવેલા તે આરોપોને સાબિત કરવા માટે કહ્યું છે. જેમાં અખિલેશ યાદવે કહ્યું હતું કે ચૂંટણી પંચે ભાજપાના ઇશારે લગભગ યૂપીની બધી વિધાનસભા ક્ષેત્રોમાં યાદવ અને મુસ્લિમ સમુદાયાનોના મતદાતાઓના 20,000 નામ જાણી જોઈને હટાવી દીધા છે.
ચૂંટણી પંચે સપા પ્રમુખ અખિલેશ યાદવને સાબિતી રજુ કરવા માટે 10 નવેમ્બર 2022 સુધીનો સમય આપ્યો છે. ચૂંટણી પંચે એ પણ કહ્યું કે આટલી મોટી સંખ્યામાં નામ હટાવવાના વિધાનસભા પ્રમાણે ડેટા રજુ કરે જેથી જરૂરી કાર્યવાહી કરી શકાય.
29 સપ્ટેમ્બર 2022ના રોજ લખનઉમાં સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય સંમેલનમાં અખિલેશ યાદવને ત્રીજી વખત રાષ્ટ્રીય અધ્યક્ષ પસંદ કર્યા હતા. આ સંમેલનમાં પોતાના સંબોધન દરમિયાન અખિલેશે કહ્યું હતું કે રાજ્ય ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશના દરેક વિધાનસભા ક્ષેત્રમાં વોટર લિસ્ટથી યાદવ અને મુસ્લિમ મતદાતાઓના લગભગ 20-20 હજાર નામ હટાવી દીધા છે. રાજ્યના ઇલેક્શન ડિપાર્ટમેન્ટે આ કામ બીજેપીના ઇશારે કર્યું છે. જો તેની તપાસ થાય તો ખબર પડી જશે કે કોના નામ હટાવી દીધા છે. તેમણે એ પણ કહ્યું કે ભારતના ચૂંટણી પંચે સૌથી વધારે નિરાશ કર્યા છે.
આ પણ વાંચો – નોટ પર લક્ષ્મી-ગણેશઃ અરવિંદ કેજરીવાલે ત્રણ વર્ષમાં સાત વખત ભાજપના એજન્ડામાં મોટો ફટકો માર્યો
તેમણે એ પણ કહ્યું કે મારો ચૂંટણી પંચમાં ઘણો વિશ્વાસ હતો. ચૂંટણી પંચે બૂથોના વોટોની ગણતરીમાં પક્ષપાત કર્યો. બીજેપીની ઘણી મદદ કરી. જેથી હવે આપણે બૂથ સ્તર પર ઘણું મજબૂત બનવાનું છે.