Election Commission Bans oF Exit Polls : પાંચ રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણી 2023ને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે 7 નવેમ્બરથી 30 નવેમ્બરની સાંજ સુધી એક્ઝિટ પોલના પરિણામોની જાહેરાત – પ્રસારણ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. ચૂંટણી પંચે મંગળવારે જાહેરનામું બહાર પાડીને 7 નવેમ્બરના રોજ સવારે 7 વાગ્યાથી 30 નવેમ્બરના રોજ સાંજે 6.30 વાગ્યા સુધી એક્ઝિટ પોલ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો હતો.
ચૂંટણી પંચે કહ્યું છે કે મતદાનના છેલ્લા દિવસ પહેલા કોઈપણ સમાચારને એજન્સી એક્ઝિટ પોલની ઘોષણા કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આગામી મહિને છત્તીસગઢમાં 7 નવેમ્બર અને 17 નવેમ્બરે બે તબક્કામાં મતદાન થશે, તો મિઝોરમમાં પણ 7 નવેમ્બરે મતદાન થશે. મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની તારીખ 17 નવેમ્બર છે અને રાજસ્થાનમાં 25 નવેમ્બરે મતદાન થશે. છેલ્લે તેલંગાણામાં 30મી નવેમ્બરે મતદાન થવાનું છે.

ચૂંટણી પંચે શું કહ્યું?
ચૂંટણી કાયદાની જોગવાઈઓને ટાંકીને, ચૂંટણી પંચે નોંધ્યું છે કે કોઈપણ વ્યક્તિ જે આ કલમની જોગવાઈઓનું ઉલ્લંઘન કરે છે તેને બે વર્ષ સુધીની જેલ અથવા દંડ અથવા બંને સજા કરવામાં આવશે. પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ અને નાગાલેન્ડમાં વિધાનસભાની પેટાચૂંટણીને ધ્યાનમાં રાખીને, ચૂંટણી પંચે 7 નવેમ્બર, 2023 (મંગળવાર)ના રોજ સવારે 7 વાગ્યાથી 30 નવેમ્બર, 2023ના રોજ સાંજે 6.30 વાગ્યા સુધીનો સમયગાળા દરમિયાન કોઇ પણ પ્રકારના પ્રિન્ટ અથવા ઈલેક્ટ્રોનિક મીડિયા અથવા અન્ય કોઈપણ માધ્યમ દ્વારા એક્ઝિટ પોલની ઘોષણા, પ્રચાર – પ્રસારણ કરવા પર પ્રતિબંધ રહેશે.
એક્ઝિટ પોલ શું છે? (What it is Exit Poll)
એક્ઝિટ પોલ એ એક સર્વે છે જે મતદાન પછી હાથ ધરવામાં આવે છે, જેમાં વિજેતા અને હારેલા ઉમેદવારોને મળેલા મતનું આંકલન કરવામાં આવે છે.
આ પણ વાંચો | એક દેશ – એકચૂંટણી : દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજવા કેટલા વોટિંગ મશીન જોઇએ, કેટલો ખર્ચ થશે? જાણો
આજકાલ ઘણી એજન્સીઓએ એક્ઝિટ પોલનું કામ કરવાનું શરૂ કરી દીધું છે. જે પ્રિન્ટ અથવા ઈલેક્ટ્રોનિક મીડિયા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવે છે. ક્યારેક એક્ઝિટ પોલ દ્વારા આપવામાં આવેલા પરિણામો સચોટ હોય છે તો ક્યારેક વિપરીત પરિણામો પણ આવે છે. ચૂંટણી પંચે મતદાનના છેલ્લા દિવસ સુધી એક્ઝિટ પોલની ઘોષણા કરવા પર પ્રતિબંધ મૂક્યો છે જેથી રાજકીય પક્ષો આ અંદાજના આધારે વાતાવરણ ન બનાવી શકે. આ બાબત તમામ રાજકીય પક્ષો માટે નુકસાનકારક હોઈ શકે છે અને વાતાવરણ બગડવાની સંભાવના છે.





