EC on Remote Voting: સ્થાનિક પ્રવાસી મતદાતાઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુરુવારે ઇલેક્શન કમિશને (Election Commission) કહ્યું કે સ્થાનિક પ્રવાસી મતદાતાઓ માટે રિમોટ ઇલેક્ટ્રોનિંક વોટિંગ મશીન માટે એક શરૂઆતી મોડલ તૈયાર કર્યું છે. તેના દ્વારા લોકો પોતાના ઘરેથી દૂર રહીને પણ વોટિંગ કરી શકશે.
ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (RVM) બતાવવા માટે રાજનીતિક દળોને 16 જાન્યુઆરી 2023ના રોજ બોલાવ્યા
ચૂંટણી પંચે રિમોટ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (RVM)ને બતાવવા માટે રાજનીતિક દળોને 16 જાન્યુઆરી 2023ના રોજ બોલાવ્યા છે. ચૂંટણી પંચ તરફથી જાહેર કરાયેલા નિવેદન પ્રમાણે પંચે રિમોટ વોટિંગ પર એક પ્રસ્તાવ પત્ર જાહેર કર્યો છે. આ પ્રસ્તાવને લાગુ કરવામાં જે પણ કાનૂની, પ્રશાસનિક પ્રક્રિયાત્મક, ટેકનિકી અને ટેકનિકલી સંબંધિત પડકારો આવશે. તેના પર રાજનીતિક દળોના વિચાર માંગવામાં આવ્યા છે.
નિવેદન પ્રમાણે આ ડ્રાફ્ટ દ્વારા એક રિમોટ મતદાન કેન્દ્ર હશે. જેમાં 72 સંસદીય ક્ષેત્રોમાં રિમોટ વોટિંગની સુવિધા આપી શકાશે. ચૂંટણી પંચનું માનવું છે કે આ સુવિધા હોવાથી પ્રવાસી મતદાતાઓને વોટિંગ માટે પોતાના રાજ્યમાં જવાની જરૂરિયાત રહેશે નહીં. જે સ્થાને તે રહેતા હશે ત્યાથી જ આ સુવિધા દ્વારા મતદાન કરી શકશે. મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમારે કહ્યું કે રિમોટ વોટિંગ એક પરિવર્તનકારી પહેલ સાબિત થશે.
આ પણ વાંચો – લોકસભા ચૂંટણી 2024 જીતવા AK એન્ટોનીએ આપ્યો કોંગ્રેસને ‘મંત્ર’, કહ્યું – આ લોકોને સાથે લઈને ચાલવું પડશે
NRI ભારતીયો માટે પણ મતદાતનને આસાન બનાવવાની યોજના પર કામ કરી રહ્યું છે
ચૂંટણી પંચ NRI ભારતીયો માટે પણ મતદાતનને આસાન બનાવવાની યોજના પર કામ કરી રહ્યું છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના મતે એનઆરઆઈની સંખ્યા લગભગ 1.5 કરોડ છે અને તેમાં લગભગ 25 હજાર વર્તમાનમાં ભારતીય મતદાતાઓના રૂપમાં પંજીકૃત છે. આવા લોકોને વોટિંગની સુવિધા મળે તો તેની સંખ્યા વધારે હોઇ શકે છે.
ચૂંટણી પંચનો પ્રસ્તાવ છે કે બધા રાજનીતિક દળોને બતાવવું જોઈએ કે શું તેમને કોઇ વિદેશી દાન મળ્યું છે. આવા દાનને 20 ટકાથી વધારે કેશના રૂપમાં સ્વીકાર કરવો જોઈએ નહીં.
આધાર-વોટર આઈડી લિંક
આધારને વોટર આઈડી સાથે લિંક કરવાનું કામ ચાલી રહ્યું છે અને આશા છે કે આવું કરીને મતદાતા યાદીમાંથી જે પણ નકલી મતદાતા નોંધાયેલા છે તેમને હટાવવામાં આવશે.