ચૂંટણી પંચે રાહુલ ગાંધીને આપી સલાહ, પીએમ મોદી પર કરેલ ટિપ્પણીઓ વચ્ચે કડક નિર્દેશ

Rahul Gandhi : વડાપ્રધાન વિરુદ્ધ અમુક ટિપ્પણીઓથી સંબંધિત મામલામાં દિલ્હી હાઈકોર્ટના આદેશ અને તેમના જવાબ સહિત તમામ તથ્યો પર વિચાર કર્યા બાદ ભારતીય ચૂંટણી પંચે તેમને ભવિષ્યમાં વધુ સાવચેત અને સાવધાન રહેવાની સલાહ આપી છે

Written by Ashish Goyal
March 06, 2024 20:34 IST
ચૂંટણી પંચે રાહુલ ગાંધીને આપી સલાહ, પીએમ મોદી પર કરેલ ટિપ્પણીઓ વચ્ચે કડક નિર્દેશ
વાયનાડથી રાહુલ ગાંધી ચૂંટણી લડશે (@INCIndia/X)

Rahul Gandhi : લોકસભા ચૂંટણી 2024 પહેલા ચૂંટણી પંચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ એડવાઈઝરી જાહેર કરી છે. આ એડવાઈઝરી હેઠળ તેમને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. ભારતીય ચૂંટણી પંચે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને એડવાઈઝરી જાહેર કરી છે. વડાપ્રધાન વિરુદ્ધ અમુક ટિપ્પણીઓથી સંબંધિત મામલામાં દિલ્હી હાઈકોર્ટના આદેશ અને તેમના જવાબ સહિત તમામ તથ્યો પર વિચાર કર્યા બાદ ભારતીય ચૂંટણી પંચે તેમને ભવિષ્યમાં વધુ સાવચેત અને સાવધાન રહેવાની સલાહ આપી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધી દ્વારા અગાઉ પીએમ મોદી માટે ‘પનોતી’ અને ‘પિકપોકેટ’ જેવા શબ્દોના ઉપયોગને લઈને ચૂંટણી પંચે આ એડવાઈઝરી જાહેર કરી છે. ભાજપે આ અંગે ચૂંટણી પંચને ફરિયાદ મોકલી હતી. તેની નોંધ લેતા 23 નવેમ્બર 2023ના રોજ પંચે રાહુલ ગાંધીને કારણદર્શક નોટિસ ફટકારી હતી. રાહુલ ગાંધીના જવાબ બાદ આ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.

આ સાથે ચૂંટણી પંચે ગયા વર્ષે ડિસેમ્બરમાં દિલ્હી હાઈકોર્ટના આદેશનું પાલન કરતા રાહુલ ગાંધીને ચૂંટણી પ્રચાર દરમિયાન સ્ટાર પ્રચારકો અને રાજનેતાઓને આપવામાં આવેલી એડવાઈઝરીનું પણ યોગ્ય રીતે પાલન કરવા માટે કહ્યું છે.

આ પણ વાંચો – પીએમ મોદીએ કહ્યું – મેં ઘણી નાની ઉંમરમાં ઘર છોડી દીધું હતું, મારા ખિસ્સામાં એક પૈસો પણ ન હતો

પીએમ મોદી પર કરી હતી વિવાદિત ટિપ્પણી

ભારત ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં હાર્યા બાદ રાહુલ ગાંધીએ સભાને સંબોધિત કરતા કહ્યું કે પીએમનો અર્થ છે ‘પનૌતી મોદી’.તેમણે વર્લ્ડ કપની ફાઇનલ મેચનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે આપણા યુવાનો સારી રીતે વર્લ્ડ કપ જીતી રહ્યા હતા પરંતુ તેમણે હરાવી દીધા.

આચારસંહિતા ભંગ બદલ થશે કડક કાર્યવાહી

1 માર્ચ, 2024 ના રોજ જારી કરવામાં આવેલી એડવાઇઝરીમાં ચૂંટણી પંચે ચેતવણી આપી હતી કે આદર્શ આચારસંહિતાના કોઈપણ ઉલ્લંઘન માટે પક્ષો, ઉમેદવારો અને સ્ટાર પ્રચારકોને કડક કાર્યવાહીનો સામનો કરવો પડશે. એડવાઇઝરીમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે સ્ટાર પ્રચારકો અને ઉમેદવારોમાંથી જેમને પહેલેથી જ નોટિસ મળી ચૂકી છે, તેમને ફરીથી આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ કડક કાર્યવાહીનો સામનો કરવો પડશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ