scorecardresearch

ઇલેક્ટોરલ બોન્ડ શું છે અને તે કેવી રીતે ખરીદી શકાય? ચૂંટણી બોન્ડથી ક્યાં રાજકીય પક્ષને સૌથી વધુ દાન મળ્યું?

Electoral bond: ઇલેક્ટોરલ બોન્ડ એ રાજકીય પક્ષો (political party)માટે ગુપ્ત દાન (political donations) મેળવવાનું સૌથી મોટું માધ્યમ છે. ચૂંટણી બોન્ડ ખરીદવા માટે એક ચોક્કસ પ્રક્રિયા છે અને તેની માટે ઘણા બધા દસ્તાવેજોની જરૂર પડે છે.

Electoral bond
ઇલેક્ટોરલ બોન્ડ એ રાજકીય પક્ષો માટે ગુપ્ત રીતે દાન મેળવવાનું સૌથી મોટો સ્ત્રોત છે

(દામીની નાથ) સંસદ સ્ટ્રીટ પર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની નવી દિલ્હીની મુખ્ય બ્રાન્ચમાં ઇલેક્ટોરલ બોન્ડ્સ (electoral bond) ક્યાં ઉપલબ્ધ છે તે દર્શાવતા કોઈ સંકેત નથી. જ્યારે તમે ત્યાંના સિક્યુરિટી ગાર્ડને પૂછશો તો તમને ખબર પડશે કે તે છઠ્ઠા માળે છે. SBIની નવી દિલ્હીની મુખ્ય બ્રાન્ચ એ દેશભરની બેંકની 29 બ્રાન્ચો પૈકીની એક છે જેની પાસે ચૂંટણી બોન્ડ વેચવા માટે સત્તા છે.

5 વર્ષમાં 25 તબક્કામાં ઇલેક્ટોરલ બોન્ડ વેચાયા

પાંચ વર્ષ પહેલા માર્ચ 2018માં પહેલીવાર ઇલેક્ટોરલ બોન્ડનું વેચાણ કરવામાં આવ્યું હતું. આથી જ્યારે બેંકે ચાલુ વર્ષે 19 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી દરમિયાન ઇલેક્ટોરલ બોન્ડના 25માં ઇશ્યૂનું વેચાણ કરવાની ઘોષણા કરી, તો મે 23 જાન્યુઆરીએ 1,000 રૂપિયાના બોન્ડ ખરીદવાનું નક્કી કર્યું – જે સરકારની ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમ- 2018 હેઠળ ઉપલબ્ધ સૌથી ઓછા મૂલ્યનું બોન્ડ છે.

15 ફેબ્રુઆરીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને SBI એ માહિતી અધિકાર (RTI)ના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતુ કે, મારું ઇલેક્ટોરલ બોન્ડ એ અત્યાર સુધી વેચાયેલા 1,000 રૂપિયાના મૂલ્યનું 97 બોન્ડ પૈકી એક હતું. 1 માર્ચ, 2018ના રોજ પ્રથમ તબક્કાનું વેચાણ થયું ત્યારથી અત્યાર સુધી કુલ 21,171 બોન્ડ ખરીદવામાં આવ્યા છે. ચૂંટણી બોન્ડ મારફતે અત્યાર સુધીમાં રાજકીય પક્ષોને 12,008.59 કરોડ રૂપિયાથી વધુનું દાન પ્રાપ્ત થયું છે.

વેચાણ થયેલા બોન્ડના મૂલ્ય અંગેના RTI પ્રત્યુત્તરમાં જણાવવામાં આવ્યું છે કે, 1 કરોડ રૂપિયા, જે સૌથી મોટા મૂલ્યનું ઇલેક્ટોરલ બોન્ડ છે, તે અત્યાર સુધી સૌથી વધુ લોકપ્રિય હતું. નોંધનીય છે કે, આ યોનામાં ખરીદદારોની ઓળખ જાહેર કરવામાં આવી નથી. એવું માની શકાય કે, સોથી મોટી રકમનું ઇલેક્ટોરલ બોન્ડ બોન્ડ કોઇ ધનિક વ્યક્તિઓ અથવા મોટી કંપનીઓ દ્વારા જ ખરીદવામાં આવે છે.

બેંકના અધિકારીએ ચૂંટણી બોન્ડ માટે સફળતાપૂર્વક અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજોની યાદી માંગી. જેમા અરજીનું ફોર્મ, SBI વેબસાઇટ પરથી ડાઉનલોડ કરેલી પે-ઇન સ્લિપ, બેંક સ્ટેટમેન્ટના રૂપમાં નાણાંની ઓનલાઈન પેમેન્ટનો પુરાવો અને તેના પર મારું નામ, આધાર કાર્ડ અને પાન કાર્ડનો સમાવેશ થાય છે.

ઇલેક્ટોરલ બોન્ડ માટેનું ઓનલાઇન પેમેન્ટ SBIની વેબસાઇટ (onlinesbi.sbi) મારફતે ઇલેક્ટોરલ બોન્ડ ટેબ પર રેમિટન્સ વિભાગ હેઠળ કરવામાં આવે છે. બેન્કની બ્રાન્ચનું નામ, બોન્ડની રકમ અને મોબાઈલ નંબર ફીડ કર્યા પછી એક OTP જનરેટ થાય છે. તે OTP નો ઉપયોગ કરીને ઇન્ડિયન ફાઇનાન્સિયલ સિસ્ટમ કોડ (IFSC) સાથે વર્ચ્યુઅલ એકાઉન્ટ નંબર (VAN) જનરેટ થાય છે.

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રિટર્ન સારૂ મળે છે

VAN અને IFSC નો ઉપયોગ પોતાના ઓનલાઈન બેંકિંગ પોર્ટલ અથવા એપ પરથી ટ્રાન્સફર કરવા માટે થાય છે. એકવાર ચુકવણી થઈ જાય પછી એક ટીબી રેફરન્સ નંબર (TB reference number) જનરેટ થાય છે અને વ્યક્તિએ SBIની સાઇટ પરથી એક રસીદની પ્રિન્ટ કરાવવી પડે છે. હવે આદર્શ રીતે આ પ્રક્રિયા બ્રાન્ચમાં સુધી પહોંચવાની પહેલા પૂર્ણ થવી જોઈએ. જો કે, એસબીઆઈની વેબસાઈટ પર ખરીદદારો માટેના દસ્તાવેજ ચેકલિસ્ટ સહિત તેની વિગતવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.

બેન્ક બ્રાન્ચના સંબંધિત અધિકારીએ આ પગલાં સમજાવ્યા અને મને મોબાઇલ બેંકિંગનો ઉપયોગ કરીને પ્રક્રિયા પૂર્ણ કરવા માટે બાકી રાખ્યું. અધિકારીએ ટિપ્પણી કરી હતી કે મોટાભાગના ખરીદદારો વારંવાર આવતા મુલાકાતીઓ હોય છે અને પ્રક્રિયાથી જાણકાર હોય છે, તેથી તેમને રાહ જોવાની જરૂર રહેતી નથી. SBIની સાઇટ ઘણી વખત ડાઉન થવાને કારણે રૂ. 1,000 ની ચુકવણી પૂર્ણ કરવામાં લગભગ એક કલાકનો સમય લાગ્યો.

આમ કર્યા પછી મને ઇલેક્ટોરલ બોન્ડના વેચાણ માટે ફાળવેલ મુખ્ય ફ્લોરની પાછળના ભાગમાં એક અલગ રૂમમાં જવાનું કહેવામાં આવ્યું. અધિકારીએ કહ્યું કે, આવું ખરીદનારની ગુપ્તતા જાળવવા માટે છે. આ યોજના કોઈપણ ભારતીય નાગરિક, કંપની, ભાગીદારી પેઢી, ટ્રસ્ટ અથવા અસંગઠિત સંગઠન અથવા વ્યક્તિઓની સંસ્થાને રાજકીય પક્ષોને અજ્ઞાત રૂપે દાન આપવા માટે ચૂંટણી બોન્ડ ખરીદવાની મંજૂરી આપે છે. એવું માનવામાં આવે છે કે મોટાભાગના ઇલેક્ટોરલ બોન્ડ મોટી કંપનીઓ દ્વારા ખરીદવામાં આવે છે.

ચૂંટણી બોન્ડથી ક્યા રાજકીય પક્ષને સૌથી વધુ દાન મળ્યું?

અત્યાર સુધી રાજકીય પક્ષોને ઇલેક્ટોરલ બોન્ડ મારફતે દાન સ્વરૂપે 11,984 કરોડ રૂપિયા મળ્યા છે. જેમાં ભાજપને ઇલેક્ટોરલ બોન્ડની સૌથી વધુ 45 ટકા રકમ 5271 કરોડ રૂપિયા મળ્યા છે. જો અન્ય રાજકીય પક્ષોની વાત કરીયે તો ઇલેક્ટોરલ બોન્ડ મારફતે કોંગ્રેસને 952 કરોડ રૂપિયા, ટીએમસીને 767 કરોડ રૂપિયા અને એનસીપીને 51 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે.

Web Title: Electoral bond political donation sbi bjp congress

Best of Express