એલ્વીસ યાદવ કેસ : રેવ પાર્ટીમાં કોબ્રાના ઝેરનો ઉપયોગ, FSL રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

Elvish Yadav Case Updates : આ કેસમાં વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972 અને આઈપીસીની કલમ 120-બી હેઠળ એલ્વિશ યાદવ સહિત 6 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી.

Written by Ankit Patel
February 16, 2024 12:50 IST
એલ્વીસ યાદવ કેસ : રેવ પાર્ટીમાં કોબ્રાના ઝેરનો ઉપયોગ, FSL રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
યુટ્યુબર એલ્વિશ યાદવને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો (તસવીર - એલ્વિસ યાદવ ઇન્સ્ટાગ્રામ)

Elvish Yadav Case, એલ્વીસ યાદવ કેસ : નોઈડાની રેવ પાર્ટીમાં એક મોટો ખુલાસો થયો છે જેમાં યુટ્યુબર એલ્વિશ યાદવનું નામ સામે આવ્યું હતું. રેપ પાર્ટીમાં મળી આવેલા સાપના ઝેર અંગે APSLનો રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટમાં કોબ્રા અને ક્રેટ સહિત અનેક સાપના ઝેર મળી આવ્યા છે. આ કેસમાં એલ્વિશ યાદવનું નામ જોડાયું હતું.

એલ્વીસ યાદવ કેસમાં રિપોર્ટ આવ્યા બાદ યુટ્યુબર એલ્વિશ યાદવની મુશ્કેલીઓ વધી શકે છે. વાસ્તવમાં, ઘટના પ્રકાશમાં આવ્યા પછી, નોઇડા પોલીસે તપાસ માટે કેટલાક સેમ્પલ જયપુર એફએસએલમાં મોકલ્યા હતા. હવે તેનો રિપોર્ટ સામે આવ્યો છે. એલ્વિશ યાદવ પર રેવ પાર્ટીઓમાં સાપના ઝેરની વ્યવસ્થા કરવાનો આરોપ છે. નોઈડા પોલીસે ખુલાસો કર્યો હતો કે નોઈડામાં યોજાયેલી મોટી રેવ પાર્ટીઓમાં સાપના ઝેરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આરોપીઓ પાસેથી 20 મિલી ઝેર અને 9 જીવતા સાપ મળી આવ્યા હતા.પોલીસે આરોપી પાસેથી 20 મિલી ઝેર અને 9 જીવતા સાપ કબજે કર્યા હતા. જેમાં 5 કોબ્રા, 1 અજગર, 2 દુમુહી અને ઘોડાની પૂંછડીવાળો સાપ સામેલ હતો. પાર્ટીમાં નશા માટે આ સાપ અને ઝેરનો ઉપયોગ થતો હતો. આ કેસમાં એલ્વિશ યાદવની પણ પૂછપરછ કરવામાં આવી હતી.

એલ્વીસ યાદવ કેસ : પાર્ટીમાં સાપના ઝેરનો ઉપયોગ, શું છે સમગ્ર મામલો?

એલ્વીસ યાદવ કેસમાં આરોપ છે કે રેવ પાર્ટીઓમાં નશો કરવા માટે ઝેરીલા સાપ અને સાપના ઝેરનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ સાથે આ પાર્ટીઓમાં વિદેશી યુવતીઓને પણ બોલાવવામાં આવી હતી. આરોપ છે કે એલ્વિશ યાદવ આ પાર્ટીઓ માટે સાપના ઝેરની વ્યવસ્થા કરતો હતો. તેઓ એવી પાર્ટીઓમાં હાજરી આપતા હતા જ્યાં વિદેશી છોકરીઓ હાજરી આપતી હતી અને સાપના ઝેરનો ઉપયોગ થતો હતો. પોલીસે સ્ટિંગ ઓપરેશન બાદ આ રેવ પાર્ટીનો ખુલાસો કર્યો હતો.

Rave Party, Noida, cobra snake
એલ્વીસ યાદવ કેસ: નોઈડા રેવ પાર્ટીમાં કોબ્રા સાપ, અજગર સહિત નશા માટે સાપના ઝેરનો ઉપયોગ કરાતો હતો (Photo- Elvish Yadav/Insta)

આ કેસમાં વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972 અને આઈપીસીની કલમ 120-બી હેઠળ એલ્વિશ યાદવ સહિત 6 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. આરોપીઓની ઓળખ રાહુલ, તિતુનાથ, જયકરણ, નારાયણ, રવિનાથ તરીકે થઈ છે. આ કેસમાં એલ્વિશ યાદવનું નામ સામે આવતાં હોબાળો થયો હતો.

આ પછી એલ્વિશ યાદવે પણ ઈન્સ્ટાગ્રામ પર આવીને ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે તેમનું નામ આ કેસ સાથે જોડવામાં આવ્યું હતું પરંતુ તેમાં કોઈ સત્ય નથી. તેણે કહ્યું કે તે પોલીસને સહકાર આપવા તૈયાર છે. તે ભાગેડુ નથી.

આ કેસમાં મેનકા ગાંધીએ કહ્યું હતું કે એલ્વિશ યાદવની ધરપકડ થવી જોઈએ અને તમામ આરોપીઓને 7 વર્ષની સજા થવી જોઈએ. તેમણે કહ્યું કે આ કેસમાં કાયદા અનુસાર 7 વર્ષની જેલની જોગવાઈ છે.

એલ્વીસ યાદવ કેસ : સ્ટિંગ ઓપરેશન દ્વારા મામલો બહાર આવ્યો હતો

મેનકા ગાંધીની સંસ્થા PFAના એક અધિકારીને નોઈડામાં યોજાનારી રેવ પાર્ટીમાં સાપના ઝેરના ઉપયોગની માહિતી મળી હતી. અધિકારીએ કહ્યું કે તેમને માહિતી મળી હતી કે યુટ્યુબર્સ આ ફાર્મ હાઉસમાં પાર્ટીઓમાં વીડિયો શૂટ કરે છે. અહીં રેવ પાર્ટીઓનું આયોજન કરવામાં આવે છે જેમાં વિદેશી યુવતીઓને પણ બોલાવવામાં આવે છે.

આ પણ વાંચોઃ- GSSSB ભરતી 2024 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતી, પોસ્ટ સહિતની તમામ વિગતોઅહીં વાંચો

અધિકારીએ કહ્યું કે આ પછી એક બાતમીદારે એલ્વિશ યાદવનો સંપર્ક કર્યો અને તેને રેવ પાર્ટીનું આયોજન કરવા અને સાપનું ઝેર આપવાનું કહ્યું. આ પછી, એલ્વિશ યાદવે કથિત રીતે તેના એજન્ટ રાહુલનો નંબર આપ્યો અને કહ્યું કે મારું નામ લઈને તેની સાથે વાત કરો.

આ પછી જ્યારે રાહુલ સાથે વાત કરવામાં આવી તો તે રેવ પાર્ટી માટે તૈયાર થઈ ગયો. રાહુલે ગુરુવારે પોતાની ટીમ સાથે સેક્ટર 51માં આવેલી સેવરન હોટલ પહોંચવાનું કહ્યું. આ પછી અધિકારીએ ડીએફઓ નોઈડાને આ અંગે જાણ કરી. જે બાદ કાર્યવાહી કરવામાં આવી હતી. હાલ તપાસ ચાલી રહી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ