સુપ્રીમ કોર્ટે ‘EWS’ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગો માટે 10 ટકા અનામતની વ્યવસ્થા ચાલુ રાખવાની મંજૂરી આપી છે. દેશમાં હાલ રોજગારીને લઈને અનેક આંદોલનો થઇ રહ્યા છે, દેશમાં ‘અનામત’ હવે માત્ર ગુલાબી ચિત્ર બની રહ્યું છે. જ્યારે સરકારી નોકરીઓ જ પુરતા પ્રમાણમાં મળી રહી નથી તો આવી સ્થિતિમાં અનામતની જાહેરાત કરવાનો શો અર્થ છે. ભારતમાં ‘રોજગારનો અધિકાર’ નથી. કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં લગભગ એક કરોડ જેટલી જગ્યાઓ ખાલી છે. રાજકીય ઈચ્છાશક્તિના અભાવે બેરોજગાર યુવાનોમાં નોકરી વગર ફરી રહ્યા છે, દેશમાં શિક્ષિત બેરોજગારીની ગંભીર સમસ્યા પેદા થઈ રહી છે.
સરકારી વિભાગોમાં સંખ્યાબંધ જગ્યાઓ ખાલી, ભરતીની પ્રક્રિયામાં ખામીઓ
સૌથી મોટો પ્રશ્ન એ છે કે દેશમાં સરકારી ક્ષેત્ર કેમ સંકોચાઈ રહ્યું છે. કોઈપણ વિભાગમાં જુઓ તો ત્યાં મોટી સંખ્યામાં જંગ્યાઓ ખાલી પડી છે. આશ્ચર્યની વાત એ છે કે જેટલી જગ્યાઓ ભરવા માટે મંજૂરી અપાય છે, તે પણ ભરવામાં આવતી નથી. નોકરીની જાહેરાત સમયે જેટલી સંખ્યા હોય છે તેટલી સંખ્યા જોઇનિંગ સુધી રહેતી નથી. જો આપણે રેલ્વે, બેંક, SSCGD અને અન્ય વિભાગોમાં નોકરીઓ પર નજર કરીયે, તો નોકરીની ચોક્કસ સ્થિતિ જાણી શકાય છે. ક્યારેક તો પરીક્ષાઓ જ યોજાતી હોતી નથી જો યોજાય તો ઘણા વર્ષો લાગી જાય છે. પરીક્ષા યોજાઇ ગયા બાદ એવા સમાચાર આવે છે કે પેપર લીક થઇ ગયુ છે. જેના કારણે પરિણામ આવતું નથી. જો પરિણામ આવી પણ જાય તો જોઇનિંગ મળતુ નથી, અદાલતમાં લાંબો કેસ ચાલે છે.
અનામત કોને મળશે અને કેટલું મળશે, બધુ હવાઇ કિલ્લા સમાન
SSCGD 2018 ના હજારો ઉમેદવારોનું મેડિકલ થઇ જવા છતાં હજી સુધી જોઇનિંગ થઇ શક્યું નથી. પરીક્ષાઓની સંખ્યા ઘણી વધી ગઇ, કારણ કે પરીક્ષાનું પરિણામ ચોથા વર્ષે જ આવ્યું. ઉમેદવારોને લાંબુ આંદોલન કરવું પડ્યું, પરંતુ સરકારે તેનુ દબાવી દીધું. જ્યારે નોકરી જ નથી તો અનામત કોને અને કેટલી મળશે. આ બધું હવાઈ કિલ્લા છે. અનામતને લઈને સરકાર હવાઇ કિલ્લા બાંધી રહી છે. ખરો પ્રશ્ન એ છે કે સરકારી નોકરીઓ દિવસેને દિવસે ઘટી રહી છે. ભારતમાં કુલ રોજગારના ચાર ટકા પણ સરકારી ક્ષેત્રમાં નથી. ચીન અને અમેરિકા સહિત અન્ય દેશોમાં સરકારી ક્ષેત્રમાં રોજગારની ટકાવારી 10 ટકા અને તેનાથી વધુ છે. ભારતમાં નોકરીઓ પહેલેથી જ ઓછી છે અને એક કરોડથી વધુ જગ્યાઓ ખાલી છે.
'રોજગારનો અધિકાર' અમલમાં લાવવાની જરૂર
સરકારી નોકરીની સંખ્યામાં વધારવાની બહુ જ જરૂરી છે. જો યુવાનોમાં અસંતોષ ઓછો કરવો હોય તો સરકારે રોજગારીની તકો વધારવી જ પડશે. દેશમાં પણ ‘રોજગારનો અધિકાર’ છે, તેનો અમલ કરવો પડશે. જેમ બંધારણમાં ‘જીવનનો અધિકાર’ છે, તેવી જ રીતે ‘રોજગારનો અધિકાર’ પણ મળવો જોઈએ. જો કોઈને લઘુત્તમ વેતનદરે રોજગારી મળી રહી છે તો તે હજાર કિલોમીટર દૂર છે. આ બાબત બહુ જ નિરાશાજનક છે. જ્યારે લઘુત્તમ વેતનદર પર રોજગાર આપવાની વાત હોય તો તે 50 કિમીની દાયરામાં આપો.
દેશમાં દિવસને દિવસે વધી રહેલી બેરોજગારી ગંભીર સમસ્યા બની રહી છે. એક ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં ‘રોજગારના અધિકાર’ને મૂળભૂત અધિકારોમાં સામેલ કરવા માટે બંધારણમાં સુધારો કરવાની માંગણી કરવામાં આવશે.
શિક્ષિત બેરોજગારી વધી
એક અહેવાલમાં જણાવ્યા અનુસાર દેશમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા ચિતાજનક રીતે વધી રહી છે. ભણેલા-ગણેલા યુવાઓને તેમની લાયકાત અને અભ્યાસ અનુસાર પુરતી સંખ્યામાં રોજગારી મળી રહી નથી. દેશમાં 15 થી 29 વર્ષની વયના લોકો બેરોજગાર છે. જેઓ વધારે શિક્ષિત છે તેઓ બેરોજગારી વિશે વધુ ચિંતિત છે. યુવાનો સરકારી ક્ષેત્રમાં વધુ નોકરીઓની અપેક્ષા રાખે છે. માત્ર ચાર ટકા રોજગારી આપતું જાહેર ક્ષેત્ર બેરોજગારીની સમસ્યા હલ કરી શકતું નથી. સરકારી ક્ષેત્રમાં લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવતી નથી. સંગઠીત ક્ષેત્ર ભાગ્યે જ છ ટકા કાર્યબળને રોજગારી આપી શકે છે, પરંતુ અસંગઠિત ક્ષેત્ર, જે દેશની કુલ રોજગારીમાં 94 ટકા હિસ્સો ધરાવે છે, તેના પર કોઈનું ધ્યાન નથી. સંગઠીત ક્ષેત્રમાં લોકોનો રોજગારી દર 3.32 થી વધીને 2.47 ટકા થયો છે. દેશમાં છ હજાર મોટા ઉદ્યોગો છે. છ લાખ નાના અને મધ્યમ કદના ઉદ્યોગો છે. મોટાભાગની રોજગારીનું સર્જન નાના એકમો થકી થઇ રહ્યુ છે. સરકારે રોજગારી સર્જન માટે MSME સેક્ટર પર વધારે ધ્યાન આપવાની જરૂર છે.