/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/Subhash-Chandra-Garg.jpg)
પૂર્વ નાણા સચિવ સુભાષ ચંદ્ર ગર્ગ (ડાબે) અને આરબીઆઇના પૂર્વ ગવર્નર ઉર્જિત પટેલ (ફાઇલ ફોટો)
Subhash Chandra Garg book We Also Make Policy : પૂર્વ નાણા સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે પોતાના પુસ્તક વી આલ્સો મેક પોલિસીમાં (We Also Make Policy)વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે મોટા ખુલાસા કર્યા છે. સુભાષે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે 2018માં એક બેઠકમાં પીએમ મોદી ગુસ્સે ભરાયા હતા અને આરબીઆઇના તત્કાલીન ગવર્નર ઉર્જિત પટેલને પૈસાના ઢગલા પર બેઠેલા સાપ કહી દીધા હતા.
સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વચ્ચે મુશ્કેલ આર્થિક સ્થિતિ અને તણાવ વચ્ચે અર્થવ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવા માટે 14 સપ્ટેમ્બર, 2018ના રોજ એક બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરબીઆઈના તત્કાલીન ગવર્નર ઉર્જિત પટેલ પર ગુસ્સે થયા હતા અને તેમની સરખામણી પૈસાના ઢગલા પર બેઠેલા સાપ સાથે કરી હતી. પૂર્વ નાણા સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે પોતાના પુસ્તક વી આલ્સો મેક પોલિસીમાં આ દાવો કર્યો છે.
સુભાષ ગર્ગનું પુસ્તક ઓક્ટોબરમાં રિલીઝ થશે
હાર્પર કોલિન્સ દ્વારા પ્રકાશિત આ પુસ્તક ઓક્ટોબરમાં રિલીઝ થવાનું છે. ગર્ગે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે તત્કાલીન નાણામંત્રી અરુણ જેટલી અને અગ્ર સચિવ નૃપેન્દ્ર મિશ્રા સહિત ઉર્જિત પટેલ અને અન્ય સરકારી અધિકારીઓ સાથે લગભગ બે કલાક સુધી બેઠકો કર્યા બાદ પણ વડાપ્રધાનને કોઈ ઉકેલ આવતો દેખાયો ન હતો. બેઠકમાં હાજર રહેલા અન્ય લોકોમાં તત્કાલિન રેલવે મંત્રી પિયુષ ગોયલ, તત્કાલીન અધિક મુખ્ય સચિવ પી કે મિશ્રા, તત્કાલીન ડીએફએસ સચિવ રાજીવ કુમાર, ગર્ગ અને આરબીઆઈના બે ડેપ્યુટી ગર્વનર વિરલ આચાર્ય અને એન એસ વિશ્વનાથન સામેલ હતા.
આ પણ વાંચો - રાહુલ ગાંધીએ કહ્યું – અમારી મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં જીત નિશ્ચિત છે, રાજસ્થાનમાં નજીકનો મુકાબલો
પૂર્વ નાણાં સચિવે લખ્યું કે ઉર્જિત પટેલે કેટલીક ભલામણો કરી હતી જેમાં બધું જ સરકાર માટે હતું અને આરબીઆઈ માટે કશું જ કરવાનું ન હતું, સિવાય કે તે પહેલેથી જ શું કરી રહી હતી. તેમણે કહ્યું કે ઉર્જિત પટેલના મૂલ્યાંકન પરથી લાગે છે કે આરબીઆઈ આર્થિક પરિસ્થિતિને દૂર કરવા અને સરકાર સાથેના તેના મતભેદોને ઉકેલવા માટે કંઈ સાર્થક કરવા તૈયાર ન હતા.
પ્રધાનમંત્રીને પ્રથમ વખત આટલા ગુસ્સામાં જોયા
સુભાષ ગર્ગે લખ્યું કે મેં વડાપ્રધાન મોદીને પહેલીવાર આટલા ગુસ્સામાં જોયા હતા. ગર્ગે એક પ્રકરણ ગવર્નર ઉર્જિત પટેલ રાજીનામમાં લખ્યું છે. તેમણે ઉર્જિત પટેલની સરખામણી પૈસાના ઢગલા પર બેઠેલા સાપ સાથે કરી હતી કારણ કે તેઓ આરબીઆઈના સંચિત ભંડારને કોઈ પણ ઉપયોગમાં લેવા ઇચ્છુક ન હતા. તેમાં પટેલના રાજીનામાના પહેલાની પરિસ્થિતિઓને દર્શાવવામાં આવી છે.
ગર્ગે પોતાના પુસ્તકમાં જણાવ્યું હતું કે પીએમે કેટલીક ગંભીર મુશ્કેલ વાતો કહી હતી. તેમણે ઘણા મુદ્દાઓ ઉઠાવ્યા હતા જ્યાં આરબીઆઈની જીદ ભારતને નુકસાન પહોંચાડી રહી હતી. તેમણે જાળવી રાખેલા સરપ્લસનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે એક વડાપ્રધાન તરીકે ઉર્જિત પટેલને સૂચના આપ્યા વગર, બોર્ડની બેઠક બોલાવવા અરુણ જેટલી અને ફાઈનાન્સ ટીમ સાથે પરામર્શ કરીને મુદ્દાઓનું સમાધાન શોધવા કહ્યું હતું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us