Nitin Gadkari: કેન્દ્રીય સડક અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે તે દિવસ દૂર નથી કદાચ બે-ત્રણ મહિનામાં તમને પરિણામ મળશે કે દિલ્હીથી દેહરાદૂન બે કલાકમાં, હરિદ્વાર બે કલાકમાં પહોંચી જવાશે. આ સિવાય જયપુર બે કલાકમાં, ચંદીગઢ અઢી કલાકમાં, અમૃતસર ચાર કલાકમાં, કટરા છ કલાકમાં, શ્રીનગર આઠ કલાકમાં, દિલ્હીથી મુંબઈ 12 કલાકમાં અને ચેન્નઇથી બેંગલોર બે કલાકમાં પહોંચશો.
Express Addaમાં નીતિન ગડકરીએ કહ્યું કે આ 100 ટકા નક્કી છે અને આગામી બે-ત્રણ મહિનામાં જોવા મળશે. જે કહું છું તે કરું છું. ગડકરી મંગળવારે નવી દિલ્હીમાં ઇન્ડિયન એક્સપ્રેસના વિશેષ કાર્યક્રમ ‘એક્સપ્રેસ અડ્ડા (Express Adda)’ માં ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર અનંત ગોયન્કા (Anant Goenka, Executive Director, Indian Express Group)અને એક્સપ્રેસ ગ્રુપના નેશનલ ઓપિનિયન એડિટર વંદિતા મિશ્રા સાથે (Vandita Mishra)ખાસ વાતચીત કરી હતી
ગડકરીએ કહ્યું- દેહરાદૂન માટે બનાવી રહ્યા છે નવા રોડ
ગડકરીએ કહ્યું કે દેહરાદૂન માટે નવો રોડ બનાવી રહ્યા છીએ. તેને જોવા જઇ રહ્યા છીએ. જૂનો રોડ દિલ્હી-મેરઠ થઇને જાય છે તે અલગ છે. સૌથી મહત્વપૂર્ણ વાત જે રોડ સાથે જોડાયેલી છે તે છે આપણા દેશની લોજિસ્ટિ કોસ્ટ.ચીનમાં એકથી દોઢ ટકા છે, અમેરિકામાં 12 ટકા છે, યૂરોપમાં 12 ટકા છે.
તેમણે કહ્યું કે યૂરોપના દરેક દેશમાં નદી કિનારે ઇન્ડસ્ટ્રી છે. નદીથી કેન્ટર લઇ જાય છે. તે પાછળનું લોજિક જણાવ્યું છે. તેમણે કહ્યું કે જો રોડથી જાય તો 10 રૂપિયા લાગશે, રેલવેથી જાય તો 6 રૂપિયા લાગશે અને પાણીથી જાય તો એક રૂપિયા લાગશે. આવામાં લોજિસ્ટિક કોસ્ટ ઓછી કર્યા વગર આપણે એક્સપોર્ટમાં આગળ વધી શકીએ નહીં. હાલ 16 ટકા લોજિસ્ટિક કોસ્ટ છે. જેને સિંગલ ડિજિટ પર લાવવાનો અમારો લક્ષ્યાંક છે.
આ પણ વાંચો – એક્સપ્રેસ અડ્ડામાં નીતિન ગડકરી સાથે ખાસ વાતચીત, જાણો શું કહ્યું
આવી છે આગામી યોજના
પોતાની યોજનાઓ વિશે વાત કરતા કહ્યું કે હાલ દિલ્હથી મુંબઈ એક ટ્રકને જવામાં 48 કલાક લાગે છે. દિલ્હીથી મુંબઈ એક્સપ્રેસવે 75થી 80 ટકા પુરો થઇ ગયો છે. હવે મારા હિસાબથી તે ટ્રક દિલ્હીથી મુંબઈ 16 કલાકમાં પહોંચી જશે. હવે 48 કલાક અને 16 કલાકમાં કેટલું અંતર છે. સાથે ઇંધણ પણ બચશે. ટાઇમ અને ઇંધણની બચત થતા જે ટ્રક પહેલા મહિનામાં ચાર ટ્રીપ લગાવતો હતો તે હવે 10થી 12 ટ્રીપ લગાવશે. તેનાથી લોજિસ્ટિક કોસ્ટ ઓછી થશે. લોજિસ્ટિક કોસ્ટ ઓછી થવાથી ઇકોનોમિક ગ્રોથ થશે અને એક્સપોર્ટ વધશે.