Sadhguru Express Adda : જગવિખ્યાત સદગુરુ જગ્ગી વાસુદેવ બુધવારે મુંબઈના એક્સપ્રેસ અડ્ડામાં સામેલ થયા હતા. આ દરમિયાન તેઓએ ઘણા વિષયો પર ચર્ચા કરી હતી. ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત ગોએન્કા સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં પણ મારા ઘણા સમર્થકો છે. ‘
આ દરમિયાન તેમણે પર્યાવરણ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે પર્યાવરણ પ્રેમી હોવું એ કોઈ મોટી વાત નથી, પરંતુ પર્યાવરણ નીતિ માટે પહેલ કરવી આસાન નથી. જોકે અમે જલવાયુ પરિવર્તન લઇને મોટરસાઇકલ રાઇડિંગમાં લગભગ આશરે 3.91 અબજ લોકોને જોડ્યા છે. આ ઉપરાંત વર્ષો બાદ તેમણે પોતાના બાઇક રાઇડિંગના અનુભવ અંગે પણ વાત કરી હતી.
યુટ્યુબર કેરીમિનાટી પર કટાક્ષ
યુટ્યુબર કેરીમિનાટીના રોસ્ટ કરવાના સવાલ પણ તેમણે કહ્યું કે લોકો મને ભગવાન માને છે કે મારી મજાક ઉડાવે છે તેની મને પરવા નથી. મારા માટે બન્ને એક સમાન છે. હું તે નથી જે લોકોના ઓપિનિયનની અસર પડે છે. હું સેલ્ફ મેડ છું. હું મારો પોતાનો રસ્તો બનાવું છું. આખી દુનિયા મારા વિશે કંઈક કહેશે તો પણ મને કશો ફરક નહીં પડે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે દરેક માનવી પોતાના ઘરમાં એક ઇંફ્લુએંસર છે. તો તમને 40 મિલિયન લોકો ફોલો કરે છે તો તેમના પ્રત્યે તમારી પણ કોઇ જવાબદારી છે. એટલે કે તેમણે નામ લીધા વગર જ યુટ્યુબર કેરીમિનાટી પર કટાક્ષ કર્યો હતો.
ખેડૂતનો પુત્ર ખેડૂત બનવા માંગતો નથી
શું ભારત પર્યાવરણ માટે પશ્ચિમી દેશો કરતા ઓછું કરી રહ્યું છે? તેના પર સદગુરુએ કહ્યું કે ભારત પર્યાવરણ માટે ઘણું કામ કરી રહ્યું છે. ભારતના ખેડૂતો વિશે વાત કરતા તેમણે કહ્યું કે આજે ખેડૂતનો દીકરો પોતે ખેડૂત બનવા માંગતો નથી. તે ખેતર વેચવાનો વિચાર કરે છે. તે શાળાએ જાય છે, અભ્યાસ કરે છે, કામ કરે છે, વિદેશમાં જાય છે પરંતુ ખેતી કરવા માંગતો નથી અને આવું કરનારા લોકોની સંખ્યા ઘણી વધારે છે.
સદગુરુ ભારતના કોઇમ્બતુર સ્થિત ઇશા ફાઉન્ડેશનના સ્થાપક છે. આ ફાઉન્ડેશનની સ્થાપના 1992માં કરવામાં આવી હતી. આ ફાઉન્ડેશન આશ્રમ ચલાવે છે. જ્યાં આધ્યાત્મિક શિક્ષણની સાથે યોગ પણ શીખવવામાં આવે છે. આ ઉપરાંત સદગુરુ યોગી, રહસ્યવાદી, લેખક, કવિ, સ્વપ્નદ્રષ્ટા અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરનાર છે.