/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/bear.jpg)
લખીમપુર ખીરી જિલ્લામાં ખેડૂતો રીંછ જેવો પહેરવેશ પહેરીને ખેતરની રક્ષા કરી રહ્યા છે (તસવીર - એએનઆઈ)
lakhimpur kheri : ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લામાં ખેડૂતો વાંદરાઓના આતંકથી પરેશાન છે. કારણ કે વાંદરાઓ તેમના પાકને ઘણું નુકસાન પહોંચાડી રહ્યા છે. વાંદરાઓને ભગાડવા માટે ખેડૂતો અવનવી તરકીબો અપનાવી રહ્યા છે. આ દરમિયાન હવે ખેડૂતો વાંદરાઓને ભગાડવા માટે નવી રણનીતિ લઈને આવ્યા છે. જેની ચારે તરફ ચર્ચા થઈ રહી છે.
લખીમપુર ખીરી જિલ્લામાં ખેડૂતોને વાંદરાઓથી પોતાના પાકને બચાવવા માટે રીંછ બનવું પડ્યું છે. ખેડૂતો રીંછ જેવો પહેરવેશ પહેરીને ખેતરની રક્ષા કરી રહ્યા છે. જહાનનગર ગામમાં ખેડૂતો શેરડીના પાકમાં વાંદરાઓ નુકસાન ના પહોંચાડે તે માટે રીંછના પોશાકનો ઉપયોગ કરે છે.
વાંદરાઓથી પાકને બચાવવા માટે ખેડુતોએ પૈસા એકઠા કર્યા છે અને રીંછના પોશાક ખરીદ્યા છે. ખેડૂતો આ ડ્રેસ પહેરીને ખેતરમાં બેસીને તેની રક્ષા કરે છે. જેથી વાંદરાઓ પાકને નુકસાન ન પહોંચાડી શકે. ખેતરમાં રીંછનો વેશ પહેરીને બેઠેલા ખેડૂતનો ફોટા સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહ્યા છે.
અધિકારીઓ ધ્યાન આપી રહ્યા નથી : ખેડૂત
એક ખેડૂત ગજેન્દ્ર સિંહે કહ્યું કે આ વિસ્તારમાં 40-45 વાંદરાઓ ફરી રહ્યા છે. તેઓ પાકને નુકસાન પહોંચાડી રહ્યા છે. અમે અધિકારીઓને વિનંતી કરી પરંતુ કોઈ ધ્યાન આપવામાં આવ્યું નહીં. તેથી અમે (ખેડૂતોએ) પૈસા આપ્યા અને અમારા પાકને બચાવવા માટે આ ડ્રેસ 4,000 રૂપિયામાં ખરીદ્યો. હવે કોઈના કોઇ આ ડ્રેસ પહેરીને ખેતરોમાં બેસી રહે છે, જેથી વાંદરાઓ ખેતરોમાં ન આવે.
Uttar Pradesh | Farmers in Lakhimpur Kheri's Jahan Nagar village use a bear costume to prevent monkeys from damaging their sugarcane crop
40-45 monkeys are roaming in the area and damaging the crops. We appealed to authorities but no attention was paid. So we (farmers)… pic.twitter.com/IBlsvECB2A— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 25, 2023
આ પણ વાંચો - ઉત્તરાખંડથી હિમાચલ સુધી વરસાદે કહેર વરસાવ્યો, હાઇવે જામ
બીજી તરફ અધિકારીઓએ કાર્યવાહીની ખાતરી આપી છે. વિભાગીય વન અધિકારી (ડીએફઓ) સંજય બિસ્વાલે જણાવ્યું હતું કે હું ખેડૂતોને ખાતરી આપું છું કે વાંદરાઓને પાકને નુકસાન કરતા અટકાવવા માટે અમે તમામ પગલાં લઈશું. એએનઆઈએ રીંછના પોશાકમાં સજ્જ અને ખેતરની વચ્ચે બેઠેલા એક ખેડૂતની તસવીરો શેર કરી હતી.
આવો જ એક કિસ્સો તેલંગાણાથી આવ્યો હતો
ગયા વર્ષે માર્ચમાં તેલંગાણાના એક ખેડૂત ભાસ્કર રેડ્ડીએ પોતાના પાકને બચાવવા માટે રીંછનો પોશાક પહેર્યા હતો. આ પછી તે ચર્ચામાં આવી ગયો હતો. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર રેડ્ડીએ જંગલી ભૂંડ અને વાંદરાઓના જોખમને પહોંચી વળવા માટે આ અનોખી પદ્ધતિ અપનાવી હતી જે તેમના પાકને નુકસાન પહોંચાડતા રહે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us