ખેડૂતોના વિરોધને જોતા દિલ્હી પોલીસ સતર્ક, સરહદ પર પાંચ હજાર જવાન તૈનાત કર્યા

farmers protest : દિલ્હી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસ બેરિકેડ લગાવીને દિલ્હી-ઉત્તર પ્રદેશ અને દિલ્હી-હરિયાણા સરહદોને મજબૂત બનાવી રહી છે

Written by Ashish Goyal
February 09, 2024 23:41 IST
ખેડૂતોના વિરોધને જોતા દિલ્હી પોલીસ સતર્ક, સરહદ પર પાંચ હજાર જવાન તૈનાત કર્યા
ખેડૂત સંગઠનો ફરી એકવાર દિલ્હી તરફ કૂચ કરવાની તૈયારી કરી રહ્યા છે (ફાઇલ ફોટો)

farmers protest : ખેડૂત સંગઠનો ફરી એકવાર દિલ્હી તરફ કૂચ કરવાની તૈયારી કરી રહ્યા છે. હરિયાણા અને પંજાબના ખેડૂતોએ ‘દિલ્હી ચલો’નો નારો આપ્યો છે. તેઓ બધા એમએસપી અને એમએસ સ્વાનીનાથન આયોગની ભલામણો લાગુ કરવાની માંગ કરી રહ્યા છે. જોકે આ વખતે દિલ્હી પોલીસ પણ તૈયાર છે. દિલ્હીને અડીને આવેલી સરહદો પર પાંચ હજારથી વધુ સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે.

દિલ્હી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસ બેરિકેડ લગાવીને દિલ્હી-ઉત્તર પ્રદેશ અને દિલ્હી-હરિયાણા સરહદોને મજબૂત બનાવી રહી છે અને રાજધાનીમાં પ્રદર્શનકારીઓને રોકવા માટે 5,000 થી વધુ સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. યુપીના ખેડૂતોએ નોઈડા-ગ્રેટર નોઈડા એક્સપ્રેસ વે પર વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું હતું. આ કારણે સામાન્ય લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ખેડૂત સંગઠનોએ 13 ફેબ્રુઆરીએ વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી

અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે અનેક ખેડૂત સંગઠનોએ 13 ફેબ્રુઆરીએ વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. અધિકારીએ જણાવ્યું હતું કે અમે હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશના અન્ય પોલીસ અધિકારીઓનો સંપર્ક કરીશું જેથી જાણી શકાય કે આ વિરોધ પ્રદર્શનમાં કેટલા સંગઠનો જોડાશે અને કેટલી સંખ્યામાં જોડાશે. આને ધ્યાનમાં રાખીને અમે વધુ કાયદો અને વ્યવસ્થા માટે યોજના બનાવીશું.

આ પણ વાંચો – જયંત ચૌધરીની ભાજપ સાથે ‘4 + 1 + 2’ ફોર્મ્યુલા પર બની વાત? ગઠબંધનની જાહેરાત માત્ર એક ઔપચારિકતા

ખેડૂતો કેમ કરી રહ્યા છે વિરોધ?

ઘણા ખેડૂત સંગઠનો, જેમાંથી મોટા ભાગના ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબના છે. તમામ લોકો એમએસપીની માંગ માટે વિરોધ કરવાની તૈયારી કરી રહ્યા છે. એમએસપી એ તે શરતોમાંથી એક છે જેના પર 2021માં ખેડુતોએ પોતાનું આંદોલન પાછું ખેંચી લીધું હતું. એમએસપી માટે કાનૂની ગેરંટી ઉપરાંત, ખેડૂતો સ્વામીનાથન આયોગની ભલામણોનો અમલ કરવા, ખેડૂતો અને ખેતમજૂરો માટે પેન્શન, પોલીસ કેસ પાછા ખેંચવા અને લખીમપુર ખેરી હિંસાનો ભોગ બનેલા લોકો માટે ન્યાયની પણ માંગ કરી રહ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ