રાકેશ ટિકૈતે અન્નદાતાને શાંત કરવાની રીત જણાવી, કહ્યું – ખેડૂત હારીને ક્યારેય પાછો જતો નથી

રાકેશ ટિકૈતે કહ્યું છે કે સંયુક્ત કિસાન મોરચા (એસકેએમ) ગુરુવારે બેઠક કરશે અને તેની આગળની રણનીતિ નક્કી કરશે

Written by Ashish Goyal
February 21, 2024 18:44 IST
રાકેશ ટિકૈતે અન્નદાતાને શાંત કરવાની રીત જણાવી, કહ્યું – ખેડૂત હારીને ક્યારેય પાછો જતો નથી
ખેડૂત નેતા રાકેશ ટિકૈત (તસવીર - એએનઆઈ)

Farmer Protest : એમએસપી પર ચાલી રહેલા ખેડૂતોના વિરોધ વચ્ચે રાકેશ ટિકૈતએ મોટું નિવેદન આપ્યું છે. રાકેશ ટિકૈતે કહ્યું છે કે સંયુક્ત કિસાન મોરચા (એસકેએમ) ગુરુવારે બેઠક કરશે અને તેની આગળની રણનીતિ નક્કી કરશે. રાકેશ ટિકૈતે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે આ સંઘર્ષ આગળ પણ ચાલશે, વાતચીતથી સમાધાન થશે.

રાકેશ ટિકૈતે વધુમાં કહ્યું કે આની પીડા આખા દેશને છે કે જે રીતે હરિયાણા તે ખેડૂતો પર ગોળીઓ અને શેલનો ઉપયોગ કરી રહ્યું છે, તેની નારાજગી આખા દેશમાં છે.

ખેડૂતોને શાંત પાડવા માટે વાતચીત જ એકમાત્ર રસ્તો

રાકેશ ટિકૈતે વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતોને શાંત પાડવા માટે વાતચીત જ એકમાત્ર રસ્તો છે અને પાછા ફરવાનો રસ્તો સમધાન છે. પહેલા વાતચીત થશે પછી જ સમાધાન આવશે. ખેડૂતો પાછા નહીં જાય. ખેડૂતો પીછેહઠ નહીં કરે. ખેડૂત હારીને ક્યારેય પાછા જતા નથી. આવતીકાલે એસકેએમની બેઠક મળશે, અમે તેમાં આગળની રણનિતી નક્કી કરીશું, હાલ અમે તેમને બહારથી ટેકો આપીશું.

આ પણ વાંચો – લોકસભા ચૂંટણી 2024 : સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ઉત્તર પ્રદેશમાં ગોઠવાઇ ગયું

શિવરાજ સિેહે કોંગ્રેસ પર કર્યો પ્રહાર

એમપીના પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે કોંગ્રેસ સરકાર એમએસપી ક્યાં આપી રહી છે? બોનસ ક્યાં આપે છે? કોંગ્રેસની સરકારે ખેડૂતોને તબાહ અને બરબાદ કર્યા છે. તેઓ એવી કોઈ પણ બાબત થઇ જાય જેનાથી સરકાર પરેશાન થાય, તેનાથી ખુશ થાય છે.

શિવરાજે વધુમાં કહ્યું કે દેશ તબાહ અને બર્બાદ થઇ જાય તેની તેમને ચિંતા નથી. ભાજપને નુકસાન કેવી રીતે થાય, તે માત્ર આવું જ વિચારતો રહે છે. દેશમાં શાંતિ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક નવું ભારત ઊભું થયું છે અને ચારે બાજુ ભારતનો જયજયકાર થઇ રહ્યો છે તે જોઈને તેઓ પરેશાન છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ