ખેડૂત સંગઠનોએ કેન્દ્રના પ્રસ્તાવને નકારી કાઢ્યો, 21 ફેબ્રુઆરીએ દિલ્હી તરફ કૂચ કરશે

Farmers Protest : સંયુક્ત કિસાન મોરચા કહ્યું કે અમને લાગે છે કે સરકારની દરખાસ્તનો હેતુ ખેડૂતોની મુખ્ય માંગણીઓને ડાયવર્ટ કરવા અને નબળી પાડવાનો છે

Written by Ashish Goyal
Updated : February 19, 2024 23:53 IST
ખેડૂત સંગઠનોએ કેન્દ્રના પ્રસ્તાવને નકારી કાઢ્યો, 21 ફેબ્રુઆરીએ દિલ્હી તરફ કૂચ કરશે
પંજાબમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો (Express photo by Gurmeet Singh)

Raakhi Jagga  : સંયુક્ત કિસાન મોરચાએ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા પ્રસ્તાવને ફગાવી દીધો છે. સંયુક્ત કિસાન મોરચા એ સંગઠન છે જેણે 2020-21 માં દિલ્હીની સરહદો પર ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. આ વખતે કિસાન મજદૂર મોરચા અને સંયુક્ત કિસાન મોરચા (અરાજકીય) ખેડૂત આંદોલનનું નેતૃત્વ કરી રહ્યા છે.

ચોથા રાઉન્ડની વાતચીત દરમિયાન કેન્દ્ર સરકારે આપેલા પ્રસ્તાવને ખેડૂત સંગઠનોએ ફગાવી દીધો છે. ખેડૂત નેતાઓનું કહેવું છે કે કેન્દ્ર સરકારના પ્રસ્તાવમાં કોઈ સ્પષ્ટતા નથી. શંભુ બોર્ડર પર યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલે કહ્યું કે અમે 5 વર્ષ માટે એમએસપી પર દાળ, મકાઇ, કપાસ ખરીદવાના કેન્દ્રના પ્રસ્તાવને ફગાવીએ છીએ.

21 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે દિલ્હી તરફ કૂચ કરશે

આ સાથે ખેડૂત નેતાઓએ સરકાર પાસે 23 પાક પર એમએસપી લાગુ કરવાની માંગ કરી છે. ખેડૂત નેતાઓએ કહ્યું કે જો બે દિવસમાં તેમની માંગણીઓ નહીં સંતોષાય તો તેઓ 21 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે દિલ્હી તરફ કૂચ કરશે.

કેન્દ્રીય મંત્રીઓએ રવિવારે ચંદીગઢમાં ખેડૂત નેતાઓ સાથેની વાતચીતમાં સહકારી મંડળીઓ એનસીસીએફ (નેશનલ કન્ઝ્યુમર કોઓપરેટિવ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ) અને નાફેડ (નેશનલ એગ્રિકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા) ને એમએસપી પર કઠોળ ખરીદવા માટે ખેડૂતો સાથે પાંચ વર્ષનો કરાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓએ કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા એમએસપી પર કપાસનો પાક ખરીદવા માટે ખેડૂતો સાથે પાંચ વર્ષનો કરાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

આ પ્રસ્તાવ પંજાબ-કેન્દ્રિત હોય તેવું લાગે છે – દર્શન પાલ

એસકેએમ નેશનલ કોઓર્ડિનેશન કમિટીના સભ્ય ડો.દર્શન પાલે સોમવારે ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે અમે મંત્રીઓ સાથે ચાલી રહેલી વાતચીતનો ભાગ નથી, તેમ છતાં સરકારનો આ પ્રસ્તાવ તમામ ખેડૂતોને લાગુ પડે છે. તેમણે કહ્યું કે અમને લાગે છે કે સરકારની દરખાસ્તનો હેતુ ખેડૂતોની મુખ્ય માંગણીઓને ડાયવર્ટ કરવા અને નબળી પાડવાનો છે. તેમણે પાંચ પાક મકાઈ, કપાસ, અરહર, મસૂર અને અડદ દાળને એમએસપી પર ખરીદવાનો પ્રસ્તાવ મુક્યો છે. આ પ્રસ્તાવ પંજાબ-કેન્દ્રિત હોય તેવું લાગે છે. દેશના બાકીના ભાગના ખેડૂતોનું શું?

આ પણ વાંચો – કલ્કી ધામ દ્વારા મુરાદાબાદ વિભાગમાં પકડ મજબૂત કરવાનો પ્લાન? 2019માં ભાજપને લાગ્યો હતો મોટો ઝટકો

તમામ 23 પાક પર એમએસપીની જાહેરાત થવી જોઈએ

તેમણે વધુમાં જણાવ્યું હતું કે એસકેએમનું માનવું છે કે એમએસપી સ્વામીનાથનની સી2+ 50 ફોર્મ્યુલા પર આધારિત હોવી જોઈએ અને તે તમામ પાકને લાગુ થવી જોઈએ. ઓછામાં ઓછું તેઓએ તે તમામ 23 પાક માટે આપવું જોઈએ, જેના માટે તેઓએ એમએસપી જાહેર કરી છે. આ ઉપરાંત ડેરી અને અન્ય કૃષિ ઉદ્યોગોને પણ એમએસપી હેઠળ લાવવા જોઈએ. હિમાચલ પ્રદેશે થોડા દિવસો પહેલા દૂધ પર એમએસપીની ઘોષણા કરી હતી.

અખિલ ભારતીય કિસાન મહાસંઘના અધ્યક્ષ પ્રેમસિંહ ભગ્ગુએ કહ્યું કે જો મોદી સરકાર પોતાના વચનો પૂરા નથી કરી શકતી તો પીએમ મોદીએ ઈમાનદારીથી લોકોને જણાવવું જોઈએ. તેમણે કહ્યું કે જો ખેડૂતો આ પ્રસ્તાવનો સ્વીકાર કરશે તો તે કેન્દ્ર સરકારને પંજાબમાં ડાંગર અને ઘઉંની ખરીદી ન કરવાનું બહાનું મળી જશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ