Navjeevan Gopal : લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પંજાબના ખેડૂત યૂનિયનોના “દિલ્હી ચલો” આંદોલને ફરી રાજ્યની રાજનીતિ તેજ કરી દીધી છે. ખેડૂત આંદોલનથી એનડીએના પૂર્વ સહયોગી શિરોમણી અકાલી દળ (એસએડી) અને ભાજપ વચ્ચેના સંબંધોને સ્પષ્ટ અસર થઈ રહી છે. મડાગાંઠ તોડવા માટે આંદોલનકારી ખેડૂત યૂનિયનો સાથે કેન્દ્રીય નેતાઓની વાતચીત પર હાલ બંને પક્ષો નજર રાખી રહ્યા છે.
ખેડૂત નેતાઓ સાથેની આગામી બેઠકમાં પંજાબના સીએમ માન પણ ભાગ લેશે
ખેડૂત સંગઠનો અને ત્રણ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, અર્જુન મુંડા અને નિત્યાનંદ રાય વચ્ચે ખેડૂત સંગઠનોની માંગણીઓને લઈને ગુરુવાર અને શુક્રવારે રાત્રે ત્રીજા રાઉન્ડની વાતચીત થઈ હતી. તેમાં પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) અને લોન માફી સંબંધિત કાયદાનો પણ સમાવેશ થાય છે. જોકે આ વાતચીત કોઈ નિષ્કર્ષ પર પહોંચી ન હતી. તેમની આગામી બેઠક રવિવારે સાંજે થશે. આ બેઠકમાં પંજાબના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માન પણ સામેલ થશે.
એસએડીની કોર કમિટીએ કહ્યું – સમાધાન શોધ્યા પછી જ ભાગીદારી પર વિચાર કરશે
સુખબીર બાદલની આગેવાની હેઠળના શિરોમણી અકાલી દળ (એસએડી) પહેલેથી જ વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે એકતા વ્યક્ત કરી ચૂક્યું છે. તેમની પાર્ટીના કોર કમિટીના નેતાઓ એક બેઠક યોજશે, જેમાં ઝડપથી વિકસી રહેલી પરિસ્થિતિ પર વિચાર-વિમર્શ કરવામાં આવશે. ખેડૂત આંદોલનને તેમની પાર્ટીના સંપૂર્ણ સમર્થનનો પુનરોચ્ચાર કરતા, એસએડી કોર કમિટીએ નિર્ણય લીધો છે કે જ્યાં સુધી તેમની ફરિયાદોના નિવારણ માટે કોઈ સમાધાન ન આવે ત્યાં સુધી પાર્ટીએ ભાજપ સાથે ફરીથી ગઠબંધન ન કરવું જોઈએ.
આ પણ વાંચો – MSPની માંગણી પર અડગ ખેડૂતો, આ મુદ્દે 2022માં બનેલી સરકારી સમિતિએ અત્યાર સુધી શું કર્યું
શિરોમણી અકાલી દળ (એસએડી)ની ટોચની પેનલના એક સભ્યએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે તેના મોટાભાગના સભ્યોનો મત છે કે આ તબક્કે અને જ્યાં સુધી ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ ન આવે અને ખેડૂત આંદોલન સમાપ્ત ન થાય ત્યાં સુધી અકાલી દળે ભાજપ સાથે જોડાણની સંભાવના શોધવી જોઈએ નહીં.
હાલ અકાલી દળ ગઠબંધન કરવાથી બચવું જોઈએ
અન્ય એક વરિષ્ઠ અકાલી નેતાએ જણાવ્યું હતું કે જોકે પાર્ટીના 75 ટકા ટોચના નેતાઓનો મત હતો કે ભાજપ સાથે ગઠબંધન કરવું એ બંને પક્ષોના હિતમાં છે. જોકે કૃષિ આંદોલનને હવાલો આપીને કહ્યું કે અકાલી દળ ગઠબંધન કરવાથી બચવું જોઈએ. તેમણે કહ્યું કે પાર્ટીમાં દરેક વ્યક્તિ એકમત હતી કે આ તબક્કે કોઈ પણ જોડાણની વાટાઘાટો આગળ ધપાવવી જોઈએ નહીં, જ્યારે ખેડૂતોની ચિંતાઓ પર ધ્યાન આપવામાં આવતું નથી.
સપ્ટેમ્બર 2020માં ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂત આંદોલનને સમર્થન કરતા ભાજપના સૌથી જૂના સાથી અકાલી દળે પોતાના સંબંધો તોડી નાખ્યા હતા.





