/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/05/new-parliament-fact.jpg)
દેશના વિવિધ ભાગોમાંથી નવા સંસદ બનાવવા માટે સામગ્રી લવાઈ
New Parliament Building Inauguration : દેશને આજે નવી સંસદ મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડા જ સમયમાં દેશને નવા સંસદ ભવનને સોંપશે. નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહ સવારે 7.30 વાગ્યે શરુ થયું છે. વડાપ્રધાન મોદીએ પૂજા વિધિ બાદ સેંગોલને સંસદમાં સ્થાપિત કર્યો હતો. સાથે જ તકતીનું અનાવરણ પણ કર્યું હતું. તો ચાલો જાણીએ નવા સંસદ ભવન સાથે સંકળાયેલા પાંચ મહત્વના ફેક્ટ..
1 - ત્રિકોણીય આકારમાં ચાર માળનું સંસદ ભવનનું નિર્માણ ક્ષેત્ર 64,500 વર્ગમીટર છે. આ ઇમારતના મુખ્ય ત્રણ દ્વારા, જ્ઞાન દ્વાર, શક્તિ દ્વાર અને કર્મ દ્વાર છે. આ સાથે જવીઆઈપી સાંસદો અને આગંતુકો માટે અગલ અગલ પ્રવેશ દ્વાર છે.
2 - વર્તમાન સંસદની લોકસભામાં જ્યાં મેક્સિમસ 552 લોકો જ્યારે સેન્ટ્રલ હોલમાં 436 લોકો બેસી શકે છે. યારે લોકસભામાં 888 લોકોને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યસભામાં 384 લોકોનને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
3- નવા સંસદ ભવનનું નિર્માણમાં ઉપયોગમાં લેવાયેલી સામગ્રી દેશના વિવિધ ભાગોમાંથી લાવવામાં આવી છે. આ પ્રયુક્ત સાગનું લાકડું મહારાષ્ટ્રના નાગપુરમાંથી લાવવામાં આવ્યું છે. જ્યારે લાલ અને સફેદ બલુઆ પત્થર રાજસ્થાનના સરમથુરામાંથી લાવવામાં આવ્યા છે. લીલો પથ્થર ઉદેપુરથી, તો અજમેર પાસેના લાખા પાસેથી લાલ ગ્રેનાઇટ અને સફેદ સંગેમરમર અંબાજીથી મંગાવવામાં આવ્યો છે.
4- અશોક ચિન્હ માટે સામગ્રી મહારાષ્ટ્રના ઔરંગાબાદ અને રાજસ્થાનના જયપુરથી લાવવામાં આવ્યો છે. જ્યારે સંસદ ભવનના બહારના ભાગમાં લાવવામાં આવેલી સામગ્રી મધ્ય પ્રદેશના ઇન્દોરથી મંગાવવામાં આવી છે. પથ્થરની નક્કાસીનું કામ આબુ રોડ અને ઉદેયપુરના મૂર્તિકારો દ્વારા કરવામાં આવ્યું છે. લોકસભા અને રાજ્યસભા કક્ષોમાં ફાલ્સ સીલિંગ માટે સ્ટીરની સંરચના કેન્દ્ર શાસિત પ્રદેશ દમન અને દીવથી મંગાવવામાં આવી છે. જ્યારે નવા ભવન માટે ફર્નિચર મુંબઈમાં તૈયાર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ-New Parliament Building Inauguration : એક રૂમથી એક સંસ્થા સુધીઃ પ્રથમ વિધાનસભા કાર્યાલયના ઇતિહાસ પર એક નજર
5 - નવા સંસદ ભવનના નિર્માણ ગવિધિઓ માટે ઠોસ મિશ્રણ બનાવવા માટે હરિયાણાના ચરખી દાદરીમાં નિર્મિત રેત અથવા એમ-રેતનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એમ રેત એક પ્રકારની કૃત્રિમ રેત છે. જેને મોટા પથ્થરો અથવા ગ્રેનાઇટને ઝીણા કણોમાં ડીને બનાવવામાં આવે છે. જે નદીની રેતથી અલગ હોય છે. નિર્માણમાં ઉપયોગમાં લેવામાં આવેલી ફ્લાઇ એશની ઇંટો હરિયાણા અને ઉત્તર પ્રદેશમાંથી મંગાવવામાં આવ્યું હતું. પીતળના કામ માટે સામગ્રી અને પહેલાથી જ તૈયાર સાંચા ગુજરાતના અમદાવાદથી લાવવામાં આવ્યા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us