વિકાસ પાઠક : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે દેશના લોકોને 22 જાન્યુઆરીએ જ્યારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે ત્યારે તેમના ઘરોમાં દિવાળી ઉજવવાની અપીલ કરી હતી અને ઉમેર્યું હતું કે તેઓ 23 જાન્યુઆરીથી તેમની અનુકૂળતા મુજબ અયોધ્યાની મુલાકાત લે. તેમણે પ્રાણ પ્રતિષ્ઠાના થોડા અઠવાડિયા પહેલા જ અયોધ્યાની મુલાકાત દરમિયાન એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા. જેમા તેમાં ઘણા મુદ્દા પર વાત કરી હતી.
મોદીનો સંદેશ
પીએમ મોદીનો સંદેશ હિન્દુત્વ પ્લસ લાગતો હતો. અયોધ્યામાં વિશ્વકક્ષાનું માળખું ઊભું કરવામાં આવ્યું હોવાથી મંદિરોની નગરીમાં પરંપરા અને આધુનિક વિકાસનો સમન્વય જોવા મળશે, જે શાસક ભાજપના દૃષ્ટિકોણથી જોઈએ તો દેશની રાષ્ટ્રીય મહાનતા માટે આવશ્યક છે. યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, કેન્દ્રીય મંત્રી જનરલ વી કે સિંહ અને યુપીના અનેક મંત્રીઓની હાજરીમાં એક જનસભાને સંબોધિત કરતા પહેલા પીએમ મોદીએ મંદિરોની નગરીમાં અયોધ્યા ધામ રેલવે સ્ટેશન અને મહર્ષિ વાલ્મીકિ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.
નવા ભારતમાં ન્યૂ અયોધ્યા
પોતાના ભાષણોમાં પીએમ મોદી અને સીએમ આદિત્યનાથે સ્પષ્ટ કર્યું હતું કે અયોધ્યામાં એક વિશાળ માળખાગત ફેસલિફ્ટ જોવા મળવાની છે, જે તેને સંપૂર્ણપણે નવું શહેર બનાવશે. રામ મંદિરના સ્થળ તરીકે અયોધ્યા નગરના ધાર્મિક મહત્વમાં ઉમેરો એ નવી અયોધ્યા છે જે પરંપરા, આધ્યાત્મિકતા અને આધુનિક સુવિધાઓના વૈશ્વિક કેન્દ્રને પ્રદર્શિત કરવા માટે કેન્દ્ર અને રાજ્યમાં ભાજપના શાસન દ્વારા વિકસિત કરવામાં આવી રહી છે. વડા પ્રધાને શનિવારે અયોધ્યામાં 15,000 કરોડ રૂપિયાથી વધુની યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું.
પીએમ મોદીએ ભારતની પ્રથમ બે અમૃત ભારત ટ્રેનો અને છ વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપી હતી અને એરપોર્ટનો રંગ રામ મંદિર જેવો જ છે. આમ યાત્રાળુઓને અવિરત ધાર્મિક અનુભવ પૂરો પાડે છે. નાના શહેરમાં આગામી વર્ષોમાં મોટા પાયે વિસ્તરણ જોવા મળશે, કારણ કે હોટલો માટે ઘણા પ્લોટ નક્કી કરવામાં આવ્યા હોવાના અહેવાલ છે. આ ઉપરાંત અનેક શોપિંગ કોમ્પ્લેક્સ અને યાત્રાળુઓ માટે અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
વૈચારિક રણનીતિ
ટી.વી. ચેનલો પર જીવંત પ્રસારિત થયેલા આ પ્રસંગને કારણે ભાજપ અને આરએસએસ સાથે સંકળાયેલાં અન્ય સંગઠનોએ દાયકાઓથી જે વૈચારિક પ્રોજેક્ટ હાથ ધર્યો હતો તેને સાકાર કર્યો હોય તેમ લાગતું હતું. પીએમ મોદીએ કહ્યું હતું કે જો કોઈ પણ દેશ વિકાસ કરવા માંગતો હોય, તો તેણે તેના વારસાનું રક્ષણ કરવું પડશે. અમે જૂના અને નવા સાથે આગળ વધી રહ્યા છીએ. એક વખત રામ લલ્લા અયોધ્યામાં તંબુમાં હતા. આજે માત્ર રામ લલ્લા માટે જ નહીં પરંતુ 4 કરોડ લોકો માટે પાકા મકાનો છે. આજે અયોધ્યા માટે વિકાસનો ઉત્સવ છે, કેટલાક દિવસો પછી અહીં પરંપરાનો તહેવાર આવશે.
આ પણ વાંચો – પીએમ નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં કહ્યું – 22 જાન્યુઆરીએ પોતાના ઘરમાં શ્રીરામ જ્યોતિ પ્રગટાવો
અયોધ્યા માત્ર અવધ ક્ષેત્ર જ નહીં, પણ સમગ્ર ઉત્તર પ્રદેશનાં વિકાસને દિશા આપશે એ વાત પર પ્રકાશ ફેંકતા પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે અમે હજારો કરોડ રૂપિયાનો વિકાસ કરી રહ્યાં છીએ, સ્માર્ટ શહેર બનાવવામાં આવી રહ્યું છે. રસ્તાઓ પહોળા કરવામાં આવી રહ્યા છે, ફ્લાયઓવર આવી રહ્યા છે. અયોધ્યામાં પરિવહનના નવા-નવા માધ્યમો આવી રહ્યા છે.”
મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, 30 ડિસેમ્બરનો દિવસ એ જ દિવસ હતો જ્યારે નેતાજી સુભાષચંદ્ર બોઝે 1943માં આંદામાન અને નિકોબાર ટાપુ પર તિરંગો ફરકાવ્યો હતો આમ તે દિવસને ખાસ બનાવ્યો હતો.
સીએમ આદિત્યનાથે કહ્યું કે મોદી “નવા ભારતના નવા અયોધ્યા”નું ઉદ્ઘાટન કરવા આવ્યા છે. તેમણે નોંધ્યું હતું કે મંદિરોની નગરી પરિવર્તનમાંથી પસાર થઈ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે અયોધ્યામાં અત્યાધુનિક રેલવે સ્ટેશન અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે અને હવે તેને આઠ લેનનાં રાજમાર્ગો સાથે જોડવામાં આવશે.
સામાજિક સંતુલન
નોંધપાત્ર વાત એ છે કે રામ મંદિર એક શક્તિશાળી સાંસ્કૃતિક પ્રતીકવાદને રેખાંકિત કરે છે, ખાસ કરીને લાંબા કાનૂની વિવાદને કારણે, મંદિર સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી બની રહ્યું છે. ત્યારે ભગવાન રામના મહાકાવ્ય રામાયણના પ્રથમ લેખક ગણાતા મહર્ષિ વાલ્મિકીના નામની પસંદગી મહત્વપૂર્ણ છે કારણ કે અનુસૂચિત જાતિનો એક વર્ગ વાલ્મિકીને પૂજ્ય ગણે છે અને તેમના સમુદાયની ઓળખ તેમના નામ સાથે કરે છે. આમ પ્રતીકવાદમાં દલિતોના સંપર્કનું એક પાસું પણ છે, જે રામ મંદિર ચળવળને સમાનતાવાદી સામાજિક પીચ સાથે જોડે છે.
નોંધપાત્ર રીતે વડા પ્રધાને લાભાર્થી ધની રામ માંઝીના ઘરની પણ મુલાકાત લીધી હતી, જેમને દેખીતી રીતે ઉજ્જવલા યોજનાનો લાભ મળ્યો હતો. નોંધપાત્ર વાત એ છે કે આ મુલાકાત માટે લાભાર્થીની પસંદગીએ પણ મજબૂત દલિત પહોંચનું સૂચન કર્યું હતું. કારણ કે યુપીના માંઝી એસસીની યાદીમાં છે.
સાંસ્કૃતિક પ્રોજેક્ટો
મોદીના નેતૃત્વ હેઠળના ભાજપના ભવ્ય સાંસ્કૃતિક પ્રોજેક્ટ્સની એક મહત્ત્વની વિશેષતા એ છે કે દેશમાં વિઝ્યુઅલ અને મેમોરિયલ લેન્ડસ્કેપને એ રીતે બદલવાનું છે કે તેમની સરકાર ઇતિહાસમાં તેની સાથે સંકળાયેલી હોય.
સંસદનું નવું ભવન અને તેનો નવો દેખાવ ,સમ્રાટ અશોકની સારનાથ સિંહ રાજધાની, કર્તવ્ય પથ (અગાઉનું રાજપથ) અને લુટિયન્સ દિલ્હીના કેટલાક ભાગોનો બદલાતો ચહેરો, ઇન્ડિયા ગેટ પર નેતાજીની પ્રતિમા, વારાણસીમાં નવો કાશી વિશ્વનાથ કોરિડોર, ઉજ્જૈનમાં મહાકાલ કોરિડોર અને હવે નવી અયોધ્યા એક પેટર્નને અનુસરે છે. જોકે હકીકત એ છે કે અયોધ્યા એક નાનું શહેર રહ્યું છે, જેમાં ઘણી બધી ખુલ્લી જગ્યાઓ છે, નવા દેખાતા આ શહેર જૂના તીર્થસ્થાન કરતા દેખીતી રીતે જ અલગ હશે, આમ તેને મોદી સરકાર અને ભાજપ સાથે અપરિવર્તનીય રીતે જોડવામાં આવશે.