/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/scam-fraud-case.jpg)
પ્રતિકારત્મક તસ્વીર (Photo - Canva)
Forex Trading And Crypto Currency Fraud : હિમાચલ પ્રદેશમાં ક્રિપ્ટો કરન્સીના નામે એક લાખ લોકોને લૂંટવામાં આવ્યા છે. જેમાં રોકાણકારો સાથે 2500 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરવામાં આવી છે. વિધાનસભામાં આ મામલો ઉઠાવવામાં આવ્યા બાદ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ આ કેસમાં અત્યાર સુધીમાં ચાર મુખ્ય માસ્ટરમાઇન્ડ સહિત બે ડઝન આરોપીઓની ધરપકડ કરી છે. આ છેતરપિંડી સમગ્ર હિમાચલના લોકોએ પોતે છેતરાયા હોવાનું અનુભવ્યુ છે, કારણ કે ગુંડાઓએ રાજ્યના લોકોની મહેનતની કમાણી લૂંટી લીધી છે. અત્યારે આ મામલો ચર્ચામાં છે. આવો જ કૌભાંડનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં 'ફોરેક્સ ટ્રેડિંગ' મારફતે છેતરપિંડીને અંજામ આપવામાં આવ્યો છે.
આ છેતરપિંડીમાં 'ક્યૂએફએક્સ'ની મંડીમાં નાગચલા અને પંજાબમાં જીરકપુર સહિત બે ઓફિસને સીલ કરવામાં આવી છે. તપાસમાં જાણવા મળ્યું કે આ ઓફિસો લાયસન્સ વગર ચલાવવામાં આવી રહી છે.
પોલીસ કમિશ્નર મંડી સૌમ્ય સાંબાશિવને ગુરુવારે મીડિયાને જણાવ્યું કે, કેટલીક ફરિયાદો મળ્યા બાદ જ્યારે પોલીસે તપાસ શરૂ કરી તો એક મોટું કૌભાંડ બહાર આવ્યું. જેમાં અત્યાર સુધીમાં 210 કરોડ રૂપિયાની છેતરપિંડી થઇ હોવાનું સામે આવ્યું છે.
પંજાબથી ગોવા સુધી ફેલાયેલા છે કૌભાંડના તાર
તેમણે કહ્યું કે, આ કૌભાંડ વ્યાપક સ્તરે ફેલાયેલુ છે જેના તાર પંજાબ, ચંદીગઢ, હરિયાણા, દિલ્હી ઉપરાંત ગુજરાત અને ગોવા સુધી ફેલાયેલા છે. ત્યાં પણ લોકો સાથે લાખોની છેતરપિંડી થઈ હતી.
પોલીસ કમિશ્નરે જણાવ્યું કે, જ્યારે પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી ત્યારે બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આમાંથી એક આરોપી વિદેશ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો તેને દિલ્હી એરપોર્ટ પરથી ઝડપી લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો | લવ ટ્રાયેન્ગલ : ભાઈ તેના લિવ-ઈન પાર્ટનરના પ્રેમમાં પડ્યો, ‘ગબ્બરે’ તેને બેડરૂમમાં રંગે હાથ પકડ્યો અને…
પોલીસે કાર્યવાહી કરીને આરોપીઓના 30 લાખ રૂપિયાના બેંક ખાતા જપ્ત કર્યા છે. જો કે હજુ સુધી મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. તેને પકડવાના પ્રયાસો ચાલુ છે અને તપાસ ચાલુ છે. પોલીસ કમિશ્નરના જણાવ્યા અનુસાર ક્રિપ્ટો કરન્સીની જેમ જ 'ફોરેક્સ ટ્રેડિંગ'ના નામે પણ જંગી નફાના નામે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. પોલીસે લોકોને મોટા નફાની લાલચ આપનારથી સાવધાન રહેવા અને આવા રોકાણથી દૂર રહેવા વિનંતી કરી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us