કોગ્રેસ નેતા સચિન પાયલ આજે એટલે કે મંગળવારે 11 એપ્રિલના રોજ જયપુરમાં પોતાનું અનશન શરુ કરશે. રાજસ્થાનના પૂર્વ ઉપ મુખ્યમંત્રી સચિન પાયલટે અશોક ગહલોત સરકારથી ફરિયાદ કરી છે કે તેમને તમામ ભ્રષ્ટાચારના મુદ્દાઓને સાડા ચાર વર્ષમાં કોઈ કાર્યવાહી કરી નથી જેના આધાર પર પ્રદેશમાં કોંગ્રેસ સત્તામાં આવી હતી. પાયલટે કહ્યું કે પહેલાની વસુંધરા રાજે સરકારના સમયમાં ખનન કૌભાંડ થયું હતું. આ કૌભાંડમાં હજી સુધી કોઈ કાર્યવાહી થઇ નથી. પાયલટના ધરણાંને લઇને હલચલ ત્યારે તેજ થઈ જ્યારે કોંગ્રેસે આ ઘટનાને પાર્ટી વિરોધી ગતિવિધ ગણાવી હતી. પાયલટે ચેતવણી આપી હતી કે જો તેમણે અનશન કર્યું તો તેમની સામે કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે.
સચિન પાયલટનું અનશન પાર્ટી વિરોધી ગતિવિધિઃ કોંગ્રેસ
મોડી રાત્રે રાજસ્થાનના એઆઇસીસી પ્રભારી સુખજિંદર સિંહ રંધાવાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે સચિન પાયલટનો દિવસભરનો ઉપવાસ પાર્ટી હિતોના વિરોધમાં છે. આ પાર્ટી વિરોધી ગતિવિધિ છે. જો તેમની પોતાની સરકાર સાથે કોઈ સમસ્યા છે તો આના પર મીડિયા અને જનતા પાસે જવાના બદલે પાર્ટી સાથે ચર્ચાની થવી જોઈતી હતી.
આ પણ વાંચોઃ- આજનો ઇતિહાસ 11 એપ્રિલ : કસ્તુરબા ગાંધી અને જ્યોતિબા ફૂલેની જન્મજયંતિ
આલાકમાનના સૂત્રોનું કહેવું છે કે રંધાવાએ સોમવારે પાયલટ સાથે ફોન ઉપર વાતચીત કરી હતી. જેમાં તેમણે રવિવારે કરેલી પ્રેસ કોન્ફરન્સમાં ઉઠાવેલા મુદ્દાઓ ઉપર ચર્ચા કરવા માટે દિલ્હી આવવા માટે કહ્યું હતું. રાજસ્થાનના કોંગ્રેસ પ્રભારી સુખજિંદર સિંહ રંધાવાએ કહ્યું કે સિચન પાયલટનું અનશન પાર્ટીના હિતો વિરોધી છે. હું છેલ્લા પાંચ મહિનાથી એઆઇસીસીનો પ્રભારી છું. પરંતુ તેમણે આ મુદ્દા ઉપર મારી સાથે ક્યારેય વાત કરી નથી. હું શાંતિથી વાત કરવાની અપીલ કરું છું કારણ કે સચિન પાયલટ પાર્ટીની ધરોહર છે.
11 વાગ્યે શરુ કરશે અનશન
સચિન પાયલટ આજે મંગળવારે 11 વાગ્યે જયપુરના શહીદ સ્મારક પર અનશન શરૂ કરશે. અનશન માટે તેમની તરફથી પાર્ટીના કોઈપણ નેતાને કોઈ ઔપચારિક નિમંત્રણ મોકલવામાં આવ્યું નથી. પરંતુ આ અનશનમાં પોતાના ચૂંટણી વિસ્તાર ટોંક અને સવાઇ માધોપુર સહિતના અનેક જિલ્લાના કાર્યકર્તાઓ અને સમર્થકો અનશન સ્થળ ઉપર પહોંચવાની સંભાવના છે. માનવામાં આવી રહ્યું છે કે પાયલટ જૂથના કેટલાક ધારાસભ્યો સહિત પાર્ટી સાથે જોડાયેલા મોટા નેતા પણ અનશનમાં સામેલ થઇ શકે છે.
પાયલટ કેમ કરી રહ્યા છે અનશન
સચિન પાયલટનું કહેવું છે કે રાજ્યની પાછલી બીજેપી સરકારમાં કથિત રીતે થયેલા ભ્રષ્ટાચારને લઇને ગહલોત સરકારે કોઇ કાર્યવાહી કરી નથી. તેમનું કહેવું છે કે વિપક્ષમાં રહેતા અમે વાયદો કર્યો હતો કે 45,000 કરોડ રૂપિયાના ખનન કૌભાંડની તપાસ કરાવશું. પાયલટે કહ્યું કે હવે સરકાર પાસે માત્ર છ મહિનાનો સમય બાકી છે. આવી સ્થિતિમાં જે વાયદો કર્યો હતો તેને પુરો કરવો જોઇએ. તેમણે કહ્યું કે કાર્યવાહી એટલા માટે ઝડપી થઈ જોઈએ કે કોંગ્રેસ કાર્યકર્તાઓને લાગે કે અમારી કથની અને કરનીમાં કોઇ અંતર નથી.
કોંગ્રેસનું કહેવું છે?
કોંગ્રેસના વરિષ્ઠ નેતા ટીએસ સિંહ દેવનું કહેવું છે કે મને નથી લાગતું કે સચિન પાયલટે કોઈ લક્ષ્મણ રેખા પાર કરી હોય. તેમનું કહેવું છે પાર્ટી વિરોધી ગતિવિધિ નથી. સચિન પાયલટના વફાદાર ધારાસભ્ય વેદ સોલંકીએ કહ્યું કે પાયલટે વસુંધરા રાજેના નેતૃત્વવાળી પાછલી ભાજપ સરકારના ભ્રષ્ટાચાર સામે કાર્યવાહીની ઉઠાવી છે. અને અનેક ધારાસભ્યો તેમની સાથે છે.
રાજસ્થાનના ખાધ્ય અને નાગરીક પૂરવઠા મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસે સચિન પાયલટની માંગનું સમર્થન કર્યું છે. ખાચરિયાવાસે કહ્યું કે સચિન પાયલટની વાતથી સહમત છે અને આ સરકારની જવાબદારી છે કે તેમના એ મુદ્દાઓ પર કાર્યવાહી કરે જે કોંગ્રેસ પાર્ટીના વિપક્ષમાં રહેતા ઉઠાવવામાં આવ્યા હતા.





