Former JDU president Sharad Yadav passes away : JDUના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવનું ગુરુવારે 75 વર્ષની વયે નિધન થયું છે. શરદ યાદવની પુત્રી સુભાષિની શરદ યાદવે ટ્વિટ કરીને કહ્યું- પાપા હવે નથી. શરદ યાદવે ગુરુગ્રામની ફોર્ટિસ હોસ્પિટલમાંઅંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી તેમના સમર્થકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
શરદ યાદવની પુત્રી સુભાષિની યાદવે ટ્વિટર પર પોતાના પિતાના મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું કે પાપા રહ્યા નથી. તેમણે 10.19 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા.
પીએમ મોદીએ શરદ યાદવના નિધન પર શોક વ્યક્ત કર્યો
પીએમ મોદીએ શરદ યાદવના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે શરદ યાદવજીના જવાથી દુખ થયું. એક લાંબા રાજનીતિક જીવનમાં તેમણે સાંસદ અને મંત્રી તરીકે એક અલગ ઓળખ બનાવી. લોહિયાના વિચારોથી ઘણા પ્રેરિત હતા. હું તેમની સાથે થયેલી દરેક વાતચીતને યાદ રાખીશ. તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદનાઓ. ઓમ શાંતિ.
શરદ યાદવને અભ્યાસ દરમિયાન જ રાજનીતિમાં રસ રહ્યો હતો
શરદ યાદવનો જન્મ 1 જુલાઈ 1947ના રોજ મધ્યપ્રદેશના હોશંગાબાદના એક ગામમાં થયો હતો. શરદ યાદવને અભ્યાસ દરમિયાન જ રાજનીતિમાં રસ રહ્યો હતો. 1971માં તેમણે પોતાની એન્જીનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ડો. રામ મનોહર લોહિયાના વિચારોથી પ્રેરિત થઇને યુવા નેતા તરીકે શરદ યાદવે ઘણા આંદોલનમાં ભાગ લીધો હતો. મીસા અંતર્ગત 1969-70, 1972 અને 1975માં ધરપકડ કરાઇ હતી. સક્રિય રાજનીતિમાં તેઓ 1974માં આવ્યા હતા. તે પ્રથમ વખત મધ્ય પ્રદેશની જબલપુર સીટથી સાંસદ ચૂંટાયા હતા. તે જેપી આંદોલનનો સમય હતો.