(Vikas Pathak) Ayodhya Ram Temple Movement Hisotry: રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં હજારો લોકો એકઠા થવાના છે. રાજકીય ચહેરાઓથી લઈને ફિલ્મ સ્ટાર્સ સુધી, દરેક વ્યક્તિ હાજર રહેશે. હવે રામ મંદિર બનીને તૈયાર થઇ રહ્યો છે, તેનો ઇતિહાસ, તેનો સંઘર્ષ ઘણા દાયકાઓ જૂનો છે.
હાલ એવો માહોલ ચોક્કસપણે બનાવવામાં આવી રહ્યું છે જ્યાં એવું દેખાડવામાં આવી રહ્યું છે કે રામ મંદિર આંદોલનમાં ભાજપે મુખ્ય ભૂમિકા ભજવી છે. એ વાત સાચી છે કે 1989થી ભાજપે પોતાના ઘોષણાપત્રમાં રામ મંદિરને મુખ્ય રાખ્યું હતું. પરંતુ એ પણ સત્ય છે કે આ આંદોલનની આગ ભાજપના આગમનના ઘણા વર્ષો પહેલા જ ભડકી હતી.
નિષ્ણાતો કહે છે કે સ્વતંત્ર ભારતમાં રામ મંદિરનો મુદ્દો સૌપ્રથમ હિંદુ મહાસભાએ ઉઠાવ્યો હતો.આઝાદીના બે વર્ષ બાદ 14 ઓગસ્ટ 1949ના રોજ હિંદુ મહાસભાએ એક ઠરાવ પસાર કર્યો હતો. તે પ્રસ્તાવમાં રામ મંદિરના નિર્માણ માટે સ્પષ્ટપણે સમર્થન વ્યક્ત કરવામાં આવ્યું હતું. મોટી વાત એ છે કે તે સમયે હિંદુ મહાસભાએ માત્ર રામ મંદિરને લઈને જ અવાજ ઉઠાવ્યો ન હતો, તેમની તરફથી કાશીના વિશ્વનાથ મંદિર, મથુરામાં શ્રી કૃષ્ણ મંદિર અને અયોધ્યામાં રામ મંદિરને લઈને પણ અવાજ ઉઠાવ્યો હતો.
ત્રણ દાયકાના આ સંઘર્ષ બાદ વિશ્વ હિન્દુ પરિષદ પહેલીવાર રામ મંદિરને લઈને સક્રિય થઈ. 7 એપ્રિલ 1984ના રોજ વિશ્વ હિન્દુ પરિષદે ધર્મ સંસદનું આયોજન કર્યું હતું. દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાયેલી તે બેઠક દરમિયાન અયોધ્યામાં રામ મંદિર, મથુરામાં શ્રી કૃષ્ણ મંદિર અને વારાણસીમાં વિશ્વનાથ મંદિરના સંપૂર્ણ નિર્માણ માટે આંદોલન ચલાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. મોટી વાત એ હતી કે તે સમયે કોંગ્રેસના કેટલાક નેતાઓ વીએચપીના આંદોલનને શાંત અવાજે સમર્થન આપી રહ્યા હતા, પરંતુ ભાજપ તરફથી સમર્થનમાં એક પણ અવાજ ઊઠ્યો ન હતો. તેનું મુખ્ય કારણ એ હતું કે તત્કાલિન પાર્ટી અધ્યક્ષ, પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયી ગાંધીની વિચારધારાથી વધુ પ્રેરિત હતા. તેમનું માનવું હતું કે ભાજપ ગાંધીવાદી વિચારસરણીથી જ સત્તામાં આવી શકે છે.
રાજ્યસભાના પૂર્વ સાંસદ અને ભાજપ નેતા બલબીર પુંજે પોતાનું એક પુસ્તક પ્રકાશિત કર્યુ હતુ – Tyrst With Ayodhya. આ પુસ્તકમાં તેમણે મંદિર આંદોલનને લગતા અનેક પાસાઓ પર પ્રકાશ પાડ્યો છે. તેમના પુસ્તકમાં તેમણે જણાવ્યું કે 1984ની લોકસભા ચૂંટણી બાદ સંઘ દ્વારા એક બેઠક બોલાવવામાં આવી હતી જેમાં મુરલી મનોહર જોશી, કેએસ સુદર્શન અને બલબીર પુંજ પોતે હાજર હતા. તે બેઠકમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે ભાજપ ગાંધીવાદી વિચારધારા સાથે સત્તામાં નહીં આવી શકે, તેણે હિન્દુત્વ તરફ વળવું પડશે.
આરએસએસ સાથેની તે બેઠકની અસર એ થઈ કે 1989માં ભાજપે અટલ બિહારી વાજપેયીની ગાંધીવાદી વિચારધારાને છોડીને હિન્દુત્વના માર્ગે આગળ વધવાનું નક્કી કર્યું. આ પહેલીવાર હતું જ્યારે પાર્ટીએ રામમંદિર આંદોલનને ટેકો આપ્યો હતો અને તેને ઉગ્ર બનાવવાની વાત પણ કરી હતી.
આ પણ વાંચો | અયોધ્યા રામ મંદિરમાં રામલલ્લાને 81 કળશના જળથી સ્નાન કરાવાશે, જાણો 20 જાન્યુઆરીએ કઇ કઇ પૂજા વિધિ થશે
એવું કહેવાય છે કે 1989માં લાલકૃષ્ણ અડવાણીની અધ્યક્ષતામાં ભાજપે રામ મંદિરની તરફેણમાં પહેલો ઠરાવ પસાર કર્યો હતો, પરંતુ એટલા માટે નહીં કે અટલ બિહારી વાજપેયી તે પ્રકારની રાજનીતિથી બહુ સહજ ન હતા, તેથી તેઓ થોડો સમય મૌન રહ્યા. તો બીજી બાજુ તેમના મિત્ર જસવંત સિંહ પણ નારાજ હોવાનું કહેવાય છે.