ભારતમાં 8 સપ્ટેમ્બરથી જી 20ની સમિટ શરુ થવા જઈ રહી છે. આ સમિટ શરુ થયાના પહેલા આજે એટલે કે ગુરુવારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન ભારત આવી રહ્યા છે. તેમના આવવાથી પહેલા સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત ગોઠવાયો છે. દુનિયાના સૌથી મજબૂત લોકતંત્રના નેતા દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશમાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં આ ક્ષણને ખુબ જ ખાસ માનવામાં આવી રહ્યો છે. અહીં ખસા વાત એ છે કે રાષ્ટ્રપતિ બન્યા બાદ બાઇડન પહેલીવાર ભારત આવી રહ્યા છે.
બાઈડનના સ્વાગત માટે તૈયાર ભારત
જાણકારી પ્રમાણે જો બાઈડન માત્ર જી 20 સમિટમાં જ ભાગ લેવા નહીં આવી રહ્યા પરંતુ તેમના તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત પણ થશે. આ વાતચત આઠ સપ્ટેમ્બરે થનારી છે. જેમાં અનેક મુદ્દાઓ ઉપર ચર્ચા થશે. અને મહત્વના પ્રસ્તાવોને લીલીઝંડી આપવામાં આવશે. જોકે અહીં સમજવું જરૂરી છે કે અમેરિકી રાષ્ટ્રપતિની સુરક્ષા ખૂબ જ ખાસ રહે છે. એટલી ખાસ કે પક્ષી પણ પ્રવેશી ન શકે.
વિમાન નહીં મિની પેંટાગન કહો
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનની સાથે બે વિમાન ભાર આવી રહ્યા છે. એક વિમાનમાં પોતે બેશીને આવશે જ્યારે બીજું વિમાન એક ગુપ્ત જગ્યા પર રાખવામાં આવશે. આવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે કે ઇમર્જન્સી સ્થિતિમાં એ વિમાનનો ઉપયોગ કરી શકાય. મોટી વાત એ પણ છે કે બાઈડનનું જે વિમાન છે તે ખુદમાં એક મિની પેંટાગન છે. આવું એટલા માટે છે કે તેમાં દરેક સુવિધા છે. જે એસફોર્સ વનથી બાઇડન આવી રહ્યા છે. તે હવામાં ઇંધણ ભરવાની ક્ષમતા રાખે છે. આ ઉપરાંત જો રાષ્ટ્રપતિના વિમાનને હવામાં કોઈ હુમલો થાય તો તેને એ સ્થિતિમાં લેક્ટ્રોમેગ્નેટિક પલ્સ વિફલ બનાવી દે છે.
બાઈડનની સુરક્ષા કેવી છે વ્યવસ્થા?
હવે હવામાં રાષ્ટ્રપતિ બાઇડનની સુરક્ષાનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત તેમનું વિમાન લેન્ડ કરશે તો 50 ગાડીઓનો કાફલો આગળ વધશે. તેઓ પોતે પોતાની બીસ્ટ ગાડીથી ભારતમાં પ્રવાસ કરશે. અહીં એ સમજવું જરૂરી છેકે બીસ્ટ કોઈ સામાન્ય ગાડી નથી. આ કાર અત્યંત આધુનિક કાર છે જે બુલેટ પ્રૂફ છે. રાષ્ટ્રપતિના સ્વાસ્થ્યનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે. ગાડીમાં જ તેમનું બ્લડ અને બીજી સુવિધાઓ હાજર રહે છે.
ક્યાં રહેશે બાઇડન અને કેવી રહેશે વ્યવસ્થા?
જાણકારી માટે જણાવી દઇએ કે જી 20 સમિટ માટે આઈટીસી મૌર્ય, તાજ પેલેસ, ધ ઓબેરોય, ધ લોધી, ધ ઇપીરિયલ અને ધ મેરિડિયન સહિત પ્રમુખ હોટલોમાં રૂમ બુક કરાવવામાં આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન આઈટીસી મૌર્ય શેરેટનમાં રોકાવાની આશા છે. હોટલમાં દરેક માળ પર સીક્રેટ સર્વિસ કમાંડો હશે તેમને 14માં માળ પર તેમના રૂમ સુધી જવા માટે એક વિશેષ લિફટ લગાવવામાં આવી છે. બિઝનેસ ટુડેના રિપોર્ટ અનુસાર રાષ્ટ્રપતિ બાઇડન અને તેમના કર્માચરીઓની નેજબાની માટે હોટલમાં લગભગ 400 રૂમ બુક કરાવવામાં આવ્યા છે. અહીં હોટલ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ જોર્જ ડબ્લ્યૂ બુશ, બિલ ક્લિંટન અને બરાક ઓબામાની સાથે અન્ય રાષ્ટ્રાધ્યક્ષોની મેજબાની કરી ચૂક્યો છે.
કેમ અભેદ છે ભારતની સુરક્ષા?
ભારતની સુરક્ષા પર કોઈપણ સવાલ ઉઠાવી ન શકે. એટલા માટે કારણ કે તમામ એજન્સીઓ સાથે મળીને કામ કરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે મધ્ય પ્રદેશના કરેરામાં પોતાના પ્રશિક્ષણ કેન્દ્રમાં ભારત તિબ્બત સીમા પોલીસ દ્વારા આયોજીત ચાર સપ્તાહના વિશેષ ટ્રેનિંગ કેમ્પને પુરા કરનાર કુલ 19 નિશાનેબાજોને પણ શિખર સમ્મેલન દરમિયાન તૈનાત કરવામાં આવ્યા છે. અધિકારીઓ પ્રમાણે પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ વચ્ચે ખાસ અને સારું નેટવર્ક છે. એટલા માટે સુરક્ષામાં ચૂક જેવું કંઇ જ નહીં થાય.





