જી-20 સમિટ ભારત માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે, પીએમ નરેન્દ્ર મોદી એમ જ તૈયારીમાં લાગ્યા નથી

G20 Summit : ભારતમાં આયોજિત આ જી-20 સમિટ દેશની પ્રગતિ સમગ્ર વિશ્વને દિશા બતાવવા માટે સક્રિય ભૂમિકા નિભાવવા જઈ રહ્યું છે

Written by Ashish Goyal
August 29, 2023 16:20 IST
જી-20 સમિટ ભારત માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે, પીએમ નરેન્દ્ર મોદી એમ જ તૈયારીમાં લાગ્યા નથી
જી-20 સમિટનું ભારતમાં આયોજન તે કોઇ સામાન્ય વાત નથી (તસવીર - ટ્વિટર)

G20 Summit : જી-20 સમિટનું ભારતમાં આયોજન તે કોઇ સામાન્ય વાત નથી, તેને હળવાશથી કે સામાન્ય કાર્યક્રમના રૂપમાં બિલકુલ જોઇ શકાય નહીં. આ એક આયોજનના કારણે દિલ્હીને સંપૂર્ણ છાવણીમાં ફેરવવાની તૈયારી છે, આ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. એમ કહી શકાય કે આ એક સમિટ દ્વારા બ્રાન્ડ ઇન્ડિયાને મોટો બૂસ્ટ મળવાનો છે.

પોલિટિકલ નેરેટિવને નજરઅંદાજ કરી શકાય નહીં

હવે દિલ્હીમાં થઈ રહેલી સજાવટ એટલું જ કહેવા માટે પૂરતું છે કે આ કાર્યક્રમમાં કોઈપણ પ્રકારની ભૂલ સહન કરી શકાય નહીં. ઘણા દેશોના પ્રતિનિધિ ભારત આવી રહ્યા છે, આવી સ્થિતિમાં પુરો પ્રયત્ન રહેશે કે ન્યૂ ઇન્ડિયાના નેરેટિવને મજબૂતી સાથે સેટ કરવામાં આવે. રાજકારણ અને ચૂંટણીની મોસમ જોતા સરકાર માટે આ ગ્લોબલ કાર્યક્રમ એક અલગ પ્રકારની મદદ કરી શકે છે. જ્યારે દુનિયા ભારતના વખાણ કરશે ત્યારે મોદી સરકાર માટે તેને રાષ્ટ્રવાદના એંગલ સાથે જોડવું ખૂબ જ સરળ રહેશે.

શહેરીકરણથી વધતો ભાર અને સમાધાન પર મંથન

ભારતમાં આયોજિત આ જી-20 સમિટ દેશની પ્રગતિ સમગ્ર વિશ્વને દિશા બતાવવા માટે સક્રિય ભૂમિકા નિભાવવા જઈ રહ્યું છે. આ સમયે વિકાસશીલ દેશો સામે સૌથી મોટો પડકાર શહેરીકરણ છે. વિકાસ માટે લોકો શહેરોમાં આવે એ સામાન્ય વાત છે, પરંતુ જે ઝડપથી આવું થઈ રહ્યું છે, વિકાસશીલ દેશોને નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તાતી જરૂર છે. આવી સુવિધાઓની આવશ્યકતા જેનાથી વધતી વસ્તીની જરૂરિયાતો પૂર્ણ કરી શકે. હવે ભારતમાં યોજાનારી જી-20 સમિટમાં આ મુદ્દે ગહન ચર્ચા થઇ શકે છે.

એક આંકડો સૂચવે છે કે 2050 સુધીમાં ડબલથી વધુ લોકો શહેરોમાં રહેતા હશે. આવી સ્થિતિમાં તેમને રોજગાર આપવાથી લઈને આવાસ સુવિધાઓ સુધી અનેક પડકારો સામે આવવાના છે. આ પડકારોને પહોંચી વળવા માટે ઘણા દેશોને ભંડોળની પણ જરૂર પડશે, આવી સ્થિતિમાં જી 20નું આ ફોરમ તે માર્ગને વધુ સરળ બનાવી શકે છે. કેવી રીતે અને કેટલા ભંડોળની વ્યવસ્થા કરવી જોઈએ તે અંગે ચર્ચા શક્ય છે.

આ પણ વાંચો – જી-20 સમિટ પહેલા પીએમ નરેન્દ્ર મોદી અને વ્લાદિમીર પુતિન વચ્ચે ફોન પર વાતચીત, જાણો શું થઇ ચર્ચા

રિન્યૂએબલ એનર્જી અને ભારતની લીડરશિપ

હવે આ વખતે ભારતનું ધ્યાન રિન્યુએબલ એનર્જીના ઉપયોગ ઉપર પણ કેન્દ્રિત થવાનું છે. એ ના ભૂલવું જોઈએ કે દુનિયાના અનેક દેશોએ પેરિસ સમજૂતી હેઠળ રિન્યુએબલ એનર્જી તરફ શિફ્ટ થવાની પ્રતિજ્ઞા લીધી છે, આ દિશામાં અનેક પગલાં લેવામાં આવ્યા છે. એક પ્રકારે ભારતે આ મામલે લીડ કર્યું છે. અત્યારે ભારત રિન્યુએબલ એનર્જીનો ત્રીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. સૌર ઊર્જાના મામલે ખૂબ જ ઝડપથી હરણફાળ ભરી છે, આવી સ્થિતિમાં હવે ભારત વિશ્વના અન્ય ઘણા દેશોને જળવાયુ પરિવર્તનની લડાઈમાં સક્રિય ભૂમિકા ભજવવા માટે પ્રોત્સાહિત કરવા જઈ રહ્યું છે.

આરોગ્ય ક્ષેત્રે વિશ્વ સમક્ષ ભારતનો ગુરુમંત્ર

રિન્યુએબલ એનર્જીની સાથે સાથે ભારત દુનિયાના હેલ્થ સેક્ટરમાં ક્રાંતિ લાવનાર અનેક નિર્ણયો ઉપર પણ વિચાર કરવા જઈ રહ્યું છે. કોરોના કાળમાં અનેક દેશોને વેક્સિન આપનાર ભારત હવે તમામ દેશોને ગ્લોબલ હેલ્થ પર મંત્ર આપવા જઈ રહ્યું છે. તમામને સારી સારવાર કેવી રીતે પૂરી પાડવી, મોંઘીદાટ દવાઓને સામાન્ય માનવી સુધી કેવી રીતે પહોંચાડી શકાય, મેડિકલ સાયન્સની શ્રેષ્ઠ ટેકનોલોજી દરેક દેશને કેવી રીતે ઉપલબ્ધ કરાવી શકાય, આ તમામ પાસાઓ પર પણ ચર્ચા થવાની છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ