G20 Summit : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે જો બાઈડન આજે કરશે ડિનર, આ મુદ્દાઓ ઉપર અમેરિકા સાથે બની શકે છે સહમતિ

G20 Summit 2023, PM Modi to host dinner US President Biden : આ સમિટમાં જી20ના સભ્ય 18 દેશોના રાષ્ટ્રપતિ વડાપ્રધાન, યુરોપિયન યૂનિયનના ડેલીગેટ્સ અને નવ મહેમાન દેશોના રાષ્ટ્રાધ્યક્ષ ભાગ લેશે. આ પહેલો મોકો છે જ્યારે દુનિયાના મોટા નેતા ભારતમાં આવી રહ્યા છે. આ દ્રષ્ટીએ આખી દિલ્હીને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે.

Written by Ankit Patel
September 08, 2023 11:07 IST
G20 Summit : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે જો બાઈડન આજે કરશે ડિનર, આ મુદ્દાઓ ઉપર અમેરિકા સાથે બની શકે છે સહમતિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ જો બાઇડન photo - ANI

G20 Summit 2023, live updates : ભારતની અધ્યક્ષતામાં 9 અને 10 સપ્ટેમ્બરે રાજધાની દિલ્હીમાં જી20 સમિટ થવા જઈ રહી છે. આ સમિટમાં જી20ના સભ્ય 18 દેશોના રાષ્ટ્રપતિ વડાપ્રધાન, યુરોપિયન યૂનિયનના ડેલીગેટ્સ અને નવ મહેમાન દેશોના રાષ્ટ્રાધ્યક્ષ ભાગ લેશે. આ પહેલો મોકો છે જ્યારે દુનિયાના મોટા નેતા ભારતમાં આવી રહ્યા છે. આ દ્રષ્ટીએ આખી દિલ્હીને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન આજે સાંજે 6.55 વાગ્યે દિલ્હી પહોંચશે. ભારતના વડાપ્રધાન મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન સાંજે 7.30 વાગ્યે લોક કલ્યાણ માર્ગ પર સ્થિત પ્રધાનમંત્રી આવાસ પર મુલાકાત કરશે. ત્યારબાદ જો બાઈડન પીએમ મોદીની સાથે ડિનર કરશે. બંને દિગ્ગજ નેતાઓ વચ્ચે આજે દ્વિપક્ષીય બેઠક પણ થશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ જો બાઈડની આ પહેલો ભારત પ્રવાસ છે. વર્ષ 2020માં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવ્યા હતા. જો બાઇડન અને વડાપ્રધાન મોદીના રાજકીય પ્રવાસ દરમિયાન જો બાઇડનને મોદી માટે વ્હાઇટ હાઉસમાં ખાસ ડિનરનું આયોજન કર્યું હતું. બંને નેતાઓની દ્વિપક્ષીય વાર્તા દરમિયાન ભારત – અમેરિકાની વ્યાપક વૈશ્વિક અને રણનીતિક ભાગીદારીને વધારે મજબૂત બનાવવા માટે ભાર આપવાની સંભાવના છે.

આ મુદ્દાઓ ઉપર થઈ શકે છે ચર્ચા

બંને નેતાઓના સ્વચ્છ ઉર્જા, વેપાર, ઉચ્ચ ટેક્નોલોજી, રક્ષા જેવા ક્ષેત્રોમાં ચાલું દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરવાની આશા છે. આ સાથે એ વાત પર પણ ચર્ચા કરી શકે છે જે બંને દેશો વિશ્વની કેટલાક ગંભીર પડકારથી લડવામાં કયા પ્રકારે યોગદાન આપી શકે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ બાઇડન વચ્ચે વાતચીતમાં સ્વચ્છ ઉર્જા, રક્ષા અને ઉચ્ચ ટેક્નોલોજી, રક્ષા સહિત વિવિધ પ્રમુખક્ષેત્રોમાં ચાલું દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા પર ભાર આપવાની સંભાવના છે. બંને પક્ષ વીઝા વ્યવસ્થાને વધારે ઉદાર કરવામાં સંબંધમાં પણ વિચાર વિમર્શ કરી શકે છે.

રાષ્ટ્રપતિ બાઇડ ભારત માટે રવાના થયા પહેલા વ્હાઇટ હાઉસની પ્રેસ સચિવ કેરીન જ્યાં પિયરે કહ્યું હતું કે અમે આ વર્ષે જી 20ના નેતૃત્વ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરાહના કરીએ છીએ. અમે એ સુનિશ્ચિત કરવામાં મદદ કરવા માટે પ્રતિબધ છે. ભારત આ વર્ષે એક સફળ સમ્મેલનની મેજબાની કરો. તેમણે એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે જૂનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અહીંની યાત્રા દરમિયાન રાષ્ટરપતિ અને વડાપ્રધાનના શિખર સમ્મલનમાં ભાગીદારી પ્રાથમિક્તાઓ પુરી કરવા માટે પોતાનો દ્રઢ સંકલ્પ રજૂ કર્યો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ