G20 News : કર્ણાટકમાં હમ્પી ખાતે ત્રીજી જી20 સંસ્કૃતિ કાર્યજૂથની (CWG) ની બેઠક ગઇકાલે 10 જુલાઇએ યોજાઇ. જી20માં 8 મેહમાન દેશ અને વિવિધ સંગઠનોના પ્રતિનિધિ ભાગ લઇ રહ્યા છે. આ તકે અહીં એક વિશ્વ રેકોર્ડ બન્યો છે. અહીં બંજારા સમાજના લાંબાણી કલાકારોએ સૌથી લાંબા એમ્બ્રોઇડરી પેચવર્કનું પ્રદર્શનનું આયોજન કર્યું હતું. જેમાં 1300 પેચનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ રોકોર્ડ બનાવવા માટે 450 લાંબાની કલાકારો સામેલ થયા હતા. ત્યારે આ પ્રદર્શનના નામે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે.
સંસ્કૃતિ મંત્રાલયના અધિકારીઓએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, થ્રેડ્સ ઓફ યૂનિટી શીર્ષકવાળું લાંબાની પ્રદર્શન ભરતકામની ખુબસુરતીની અભિવ્યક્તિ અને ડિઝાઇનનો જશ્ન છે. તો લાંબાની પ્રદર્શનનું ઉદ્ધાટન કરાનારા કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું હતુ કે, લાંબાની પેચવર્ક કળા એ ભારતની ઘણી પરંપરાગત પ્રથાઓ પૈકીનું એક ઉદાહરણ છે.
લંબાણી પેચવર્ક હસ્તકળા રંગબેરંગી દોરા, અરીસા વગેરેથી તૈયાર થાય છે. જે કર્ણાટકના વિવિધ ગામોમાં ખુબ જ પ્રચલિત છે. ત્યારે આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ હસ્તકલાને પ્રોત્સાહન આપવાથી માત્ર ભારતની જીવંત વિરાસતનું જતન જ નહીં, પરંતુ મહિલાઓ પણ આર્થિક રીતે સદ્ધર થશે. તેમની આર્થિક સ્વતંત્રતાને સમર્થન મળશે.
ખજુરાહો અને ભુવનેશ્વરમાં CWGની પ્રથમ બે બેઠકો બાદ ત્રીજી બેઠક 9 થી 12 જુલાઈ દરમિયાન હમ્પીમાં યોજાઈ રહી છે. G20 CWG ‘કલ્ચર ફોર લાઈફ’, એક પર્યાવરણ-સભાન જીવનશૈલી અને એક નક્કર પહેલને પણ સમર્થન આપી રહ્યું છે. 3જી CWG બેઠકમાં સભ્ય દેશો, અતિથિ દેશો અને બહુપક્ષીય સંગઠનો સહિત લગભગ 50 પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે.
સોમવારે મીટિંગના ઉદઘાટન સત્રને સંબોધતા જોશીએ જણાવ્યું હતું કે, “અમે ચાર પ્રાથમિકતાઓથી પરિચિત અને વિચાર-વિમર્શથી લઇને કાર્યવાહી તેમજ સહમતિ હંસિલ કરવાની દિશા તરફ આગળ વધ્યા છીએ. જે આપણી સંસ્કૃતિને નીતિ-નિર્ધારણના કેન્દ્રમાં મૂકવાની દિશા તરફ એક મહત્વપૂર્ણ પગલું હશે. તેઓએ વધુમાં કહ્યું કે, અમે માત્ર આ બેઠકમાં સામેલ જ નહીં પણ વૈશ્વિક સાંસ્કૃતિના ફેરફારમાં સક્રિય ભાગીદાર છે.
પ્રતિનિધિઓને વિજયા વિટ્ટલ મંદિર, રોયલ એન્ક્લોઝર અને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ હમ્પી ગ્રુપ ઓફ મોન્યુમેન્ટ્સના યેદુરુ બસવન્ના કોમ્પ્લેક્સ જેવા હેરિટેજ સ્થળોના પ્રવાસ પર લઈ જવામાં આવી રહ્યા છે.





