G20 Summit Live Updates : G20 સમિટ માટે દુનિયાભરના દેશોના તમામ મોટા નેતાઓ નવી દિલ્હી પહોંચી ગયા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન અને જાપાનના પીએમ ફુમિયો કિશિદા શુક્રવારે દિલ્હી પહોંચી ગયા છે. બ્રિટેનના વડાપ્રધાન ઋષિ સુનિક પણ શુક્રવારે નવી દિલ્હી પહોંચી ગયા છે. આજથી જી 20 સમિટના પ્રમુખ આયોજનની શરુઆત પ્રગતિ મેદાનના ભારત મંડપમમાં થઈ રહી છે. જ્યાં 9 અને 10 સપ્ટેમ્બર વૈશ્વિક સમસ્યાઓ પર મંથન થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ મહેમાનોનું ઉમળકાભેર સ્વાગત કર્યું છે. પીએમ મોદીએ જી20 સમિટમાં સંબોધન શરુ કર્યું છે. મોરોક્કોમાં આવેલા વિનાશકારી ભૂકંપમાં ઘાયલ લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે આખું વિશ્વ મોરોક્કો સાથે છે.








