PM Modi hands over gavel of G20 presidency to Brazil President Lula da Silva : જી20 સમિટનું દિલ્હીમાં સમાપન થયું છે. 9 સપ્ટેમ્બરે શરૂ થયેલી બે દિવસીય G20 સમિટના સમાપનની ઘોષણા ભારતના વડાપ્રધ્રાન નરેન્દ્ર મોદીએ આગામી કાર્યક્રમની અધ્યક્ષતા બ્રાઝિલના રાષ્ટ્રપતિને સોંપી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે ભારત પાસે નવેમ્બર સુધી G20ની અધ્યક્ષતા છે. પીએમ મોદીએ કહ્યું કે હું દરખાસ્ત કરું છું કે આપણે નવેમ્બરના અંતમાં G20નું બીજું વર્ચ્યુઅલ સેશન યોજીએ. તેમા આપણે આ સમિટ દરમિયાન નક્કી કરાયેલા વિષયોની સમીક્ષા કરી શકીએ છીએ. તેમજ બ્રાઝિલના રાષ્ટ્રપતિએ કહ્યું કે હું પીએમ મોદીને G20 બ્લોકનું અસરકારક નેતૃત્વ કરવા અને આ સમિટમાં ઉત્તમ કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવું છું.
જી20 ડિક્લેરેશનને સભ્યો દેશોએ સફળતાપૂર્વક અપનાવ્યા બાદ આજે રવિવાર દુનિયાભરના નેતાઓએ મહાત્મા ગાંધી સ્મારક પર શ્રદ્ધાંજલિ આપવા માટે રાજઘાટની મુલાકાત સાથે આજના કાર્યક્રમની શરૂઆત કરી. તો અમેરિકાના પ્રમુખ જો બિડેન વિયેતનામ જવા રવાના થયા હતા. ત્યારબાદ અન્ય નેતાઓ ભારત મંડપમ ખાતે “વન ફ્યુચર” નામના G20 સમિટના ત્રીજા અને સમાપન સમારોહમાં હાજરી આપી હતી. આ દરમિયાન યુકેના પીએમ ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિએ નવી દિલ્હીના અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ભારત-મધ્ય પૂર્વ-યુરોપ મેગા ઇકોનોમિક કોરિડોર શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ પહેલમાં ભારત, UAE, સાઉદી અરેબિયા, યુરોપિયન યુનિયન, ફ્રાન્સ, ઇટાલી, જર્મની અને યુએસ સામેલ છે.
જી20 સમિટની અધ્યક્ષતા મળતા બ્રાઝિલના રાષ્ટ્રપતિએ શું કહ્યું ?
જી20 સમિટની આગામી અધ્યક્ષતા મળતા બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાએ કહ્યુ કે, આપણે એક એવી દુનિયા તરફ જઇ રહ્યા છે, જ્યાં નાણાં વધારે કેન્દ સ્થાને છે, જ્યાં લાખો મનુષ્યો હજી પણ ભૂખ્યા રહે છે, જ્યાં સતત વિકાસનો ખતરો રહે છે, જેમાં સરકારી સંસ્થાઓ હજી પણ પાછલી સદીની વાસ્તવિકતાને પ્રતિબિંબિત કરે છે. તેમણે ઉમેર્યુ કે, આપણ આ તમામ સમસ્યાનો સામનો ત્યારે જ કરી શકીશું જ્યારે આપણે અસમાનતાના મુદ્દા પર ધ્યાન આપીશું – આવકની અસમાનતા, આરોગ્ય, શિક્ષણ, ભોજન, લિંગ અને વંશ સુધી પહોંચુ તેમજ પ્રતિનિધિત્વની અસમાનતા પણ તેના મૂળમાં છે.
આ પણ વાંચો | જી20 સમિટમાં સર્વસંમતિની સફળતામાં 4 ભારતીય રાજદ્વારીની અથાગ મહેતન, જાણો કોણ છે આ વિદેશ અધિકારીઓ
જી20 સમિટના વડાઓએ રાજઘાટ પર શ્રદ્ધાંજલી અર્પણ કરી
જી20 સમિટનો આજે બીજો દિવસ છે. આજે સવારે જી20 સમિટના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજઘાટ પર G20 નેતાઓનું સ્વાગત કર્યું હતું. તમામ દેશોના રાષ્ટ્રાધ્યક્ષોએ ત્યાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. યુનાઇટેડ નેશન્સ સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ, યુનાઇટેડ કિંગડમના વડા પ્રધાન ઋષિ સુનક, બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના અને આઇએમએફના વડા ક્રિસ્ટાલિના જ્યોર્જિવા, વિશ્વ બેંકના પ્રમુખ અજય બંગા અને ઘણા દિગ્ગજ નેતાઓ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા અને પુષ્પાંજલિ અર્પણ કરવા દિલ્હીના રાજઘાટ પર પહોંચ્યા હતા. PM મોદીએ G20 નેતાઓનું અંગરખા પહેરાવીને સ્વાગત કર્યું હતુ. મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ G20 નેતાઓ ‘લીડર્સ લાઉન્જ’માં ‘પીસ વોલ’ પર હસ્તાક્ષર પણ કર્યા હતા.