ના પુતિનને કર્યા નારાજ અને ના જેલેસ્કીથી બનાવી દૂરી, ચીન દુનિયાથી પડ્યું એકલું : G20 માં ભારતની બેજોડ કૂટનીતિએ રચી દીધો ઇતિહાસ

G20 summit, Russia-Ukraine issue, PM mdoi : પીએમ મોદીએ પોતાની કૂટનીતિની તાકાતનો અહેસાસ કરાવ્યો હતો. આ કારણથી જે દિલ્હી ડિક્લેરેશન રહ્યું જેમાં ક્યારેય પણ રશિયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન્હોતો.

Written by Ankit Patel
Updated : September 11, 2023 08:14 IST
ના પુતિનને કર્યા નારાજ અને ના જેલેસ્કીથી બનાવી દૂરી, ચીન દુનિયાથી પડ્યું એકલું : G20 માં ભારતની બેજોડ કૂટનીતિએ રચી દીધો ઇતિહાસ
જી20માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ભારતમાં જી20 સમિટનું સફળ આયોજન થયું છે. 20 દેશોના ભારત આવ્યા અને ત્રણ દિવસની અંદર એક કૂટનીતિ જોઈ જેનો ઉલ્લેખ પોતાના આવનારા અનેક વર્ષોમાં કરતા રહેનારા છે. જે કામ ગત જી20 સમિટમાં ન થયું તે ભારતની અધ્યક્ષતામાં થયું. રાજધાની દિલ્હીમાં પીએમ મોદીના હાથે જી20 સમિટ સંપન્ન થઈ ગઈ છે. આ જી20 સમિટમાં ત્રણ એવા સૌથી મોટા પ્રમાણ મળ્યા છે જે દર્શાવવા માટે પુરતા છે કે આ વખતે ભારતની કૂટનીતિ બેજોડ રહી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતાઓ સાથેની કેમેસ્ટ્રી જમીન પર રંગ લાવી.

રશિયા યુક્રેન પર શાનદાર બેલેસિંગ

સૌથી પહેલા વાત રશિયા અને યુક્રેન યુદ્ધની કરીએ કારણ કે આ મુદ્દા પર જી20 દેશોના નેતાઓની સલાહ હંમેશા અલગ અલગ રહી છે. બાલીમાં જે જી20 સમિટ થઈ હતી. ત્યાં આ મુદ્દા પર પણ ખુબ જ મંથન બાદ પણ આંતરીક બની ન્હોતી. તેનું સૌથી મોટું કારણ એ રહ્યું છે કે બાલી સમિટના ડિક્લેરેશનમાં સીધે સીધું કહી દીધું કે રશિયા, યુક્રેનની ધરતીથી હટી જાય. એટલે કે યૂક્રેનનો પક્ષ લીધો હતો. રશિયાને અલગ કરી દીધો હતો. પરંતુ પીએમ મોદીએ પોતાની કૂટનીતિની તાકાતનો અહેસાસ કરાવ્યો હતો. આ કારણથી જે દિલ્હી ડિક્લેરેશન રહ્યું જેમાં ક્યારેય પણ રશિયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન્હોતો.

યુદ્ધ વિરુદ્ધ તમામ વાતો માટે દરેક પાસેથી એકબીજાની સંપ્રભુતાના સમ્માન કરવાની વાત પણ થઈ હતી. પરંતુ સીધે સીધું રશિયા પર કોઈ નિશાન સાધ્યું ન્હોતું. ક્યાંય પણ પુતિનનો ઉલ્લેખ સુદ્ધા કર્યો નથી. દિલ્હીમાં જે સંયુક્ત ઘોષણા પત્ર રજૂ કરવામાં આવ્યું હતું. તેની જગ્યાએ યુક્રેનમાં યુદ્ધ લખ્યું હતું. એ મહત્વ રાખે છે કે છેલ્લા ઘોષણા પત્રમાં ક્લિયર કર્યું હતું કે યુક્રેન વિરુદ્ધ યુદ્ધ. જાણકાર માને છે કે ભારતે આ શાનદાર બેલેસિંગનો ખેલ આપ્યો છે. આ કારણે ના પુતિન નારાજ થયા અને ના જેલેક્સીએ વધારે વાંધો ઉઠાવ્યો.

મોટી વાત એ હતી કે પીએમ મોદીએ સતત રશિયા યુક્રેન યુદ્ધ પર પોતાનું એક જ સ્ટેન્ડ રાખ્યું છે. આ યુદ્ધનો સમય નહીં. કૂટનીતિ અને વાતચીત થકી બધો ઉકેલ આવવો જોઇએ. અહીં સમજવું જરૂરી છે.પીએમ મોદીના આ ગુરુમંત્રને સંયુક્ત ઘોષણા પત્રનો ભાગ બનાવવામાં આવ્યો છે. એટલે કે દરેક દેશ પીએમ મોદીની સહમત નજર આવશે.

આફ્રિકી યુનિયનને સામેલ કરવી સામાન્ય બાબત નથી!

ભારતની કૂટનીતિ તો એ સમય પણ જીતી ગઈ જ્યારે જી20 સમિટના પહેલા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તાવાર રીતેઆફ્રિકી યુનિયનને આ સંગઠનનો ભાગ બનાવ્યો છે. એ વાત અલગ છે કે આ માંગ જૂની હતી. ચર્ચા પણ લાંબા સમયથી ચાલી રહી હતી. પરંતુ પીએમ મોદીની આગેવાનીમાં ભારતની ધરતી પર એ પહેલ સફળ થઈ. એટલે કે સૌથી મોટી ભૂમિકા હિન્દુસ્તાને નિભાવી છે. આફ્રિકી યુનિયનને કહેવામાં વધારે સંપન્ન નથી. ગરીબી પણ ચરમ સીમા પર છે. પરંતુ પ્રાકૃતિક સંસાધનોના મામલે આખી દુનિયા તેના પર નિર્ભર છે. અનેક દેશો આગળ વધીને રોકાણ કરવા માંગે છે.

આવી સ્થિતિમાં હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના જૂના વાયદા નિભાવતા આફ્રીકી યુનિયનને પણ જી20નો હિસ્સો બનાવી લીધો છે. આનાથી બંને ચીજો થશે. પહેલા અનેક ગરીબ દેશોનો મુખ્યધારામાં આવવાની તક મળી, બીજી દુનિયાની અર્થવ્યવસ્થાને પણ દુરુસ્ત કરવાનું કામ થયું.

ચીનને દેખાડ્યું તેનું સ્થાન

હવે આ જી20 સમિટ દરમિયાન ચીને છેલ્લી ઘડીએ શી જીનપિંગે પોતાને સામેલ ન થવાની એલાન કર્યું છે. એનાથી ગણું બધું સ્પષ્ટ થશે. આ સમયે ભારત, અમેરિકાનો એક નજીકનો દોસ્ત બની ગયો છે. બાઈડેન – મોદીની કેમેસ્ટ્રી દરેક જગ્યા પર ચર્ચાનો વિષય બની છે. આવી સ્થિતિમાં એ તમામ પહેલુઓથી બચવા માટે ચીને પોતાના પીએમને ભારત મોકલ્યા. પરંતુ અહીંપણ ભારતની કૂટનીતિ અને રાષ્ટ્રપતિ જો બાઈડેનના સમર્થને ચીનને એક મોટો ફટકો આપવાનું કામ કર્યું છે. જો ચીન પોતાની વિસ્તારવાદી નીતિના દમ પર અનેક દેશોને પરેશાન કરી રહ્યું છે. એક જાહેરાતે તેને પણ અસર દર્પણ દેખાડ્યું છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ભારત મધ્ય પૂર્વ યુરોપ કનેક્ટિવિટી કોરિડોરની ઘોષણા કરી દીધી. ભારત, યુએઈ, સાઉદી અરબ, ઈયુ, ફ્રાન્સ, ઇટલી, જર્મની અને અમેરિકા વચ્ચે કનેક્ટિવિટી વધારવા માટે આનું નિર્માણ કરવામાં આવશે. આ પરિયોજના થકી એક તૃતિયાંશ વૈશ્વિક અર્થવ્યવસ્થાનો સીધો ફાયદો પહોંચશે. મોટી વાત તો એ છે કે આ યોજનામાં ડેટા, રેલ, વિજળી અને હાઈડ્રોજન પાઇપલાઇનનો સમાવેશકરી લીધો છે. હવે ચીનના બીઆરઆઈ પ્રોજેક્ટને હરાવવા માટે ભારતે જે પ્રકારે અમેરિકાનો સાથ આપ્યો છે તે પણ પોતાનામાં તેની નવી અને વધારે પ્રબળ કૂટનીતિનો સૂચક છે.

ભારતની સંસ્કૃતિની મોટી જીત, દુનિયાનો સંદેશ

આ આખી જી20 સમિટને એક બીજાની દ્રષ્ટીએ સમજવાની જરૂર હોય છે. ભારત માટે આ જી20 સમિટ તેની સંસ્કૃતિની પણ એક મોટી જીત માનવામાં આવે છે. અસલમાં જે સ્થળ ભારત મંડપમમાં આ સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્કૃતમાં તેનો મતલબ મંદિરનો ગર્ભગૃહ થાય છે. આવી જ રીતે કોણાર્ક ચક્રની જે પ્રકારની બ્રાન્ડિંગ કરવામાં આવી છે આખી દુનિયામાં તેણે પણ ભારતની સંસ્કૃતિને નજીકથી સમજ્યું. અહીં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ જો બાઈડનને જે અંદાજમાં કોણાર્ક ચક્ર વિશે સમજાવ્યું એ પણ ચર્ચાનો વિષય બન્યો છે.

કુલ મળીને કૂટનીતિની જીત, સંસ્કૃતિની નવી ઓળખ અને ચીનને સચ્ચાઈનો આઈનો દેખાવામાં ભારત સંપૂર્ણ રીતે સંફળ થયું છે. આ જી20 સમિટે માત્ર દુનિયાને એક નવી દિશા દેખાડવાનું કામ જ નહીં કર્યું પરંતુ ભારતની વધતી તાકાતને પણ પુરી રીતે અહેસાસ કરાવ્યો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ