G20 સમિટને લઇને દિલ્હી પોલીસ સુરક્ષાની દ્રષ્ટીથી તમામ તૈયારીઓને અંતિમ રૂપ આપવા માટે લાગી ગઈ છે. હવે દિલ્હી પોલીસ કમિશ્નરે નોટિસ બહાર પાડીને શહેરમાં પૈરાગ્લાઈડર્સ, પૈરા મોટર્સ, હૈંગ ગ્લાઇડર, યુએવી, યુએએસ, માઇક્રોલાઇટ વિમાન, રિમોટથી ચાલતા વિમાન, ગરમ હવાના ફૂગ્ગા, નાના કદના વિમાન અને ક્વાડકોપ્ટર્સ ને ઉડાડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
દિલ્હી પોલીસ આયુક્ત સંજય અરોડા દ્વારા મંગળવારે રજૂ કરેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે જાણકારી મળી રહી છે કે ભારતના દુશ્મન કેટલીક ગુનાહિત, અસામાજીક તત્વ અથવા આતંકવાદી પૈરાગ્લાઇડર, પેરામોટર્સ, હેંગ ગ્લાઇડર્સ, માનવ રસિહત હવાઈ વાહન, દૂરથી સંચાલિત થઇ શકે તેવા વિમા, ગરમ હવાના ફૂગ્ગા, નાના આકારના યાન, અથવા યાનથી પૈરા જંપિંગ વગેરેનો ઉપયોગ કરીને સામાન્ય લોકો, ગણમાન્ય વ્યક્તિઓ અને મહત્વપૂર્ણ પ્રતિષ્ઠાનોની સુરક્ષા માટે ખતરો પૈદા કરી શકે છે.
આદેશ અનુસાર દિલ્હી પોલીસ કમિશ્નરે જી 20 શિખર સમ્મેલન દરમિયાન રાષ્ટ્રીય રાજધાનીના અધિકાર ક્ષેત્રમાં એવા હવાઈ ઉપકરણ પર બેન લગાવી દીધી છે. આવું કરવું આઇપીસીની કલમ 188 અંતર્ગત દંડનીય થશે.
ક્યારથી લાગુ થશે આદેશ?
દિલ્હી પોલીસ અનુસાર આ આદેશ મંગળવારથી લાગુ થઈશે અને 12 સપ્ટેમ્બર સુધી લાગુ રહેશે. દિલ્હીમાં 9-10 સપ્ટેમ્બર જી20 શિખર સમ્મેલન થવા જઈ રહ્યું છે. પોલીસનું કહેવું છે કે શિખર સમ્મેલન દરમિયાન રાજધાનીમાં આવનારા પ્રતિનિધિઓ અને અન્ય પર્યટકોના આવાગમન માટે ડિજિટલ હેલ્પ ડેસ્ક બનાવવામાં આવ્યું છે. યાતાયાત પોલીસે પોતાની હેલ્પ ડેસ્ક પર કહ્યું કે અમારું મિશન આ ઐતિહાસિક કાર્યક્રમ દરમિયાન નિવાસિયો અને આગંતુકો માટે એક સહજ કોઈપણ બાધા વગર અનુભવ સુનિશ્ચિત કરવું છે.
દિલ્હીમાં 8થી 10 સપ્ટેમ્બર સુધી સરકારી છુટ્ટી
જી20 સમિટને જોતા દિલ્હી પોલીસ અને કેન્દ્ર સરકારે શહેરમાં 8,9 અને 10 સપ્ટેમ્બરની છુટ્ટીની જાહેરાત કરી હતી. આ ત્રણ દિવસ શહેરમાં દરેક સરકારી અને ખાનગી ઓફિસો બંધ રહેશે. સ્કૂલ કોલેજોમાં પણ રજાની જાહેરા કરવામાં આવી છે. આ ઉપરાંત નવી દિલ્હી જિલ્લામાં દરેક દુકાનો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.





