ભારતની રાજધાની દિલ્હીમાં દુનિયાભરના નેતા કાલે સવારે વૈશ્વિક પડકારો પર ચર્ચા કરવા માટે જી 20 શિખર સમ્મેલન અંતર્ગત ભેગા થશે. જી 20 ની અધ્યક્ષતા કરી રહેલા ભારત દેશ માટે બે દિવસ ખુબ જ ઐતિહાસિક થવા જઈ રહ્યા છે. પરંતુ શું આવું પહેલીવાર થશે જ્યારે કોઈ આવા આંતરરાષ્ટ્રીય સમ્મેલનની મેજબાની કરી રહ્યા છે. ભારતે આ પહેલા પણ આવા મોટા અને મહત્વના કાર્યક્રમોની જવાબદારી સંભાળી છે. ભારતના ઇતિહાસ અને વિકાસની રાહમાં અનેક બહુપક્ષીય સમ્મેલનો, આયોજનો અને શિખર સમ્મેલનોની મેજબાની નોંધાવી છે.
આપણે યાદ કરી શકીએ છીએ કે 1956માં યૂનેસ્કો સમ્મેલન, 1982માં એશિયાઈ ખેલ, માર્ચ 1983ના પ્રસિદ્ધ એનએએમ શિખર સમ્મેલન, 2010ના રાષ્ટ્રમંડલ ગેમ્સ, 2015માં ભારત- આફ્રિકા ફોરમ શિખર સમ્મેલન. જોકે જી 20 2023નું પ્રમાણ આ આયોજનોથી ખુબ જ વધારે છે. આનો સીધો મતલબ દુનિયાની સૌથી મોટી તાકતો સાથે એકતા સાથે લાવી શકાય છે.
P 5 દેશોના નેતાઓને એક સાથે જોડવા
પહેલીવાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના બધા સ્થાયી સભ્યો એક જ સમયમાં નવી દિલ્હીમાં હશે. જોકે, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના શિખર સમ્મેલનમાં ભાગ નહીં લેવાનો નિર્ણય કર્યો છે પરંતુ તેમના તરફથી આવેલા પ્રતિનિધિ આ બેઠકમાં ભાગ લેશે.
ભારત માટે શું છે પાંચ મહત્વપૂર્ણ બાબતો
1 – વહેચાયેલી દુનિયાને એક મંચ પર લાવવા અને સહમતિ બનાવવી
જી 20 શિખર સમ્મેલનનો એક ખાસ હેતું એ દેશોને એક મંચ પર લાવવાનો છે જેમણે વિકાસશીલ દેશ કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં અલગ અલગ મુદ્દાઓને લઈને ખેંચતાણથી જોડાયેલા પણ છે. રશિયા યુક્રેન સંઘર્ષને જી20ને ખૂબ જ પ્રભાવિત કર્યા છે. ભારત માટે સૌથી પડકાર સામે લડવું અને બદા દેશોને એક કરવાનો છે. ભારત એ કોશિશ કરશ કે બધા દેશ એક મત સાથે અંતમાં પ્રસ્તાવ રજૂ કરે અને કંઇ જ ગડબડી ન થાય.
2 જી 20ના પ્રભાવથી દરેક રાજ્ય સુધી પહોંચવું
ભારતે જી 20ની અધ્યક્ષતા કરતા દરેક રાજ્ય સુધી શિખર સમ્મેલનના પરિચયને પહોંચાડ્યો છે. જ્યારે આવું પહેલા એકપણ દેશે કર્યું નથી. ઇન્ડોનેશયાએ લગભગ 25 ભેટકો આયોજીત કરીને એ એપ્રોચ નક્કી કર્યો હતો. પરંતુ ભારતે 50થી વધારે સ્થાનો પર 200થી વધારે બેઠકોને આકાર આપીને એક નવો તખ્તો તૈયાર કરી લીધો છે. જોકે, કેટલાક આલોચકોનું માનવું છે કે આવું લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે.
3 G 20ના આગામી અધ્યક્ષો માટે સેટ થાય મુદ્દો
આ શિખર સમ્મેલન દરમિયા અધ્યક્ષતા કરતા ભારતના વિભિન્ન મુદ્દાઓ પર ચર્ચાનો સેટ તૈયાર કરી રહ્યા છે. આ ડિજિટલ મુદ્દો, જેન્ડરથી જોડાયેલો મુદ્દો, ડેવલોપમેન્ટ, બહુપક્ષીય સુધાર, જળવાયુ પરિવર્તન, સ્વાસ્થ્ય અને ભવિષ્યની મહામારી અને ટેક્નોલોજી સાથે જોડાયેલા મુદ્દા ઓ પર ચર્ચા સંભવ છે. બેઠકમાં સામેલ થઇ રહેલા નેતાઓ આ મુદ્દા પર સારો નિર્ણય લેવા પડશે. જેથી કરીને બ્રાજીલ અને દક્ષિણ આફ્રિકા જેમને આગામી મેજબાની કરવાની છે તેમના માટે સરળતા રહે.
4 અવિકસિત દુનિયાનું નેતૃત્વમાં ભૂમિકા
ભારતની જી 20ની અધ્યક્ષતા દરમિયાન વિકાસશીલ અને અવિકસિત દુનિયાના નેતૃત્વના કરવાનું બીઠું ઉપાડ્યું છે. કોવિડ 29 મહામારી અને રશિયા યુક્રેન યુદ્ધથી લાગેલા આર્થિક ઝટકાને ખાદ્ય સુરક્ષાનો મુદ્દા અને ઇંધણ અને ઉર્વરકની કિંમતોમાં સંકટ પૈદા કરી દીધું છે. આનાથી અનેક દેશો ખરાબ રીતે પ્રભાવિત થયા છે. ભારતની આ કોશિશ છે કે દેશો અને ખાસ કરીને આફ્રીકાને લઇને સારા નિર્ણયો થાય.
5 ચીન એક પડકાર
ભારત માટે સૌથી મોટો પડકાર ચીને ઊભો કર્યો છે. સીમા પર ચાલી રહેલા ગતિરોધના કારણે ચીનની સાથે ભારતે તણાવપૂર્ણ સંબંધો અને શિખર સમ્મેલનમાં ચીની રાષ્ટ્રપતિ શી જીનપિંગની ગેરહાજરી એક મુશ્કેલીનો સંકેત આપે છે. જોકે, બંને દેશની સીમા વિવાદ છતાં સંયુક્ત રાષ્ટ્ર, બ્રિક્સ શંઘાઈ સહયોગ સંગઠન, જળવાયુ પરિવર્તન સમ્મેલન અને જી20માં પણ સાથે દેખાયા છે. પરંતુ અત્યારે કંઈ ઠીક દેખાતું નથી.